ભારતમાં ડોક્ટર કે એન્જિનિયર બનવાનું જેટલું આકર્ષણ છે તેટલું જ આકર્ષણ સિવિલ ર્સિવસીસ અર્થાત્ આઈ.એ.એસ., આઈ.એફ.એસ. કે આઈ.આર.એસ. બનવાનું છે. આ વર્ષે આ પ્રકારની સિવિલ ર્સિવસીસમાં સફળ થવાવાળા અંગ્રેજી માધ્યમવાળા પ્રમાણમાં વધુ હતા. તેનો દિલ્હીમાં વિરોધ થયો. ૨૦૦૯માં હિન્દી ભાષી સફળ ઉમેદવાર ૨૪.૫ ટકા હતા, ૨૦૧૦માં ૧૩.૯ ટકા, ૨૦૧૧માં ૯.૮ ટકા, અને ૨૦૧૩માં માત્ર ૨.૩ ટકા જ હતા. ૨૦૧૩માં કુલ સફળ ઉમેદવાર ૧૧૨૨ હતા. તેમાંથી હિન્દી ભાષી ૨૬ ઉમેદવાર પાસ થયા. આ જ સૌથી વધુ આક્રોશનું કારણ હતું.
ભારતીય ભાષાઓના જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા તેમની માગણી વાજબી છે, પરંતુ તેમાં દેશની અને વિશ્વની સાંપ્રત પરિસ્થિતિના વિશ્લેષણનો અભાવ છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે,હિન્દીમાં કરવામાં આવેલો અનુવાદ અસફળતાનું એક કારણ છે. તેમનું એ પણ કહેવું છે કે, સી-સેટ ભારતીય ભાષાઓના વિદ્યાર્થીઓને રોકવાનું કામ કરી રહી છે. વળી આ પરીક્ષાપ્રણાલી અંગ્રેજી ભાષાના પરીક્ષાર્થીઓના પક્ષમાં વધુ છે. હકીકત એ છે કે, ૧૯૯૦માં દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ વધ્યું અને શિક્ષણજગત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. આજે લગભગ ૬૦ ટકા ઉચ્ચ શિક્ષણ ખાનગી ક્ષેત્ર પાસે પહોંચી ગયું છે. એ જ હાલત પ્રાથમિક શિક્ષણની છે. પ્રાઈવેટ સ્કૂલોમાં વધુ કુશળ શિક્ષકો ઉપલબ્ધ છે. સરકારી સ્કૂલોમાં તો શિક્ષણ નામ માત્રનું હોય છે. તેની સામે ખાનગી શાળાઓમાં ગણિત-વિજ્ઞાાન ઉપરાંત અંગ્રેજી પર વિદ્યાર્થીઓ ઝડપથી કાબૂ મેળવી લે છે. સિવિલ ર્સિવસીસમાં અંગ્રેજી સિવાયની ભારતીય ભાષાઓના વિદ્યાર્થીઓની અસફળતાનું એક કારણ આ પણ છે. હાલ જે નવી શિક્ષણ પ્રણાલી આવી છે તેમાં જ્યાં ૧૦મા ધોરણ સુધી પરીક્ષા આપવાની હોતી નથી ત્યાં ભારતીય ભાષાઓના પરીક્ષાર્થીઓને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.
અંગ્રેજી- વૈશ્વિક ભાષા
બીજી એક વાસ્તવિકતા સમજી લેવી જોઈએ કે, ભારત હવે ચીનની દીવાલની વચ્ચે જકડાયેલો એકાકી દેશ નથી. વિશ્વ ખુદ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે. તેથી ભારત અલગ રહી શકે નહીં. ભારતે દુનિયા સાથે વેપાર-ધંધો કરવો હોય તો અંગ્રેજી ભણવું જરૂરી છે. દુનિયાભરમાં નોકરી કરવા જવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારતમાં કામ કરતી મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરી લાખોનો પગાર મેળવવો હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. વિમાનના પાયલોટ બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. એસ્ટ્રોનોટ બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારત સરકાર તરફથી વિદેશમાં રાજદૂત બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારતની સુપ્રીમ કોર્ટ કે ગુજરાત હાઈકોર્ટમાં ટોચના ધારાશાસ્ત્રી બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારત સરકારનો આખોયે વહીવટ અંગ્રેજીમાં ચાલે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ અંગ્રેજીમાં કામ કરે છે. દક્ષિણ ભારતમાંથી કોઈ સિવિલ સર્વન્ટ ઉત્તર ભારતમાં આવે છે અને ઉત્તર ભારતનો કોઈ સિવિલ સર્વન્ટ દક્ષિણ ભારતમાં જાય છે તો અંગ્રેજી વિના કેવી રીતે સંવાદ પ્રસ્થાપિત કરશે ?
સાચી વાત એ છે કે, સિવિલ ર્સિવસીસની પરીક્ષામાં હિન્દી વિરુદ્ધ અંગ્રેજીનો વિવાદ જ અર્થહીન છે. આવો વિવાદ ઊભો કરનારા લોકોએ એ વાત સમજી લેવી જોઈએ કે, દેશની સિવિલ ર્સિવસીસ નથી તો કોઈ ધર્માદા સંસ્થાન કે નથી તો કોઈ રાજનૈતિક વિચારનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા. અખિલ ભારતીય સિવિલ ર્સિવસીસનો અર્થ એ છે કે, સંપૂર્ણ ભારતને એક સૂત્રમાં બાંધી રાખવું. આ માટે જ સરદાર સાહેબે આઝાદી બાદ ભારતીય પ્રશાસનિક સેવા અર્થાત્ સિવિલ ર્સિવસીસ શરૂ કરી હતી. ગાંધીજી,સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ એ બધા જ ખૂબ જ સારું અંગ્રેજી જાણતા હતા. હવે ભારતીય સિવિલ ર્સિવસીસને હિન્દી અને અંગ્રેજીના વિવાદમાં ફસાવીને કેટલાક લોકો નવી પેઢી સાથે ખેલ ખેલી રહ્યા છે. જે લોકો અંગ્રેજી ભાષાને વિદેશી ભાષા કહી તુચ્છકારે છે તેઓ આધુનિક ભારતની અસલિયતને નકારે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના સમયમાં ભારતીયોના જ્ઞાાનને કોઈ એક જ ભાષાના ગુલામ બનાવી શકાય નહીં. ભારતની શ્રેષ્ઠ સાંસ્કૃતિક તાકાતનો પૂરી દુનિયાને જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં પરિચય કરાવ્યો ત્યારે તે અંગ્રેજી ભાષા જ હતી. લોકો તેમને શું એવું પૂછી શકશે કે ભારતના એક સંન્યાસીને અંગ્રેજી ભાષા સાથે શું લેવાદેવા હતી ? નવી પેઢીએ એ વાત સમજી લેવી જોઈએ કે, અંગ્રેજી એ જ્ઞાાનની ભાષા છે. અંગ્રેજી એ વિશ્વની આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ભાષા છે. અંગ્રેજી એ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સમૃદ્ધ થવાની ભાષા છે. ભાષા તો એક સાધન છે. માત્ર હિન્દી ભાષામાં જ જકડાઈ રહેવાની વાત કરનારા માણસો એ વાતનો જવાબ આપે કે, ભારત સહિત આખી દુનિયાએ આંતરરાષ્ટ્રીય કરન્સી તરીકે અમેરિકી ડોલરને કેમ સ્વીકાર્યો છે ? શું ભારતીય રૂપિયામાં જ વિશ્વ સાથે આર્િથક વ્યવહાર કોઈ અન્ય દેશો સ્વીકારશે ? ભાષાનો સીધો સંબંધ રોજગાર સાથે હોય છે અને રોજગારની સંભાવના વૈશ્વિક મૂડીરોકાણના પ્રભાવ સાથે જોડાયેલી છે.
ઉમાશંકર જોષી શું કહે છે ?
આશ્ચર્યની વાત એ છે કે, જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યમાં ભણતર ઉર્દૂમાં નહીં, પરંતુ અંગ્રેજી માધ્યમમાં છે. તેની સામે ગુજરાત જેવા રાજ્યમાં તો અંગ્રેજી ભણાવનાર શિક્ષકોનો કારમો દુષ્કાળ છે. ગુજરાતના અત્યાર સુધીમાં આવેલા તમામ મંત્રીમંડળોમાં પણ સળંગ પાંચ મિનિટ વાંચ્યા વિના અંગ્રેજી બોલી શકે તેવા મંત્રીઓ ભાગ્યે જ જોવા મળ્યા છે. પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ,ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અસ્ખલિત અંગ્રેજીમાં પ્રવચન આપી શકતા હતા. ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ ના હોય તો ગુજરાત ભાજપા પક્ષે અંગ્રેજી ચેનલોના એન્કર સાથે વાત કરી શકે તેવો કોઈ પ્રવકતા જ નથી. હા, સૌરભ પટેલ એક સારું અંગ્રેજી જાણે છે. જે પરિસ્થિતિ નેતાઓની છે તે જ પરિસ્થિતિ ગુજરાત યુનિર્વિસટીના વિદ્યાર્થીઓની છે. ગુજરાત યુનિર્વિસટીનો વિદ્યાર્થી હોંશિયાર હોવા છતાં અસ્ખલિત અંગ્રેજીમાં વાત કરી શકતો ના હોવાના કારણે દિલ્હી, મુંબઈ કે બેંગલોરની યુનિર્વિસટીઓના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં લઘુતાગ્રંથિ અનુભવે છે.
હિન્દી એ રાષ્ટ્રભાષા છે. તેનું આપણને ગૌરવ છે. ગુજરાતી એ માતૃભાષા છે. તેનું પણ આપણને ગૌરવ છે, પરંતુ હિન્દી ભાષા એવું તો કદી નથી કહેતી કે તમે બીજી ભાષાઓનું જ્ઞાાન પ્રાપ્ત ના કરો. ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષી કે જેઓ ખુદ સુંદર અંગ્રેજી જાણતા હતા તેમણે એકવાર કહ્યું હતું : “એ તો કેવો ગુજરાતી જે કેવળ ગુજરાતી ?”
અંગ્રેજી ભાષાનો વિરોધ કરનારા આંતરરાષ્ટ્રીય કરન્સી ‘ડોલર‘નો કેમ વિરોધ કરતા નથી ?










What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "