Devendra Patel

Journalist and Author

Month: September 2013 (Page 1 of 2)

એના શ્યામ- સુકોમળ હાથ પર બંગડીઓ ખૂબ શોભતી

કાદમ્બરી દેવી.આજની પેઢી માટે આ નામ નવું હશે પરંતુ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના જીવનથી પરિચિત લોકો માટે એ નામ અજનબી નથી. રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ૮ વર્ષના હતા ત્યારે કાદમ્બરી દેવી ૧૦ વર્ષનાં હતાં. રવિન્દ્રનાથ ટાગોરનાં તેઓ ભાભી બનીને ૧૦ વર્ષની વયે તેમના પરિવારમાં આવ્યા હતાં. તેમના મોટાભાઈ જ્યોતિરિન્દ્રનાથ ટાગોરનાં તેઓ પત્ની હતા.

એના શ્યામ- સુકોમળ હાથ પર બંગડીઓ ખૂબ શોભતી

રવિન્દ્રનાથને એ સમયે ઘણાં સહુ રવિ કહેતાં. તેમનું બચપણ સુખમય નહોતું. માત્ર છ વર્ષની વયે તેમને તેમના પરિવારની પ્રણાલિકા પ્રમાણે માતાથી અલગ કરી નોકરોને સોંપી દેવામાં આવ્યાં હતા. આ એક પ્રકારના દેશ- નિકાલ જેવી સ્થિતિ હતી. રવિન્દ્રનાથને કવિ બનાવવા માટે આ દુઃખ પણ એક પરિબળ હતું. તેઓ ૧૪ વર્ષની વયના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું ત્યારે પણ તેમણે તેમની માતા માટે લખ્યું. માતાથી અલગ થઈ ગયેલા રવિ માટે કવિતાઓનું સર્જન એકમાત્ર સહારો હતો. એ પછી તેમનાં ભાભી કાદમ્બરીદેવી તેમના જીવનમાં આવ્યા ત્યારે તેમને એક હુંફ મળી રહી. કાદમ્બરી દેવી તેમના ભાભી બનીને આવ્યા ત્યારે રવિ તેમનાથી બે જ વર્ષ નાના અને કાદમ્બરીના પતિ કાદમ્બરીથી ૧૩ વર્ષ મોટા હતા. એથી બંનેની સમાન વયના કારણે ગાઢ મિત્રતા કેળવાઈ. બેઉ એકબીજાની ખૂબ નજીક આવી ગયાં.

રવિન્દ્રનાથ ટાગોરે ક્યાંક તેમની બચપણની સ્મૃતિઓને ટાંકતાં લખ્યું છે કે ૧૦ વર્ષની નાનકડી કાદમ્બરી દેવીના સુકોમળ શ્યામ હાથ પર સોનાની બંગડીઓ ખૂબ શોભતી હતી. એ વખતે તો રવિન્દ્રનાથ ટાગોર સાવ બાળક જેવા જ હતા પરંતુ તેમનાં નાનકડા ભાભી પ્રત્યે તેમને જબરદસ્ત આકર્ષણ હતું. કાદમ્બરી સહુથી પહેલાં જ્યારે ટાગોર પરિવારમાં પ્રવેશ્યા ત્યારે ખાસ કાંઈ ભણેલાં નહોતાં. એ કારણે એમના માટે અંકગણિતથી માંડીને બંગાળી ભાષાનાં કેટલાંક પુસ્તકો ખરીદવામાં આવ્યા હતાં, પરંતુ એ જ કાદમ્બરી જ્યારે યુવાન બન્યાં ત્યારે એ જ પરિવારની સાહિત્યિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન બની ગયાં. કાદમ્બરી દેવી રોમેન્ટિક,ઊર્જાવાન અને બોલ્ડ પણ હતાં. એ જમાનામાં બંગાળી પરિવારો રૂઢિચુસ્ત હતા ત્યારે કાદમ્બરી દેવી ઘોડેસ્વારી કરતા. તેમના પતિ ઉદારમતવાદી હતાં. કાદમ્બરી દેવીને રોજ ઘોડેસવારી કરતાં જોઈ રૂઢિચુસ્ત બંગાળી પરિવારોમાં ભારે ઊહાપોહ થયો હતો. એ જમાનામાં અંગ્રેજોની બ્રિટિશ મેમ સાહેબોને જ આવું કરવાનો અધિકાર હતો.

કાદમ્બરી દેવીના પતિ જ્યોતિરિન્દ્રનાથ મોજિલા માણસ હતા. તેમને ગીત, સંગીત, નૃત્ય અને થિયેટરમાં રસ હતો. મોટા ભાગની સવારે તેઓ નાટકો લખતા તે પછી પિયાનો પર બેસી નવી નવી ધૂન બનાવતા. એ સમયે નાનકડો ભાઈ રવિન્દ્રનાથ સ્કૂલનો ડ્રોપઆઉટ વિદ્યાર્થી હતો. અનેક સ્કૂલો બદલી ચૂક્યો હતો. રવિને રમવામાં જ વધુ રસ હતો. અલબત્ત, નાની વયે જ રવિન્દ્રનાથને કવિતા તરફ આકર્ષણ પેદા થયું હતું. ટાગોર પરિવારનું ઘણું મોટું એસ્ટેટ હતું. મોટાભાઈ એ એસ્ટેટના મેનેજમેન્ટના કામે બપોર પછી બહાર જાય ત્યારે રવિન્દ્રનાથ કાદમ્બરી દેવીને સાહિત્યની વિવિધ રચનાઓ વાંચીને સંભળાવતા. હવે તો રવિન્દ્રનાથ પોતે જ કવિતાઓ લખતા હતા અને તેઓ કાદમ્બરી દેવીને પોતાની રચનાઓ ઉપરાંત એ સમયના જાણીતા બંગાળી લેખકોની કૃતિઓ વાંચી સંભળાવતા હતા. એ જમાનાના મશહુર લેખક બંકિમચંદ્રની નવલકથા ”વિષવૃક્ષ” પણ ટાગોરે કાદમ્બરી દેવીને વાંચી સંભળાવી હતી. રવિન્દ્રનાથ અને તેમનાં ભાભી કાદમ્બરી દેવીની લગભગ દરેક સાંજ આમ જ ગુજરતી. સત્યજીત રેની ફિલ્મ”ચારૂલતા”માં એક દૃશ્ય શાયદ રવિન્દ્રનાથ ટાગોરના જ જીવનનો અંગત અનુભવ હોય તેમ ઘણાંને લાગે છે. ”ચારૂલતા” પણ રવિન્દ્રનાથ ટાગોરની જ કૃતિ હતી જેમાં ભાભી કાદમ્બરી દેવી પોતાના લાડકા દિયરને પંખો નાંખી રહી હોય એવું ઘણાંને લાગે છે.

રવિન્દ્રનાથ ટાગોરે ૧૩થી ૧૮ વર્ષની વયની વચ્ચે જે ”શોઈશબસંગીત”(બચપણના ગીતો) ગીતોની રચના કરી તે બધા જ તેમણે કાદમ્બરી દેવીને અર્પણ કર્યા હતા. તે ગીતો કાદમ્બરી દેવીને અર્પણ કરતાં રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે ”મેં એ ગીતો કાદમ્બરી દેવીની બાજુમાં એમના સાનિધ્યમાં રહીને જ લખ્યાં હતાં અને એ સ્નેહભરી ક્ષણો મારાં એ ગીતામાં જીવંત છે.”

એ વખતે રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓ અને બીજા સાહિત્યસર્જનની શરૂઆતનો સમય હતો. એ સમય ગાળામાં તેમનાં ભાભી કાદમ્બરી દેવી તેમનાં આત્મીય- અંતર્ગત સાથી જ નહીં પરંતુ તેમનાં કેરટેકર પણ હતાં, કારણ કે એ વખતે રવિન્દ્રનાથ સાવ છોકરડા જેવા જ હતા. એ વખતે ટાગોર પરિવારમાં રસોઈયા રસોઈ બનાવતા, જે સ્વાદિષ્ટ રસોઈ નહોતી. તેથી કાદમ્બરી દેવી સ્વયં રવિન્દ્રનાથને ભાવતી રસોઈ જાતે બનાવી આપતાં. એ કાદમ્બરી દેવી તો રવિન્દ્રનાથ માટેનો અસાધારણ પ્રેમ અને લાગણી હતાં. કાદમ્બરી દેવી પ્રેમથી રવિને જમાડતાં અને એટલા જ સ્નેહથી તેમની કવિતાઓ સાંભળતાં. સાંજના સમયે કાદમ્બરી દેવીના પતિ જ્યોતિ રિન્દ્રનાથ પાછા ઘેર આવે એટલે કાદમ્બરી દેવી, તેમના પતિ અને રવિન્દ્રનાથ ઘરની અગાશી પર બેસતાં. એ અગાશીને કાદમ્બરી દેવીએ ટેરેસ ગાર્ડનમાં પરિર્વિતન કરી દીધી હતી, જેની ઉપર તેમણે ગુલાબ, ચમેલી, ચંપો જેવાં સુગંધીદાર ફૂલોના છોડ ઉગાડયા હતા. એ દરમિયાન બન્યું એવું કે પિતાના આગ્રહથી રવિન્દ્રનાથે મૃણાલિની દેવી નામની યુવતી સાથે લગ્ન કરી લીધું અને એ લગ્નના ચાર મહિના બાદ કાદમ્બરી દેવીએ આત્મહત્યા કરી લીધી. આ આત્મહત્યા અંગે ટાગોર પરિવારે ચૂપકીદી સાધી લીધી. રવિન્દ્રનાથ ટાગોરની કિશારાવસ્થાથી યુવાનીમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપનાર કાદમ્બરી દેવીના અચાનક ચાલ્યા જવાથી રવિન્દ્રનાથ ટાગોરના માથા પર આભ તૂટી પડયું હોય તેવું દુઃખ તેમણે અનુભવ્યું. કહેવાય છે કે રવિન્દ્રનાથ ટાગોરે લગ્ન કરી લીધું તે કાદમ્બરી સહન કરી શક્યાં નહોતા. તેમને આ દગો લાગ્યો હતો. કાદમ્બરી દેવીના મૃત્યુ બાદ રવિન્દ્રનાથ ટાગોરનું જીવન પણ જાણે કે સ્થગીત થઈ ગયું હતું. એ પછી રવિન્દ્રનાથ ટાગોરે સી.એફ. એન્ડ્રયુને લખેલા પત્રમાં કાદમ્બરીને ”ર્ફ્સ્ટ ગ્રેટ સ્વીટહાર્ટ” તરીકે સંબોધન કરી તેમણે તેમની વ્યથા રજૂ કરી હતી. એ પત્રમાં રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું: ”મારી એ સ્વીટહાર્ટ ક્યાં છે, જે હું નાનો છોકરો હતો ત્યારે તે જ એક માત્ર મારી સાથી હતી અને મારી એ નવરાશની પળોમાં હું જ્યારે રહસ્યો અને સ્વપ્નોને ઢુંઢતો હતો ત્યારે એની સાથે જ મેં મારો સહુથી વધુ સમય પસાર કર્યો હતો. ‘‘She, my Queen, has died and my world has shut against the door of its inner appartment of beauty which gives on the real taste of freedom.’’

રવિન્દ્રનાથ ટાગોરની બાયોગ્રાફી લખનારા ઘણા લેખકોના મતે કાદમ્બરી દેવીનો રવિન્દ્રનાથ ટાગોરની યુવાનીના સમયગાળા દરમિયાન ભારે મોટો પ્રભાવ હતો. ઘણાંએ કાદમ્બરી દેવીને રવિન્દ્રનાથ ટાગોરનાં ‘પ્લેમેઈટ’ અને તેમની સારસંભાળ લેનારા ”ર્ગાર્ડિયન-એન્જલ” પણ કહ્યાં છે. રવિન્દ્રનાથના હૃદય પર કાદમ્બરી દેવી એક છવાઈ ગયેલાં નારી હતાં. અલબત્ત, રવિન્દ્રનાથ ટાગોરના અને કાદમ્બરી દેવીના સ્નિગ્ધ સંબંધોને રવિન્દ્રનાથ ટાગોરે જ તેમના શબ્દોમાં શ્રેષ્ઠ રીતે કંડાર્યા છેઃ ”માનવીનું હૃદય એક પ્રવાહી જેવું છે, જેને જુદા જુદા પાત્રમાં ભરવામાં આવે તો તે જુદા જુદા આકારનું ભાસે છે, કારણ કે દરેક પાત્ર અલગ અલગ છે. ભાગ્યે જ એ પ્રવાહીને યોગ્ય પાત્ર મળે છે.”

કહેવાય છે કે કાદમ્બરી રવિન્દ્રનાથની જિંદગીનું યોગ્ય પાત્ર (કન્ટેનર) હતા. રવિન્દ્રનાથ ટાગોરે તેમની સ્મૃતિ શ્રૃંખલામાં લખ્યું છે કે, ”ગંગા નદીના કિનારે અમારા ગાર્ડન એસ્ટેટમાં બે માળનું મકાન હતું. વરસાદની મોસમ હતી. આકાશમાં વાદળો હતાં. વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં એના માટે ગીત ગાયું. એણે પ્રશંસાના કોઈ પણ શબ્દો ઉચ્ચાર્યા વિના મારું ગીત શાંતિથી સાંભળ્યું એ વખતે હું ૧૬ કે ૧૭ વર્ષનો હતો. અમે એમાં રહેલી ભાવનાની બાબતો પર દલીલો કરી પરંતુ થોડી જ વારમાં અમારી દલીલોએ શાર્પનેસ ગૂમાવી.

સુપ્રસિદ્ધ લેખક સુધીર કક્કરે તાજેતરમાં લખેલા પુસ્તક-‘‘Young Tagore: The making of a Genius માં આ વાતો ઊજાગર કરી છે.- દેવેન્દ્ર પટેલ

  • રવિન્દ્રનાથ ટાગોરના જીવનમાં તેમના ભાભી કાદમ્બરીદેવીનું શું સ્થાન હતું ?

– દેવેન્દ્ર પટેલ

૪૦ કરોડ યુવાનો નક્કી કરશે વડાપ્રધાન કોણ?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીનાં દુંદુભિ બજી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. તેઓ ૬૦ વટાવી ગયા છે, પરંતુ યુવાનોમાં લોકપ્રિય છે. કોંગ્રેસના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર રાહુલ ગાંધી સ્વયં યુવાન અને કુંવારા છે. લોકસભાની ચૂંટણીને હવે લગભગ ૨૦૦ દિવસ બાકી છે. રાજકીય પક્ષો મતદાતાઓને રિઝવવામાં અને નવાં રાજકીય સમીકરણો બનાવવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીએ દેશભરમાં રાજકીય સભાઓ ગુંજવવા માંડી છે. તેઓ આક્રમક છે. રાહુલ ગાંધી પણ સભાઓ સંબોધી રહ્યા છે. તેઓ લો પ્રોફાઇલ છે. લોકસભાની ચૂંટણી આ વખતે એક રીતે અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની જેમ લડાતી હોય તેમ લાગે છે, કારણ કે રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈમાં રાજકીય પક્ષો ગૌણ બની ગયા છે. આ ચૂંટણી રાજકીય પક્ષો વચ્ચેની ચૂંટણીના બદલે વૈયક્તિક વધુ લાગે છે.

૪૦ કરોડ યુવાનો નક્કી કરશે વડાપ્રધાન કોણ?

ચાવી યુવાનો પાસે

લોકસભાની આગામી ચૂંટણીનું મહત્ત્વપૂર્ણ પાસું એ હશે કે આ વખતે સત્તાની ચાવી યુવાનો પાસે હશે. આ પહેલી જ એવી ચૂંટણી છે કે જેમાં ૧૮થી ૩૫ વર્ષની વયના યુવાન મતદારોની બહુમતી હશે. ખાસ કરીને એવાં યુવક-યુવતીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હશે કે જેઓ પહેલી વાર મતદાન કરશે. મતદાન કેન્દ્ર પર દર પાંચમો મતદાતા એવો હશે કે જેનું નામ પહેલી જ વાર મતદાર યાદીમાં હશે. વિવિધ સામાજિક અને આર્થિક ભૂમિકામાંથી આવનારા આ યુવા મતદાતાઓને અનેક સ્વપ્નો છે, અનેક ઉમ્મીદો છે અને જે રાજકીય પક્ષો તેમને સમજી શકશે તેમને સત્તા પ્રાપ્ત થશે.

૪૦ કરોડ યુવા મતદાતા

દેશમાં લગભગ ૭૨.૫ કરોડ મતદારો છે. લોકસભાની કુલ બેઠકો ૫૪૩ છે. કોઈ પણ રાજકીય પક્ષે કે ગઠબંધને સરકાર બનાવવા માટે ૨૭૨ બેઠકો હાંસલ કરવી પડશે. અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવવાવાળા આ મતદાતાઓમાં કોઈ એક વાત સમાન હોય તો તે એ છે કે લગભગ ૪૦ કરોડ મતદાતાઓની ઉંમર ૧૮થી ૩૫ વર્ષની વચ્ચેની છે. આ આંકડાને બીજી રીતે જોઈએ તો એમ કહી શકાય કે દેશના કુલ મતદાતાઓમાં અડધાથી વધુ મતદાતાઓ યુવાન છે. યુવાન મતદાતાઓની સહુથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં ૬.૪૪ કરોડ, મહારાષ્ટ્રમાં ૩.૭૮ કરોડ, બિહારમાં ૩.૦૫ કરોડ અને પશ્ચિમ બંગાળમાં ૩ કરોડ યુવા મતદાતાઓ છે. આ ચાર રાજ્યોમાં લોકસભાની ૨૧૦ બેઠકો છે. જે પક્ષો કે જે નેતાઓ ચાર રાજ્યોના યુવાન મતદારોને આર્કિષત કરવામાં કામયાબ રહેશે. તે દિલ્હીમાં સત્તા પ્રાપ્ત કરી શકશે.

સોશિયલ મીડિયા

૧૮થી ૩૫ વર્ષની વયનો આ નવો યુવા મતદાતા અખબારો કે ટેલિવિઝન કરતાં ફેસબુક, ટ્વિટર, વોટ્સ-એપ, માય સ્પેસ તથા મોબાઇલ પર સહુથી વધુ વ્યસ્ત રહે છે. આ સોશિયલ મીડિયા પર તેના પ્રતિભાવ પણ આપતો રહે છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે સોશિયલ મીડિયાનો સહુથી વધુ ઉપયોગ કરતો યુવાવર્ગ માત્ર શહેરોમાં જ છે, પરંતુ સોશિયલ મીડિયાનો પ્રભાવ હવે ગામડાંઓ સુધી પહોંચી ગયો છે. હા, એ વાત સાચી કે બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ ક્ષેત્રના યુવાનો વધુ છે તેથી વિવિધ રાજકીય પક્ષોએ તેમના સુધી પહોંચવા બીજા રસ્તાઓ શોધવા પડશે. ઇલેક્ટ્રોનિક ચેનલો પર અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં ચાલતી ચર્ચાથી કાંઈક જુદી જ અપેક્ષા એ ગ્રામીણ યુવાનોને છે. એ રીતે એ પણ જાણી લેવું જોઈએ કે દેશના નવા અને યુવાન મતદાતાઓને ધર્મ કરતાં સુરક્ષા, રોજી અને સલામતીમાં વધુ રસ છે.

મતદાતાનું પૃથક્કરણ

૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીની તસવીર કાંઈક આવી હશે. દેશના કુલ ૭૨.૫ કરોડ મતદારો પૈકી ૧૦.૩૮ કરોડ મતદારો એવા છે જે પહેલી વાર ગ્રામીણ વિસ્તારોના બનેલા મતદારો છે. તે પૈકી ૫.૪૮ કરોડ મતદારોએ ગ્રામીણ યુવક અને ૪.૯૦ કરોડ મતદારો ગ્રામીણ યુવતીઓ છે. એ જ રીતે ૨.૪૦ કરોડ પહેલી વાર બનેલા શહેરી મતદારો યુવક છે જ્યારે ૨.૧૫ કરોડ પહેલી વાર બનેલા મતદારો શહેરી યુવતીઓ છે. આ યુવા મતદારો આ વખતે દિલ દઈને મતદાન કરશે એમ લાગે છે. ટૂંકમાં,૧૪.૯૩ કરોડ મતદારો એવા છે, જે પહેલી વાર ૨૦૧૪માં મતદાન કરશે. ૭.૮૮ કરોડ યુવકો અને ૭.૦૫ યુવતીઓ પહેલી વાર મતદાન કરશે.

જાગૃત થયેલા યુવાનો

આઝાદીનાં ઘણાં વર્ષો બાદ દેશના યુવાનો પહેલી જ વાર રાજકીય અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનોની બાબતમાં જાગૃત બની મેદાનમાં આવ્યા છે. દિલ્હીમાં જંતરમંતરથી માંડીને મુંબઈ જેવાં શહેરોમાં યુવાનો ભારે દેખાવો કરી ચૂક્યા છે. ખાસ કરીને બળાત્કારના મામલાઓના યુવક-યુવતીઓનો જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો છે. ઠેર ઠેર કેન્ડલ માર્ચ અને ધરણાં જોવા મળેલાં છે. દિલ્હીમાં સામૂહિક બળાત્કારની ઘટના બાદ સ્કૂલ અને કોલેજનાં હજારો યુવક-યુવતીઓ સડક પર ઊતરી આવ્યાં હતાં.

 ટૂંકમાં, એમ કહી શકાય કે રાજકીય મામલાઓમાં પણ યુવાનો હવે અભિપ્રાય આપતા થયા છે.

૨૦૦૯માં શું થયું?

લોકસભાની છેલ્લી ચૂંટણી ૨૦૦૯માં થઈ હતી. તે વખતે માત્ર ૫૮.૧૯ ટકા મતદાન થયું હતું. તેમાંથી ૨૮.૫૫ ટકા મત કોંગ્રેસને મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીને ૧૮.૮ ટકા, બહુજન સમાજ પાર્ટીને ૬.૧૭ ટકા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને ૫.૩૩ ટકા મત મળ્યા હતા.

સ્ટાર નેતાઓ કોણ?

દેશના નવા યુવા મતદારોને આકર્ષવા ભારતીય જનતા પાર્ટી પાસે સ્વયં નરેન્દ્ર મોદી છે. યુવાનોને નરેન્દ્ર મોદીનું વસ્ત્રપરિધાન તથા તેમની વક્તૃત્વ કળા પસંદ છે. તેમની સામે કોંગ્રેસ પાસે હેન્ડસમ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીની સાદગી અને નહેરુ-ગાંધી પરિવારનો વારસો પણ એક પરિબળ છે. ભાજપ પાસે સુષ્મા સ્વરાજ જેવાં સૌમ્ય વ્યક્તિત્વવાળાં રાજકારણી સામે કોંગ્રેસ પાસે સીધી સત્તાથી દૂર છતાં શક્તિશાળી રાજકારણી સોનિયા ગાંધી છે. ભાજપ પાસે ઉગ્ર નેતા વરુણ ગાંધી છે તો કોંગ્રેસ પાસે સદાયે હસતાં રહેતાં પ્રિયંકા ગાંધી છે. ભાજપ પાસે સ્મૃતિ ઇરાની, મીનાક્ષી લેખી તથા નિર્મલા સીતારમન જેવાં આકર્ષક ચહેરા છે, જ્યારે કોંગ્રેસ પાસે અજય માકન અને મનીષ તિવારી જેવા તર્કસંગત જવાબો આપતાં નેતાઓ છે. અરુણ જેટલી માસ લીડર નથી,પરંતુ સુંદર અંગ્રેજી જાણતા સોફિસ્ટિકેટેડ નેતા છે. તેની સામે કોંગ્રેસ પાસે જ્યોતિરાદિત્ય સિંધિયા તથા મિલિન્દ દેવરા જેવા યુવા ચહેરા પણ છે. જોઈએ દેશના ૪૦ કરોડ યુવા મતદારો કોના મસ્તક પર સત્તાનો તાજ પહેરાવે છે. 

www.devendrapatel.in

સ્વરૃપવાન સંધ્યા સિંઘની રહસ્યમય હત્યા કોણે કરી?

સંધ્યા સિંઘ રુપિયા ૨૦ લાખની જ્વેલરી પર્સમાં મૂકી બેંકમાં ગયાં અને ગુમ થયાં નામ છે સંધ્યા સિંઘ. 

સંધ્યા આખા પરિવારનું કેન્દ્રબિંદુ હતી. તેના પતિ જયપ્રકાશ સિંઘ ઇન્દોરમાં સેન્ટ્રલ એક્સાઈઝના કમિશનર છે. તેમની દીકરી રાજરાજેશ્વરીનું સ્કૂલનું શિક્ષણ પૂરું થયા બાદ પરિવાર મુંબઈ સ્થળાંતર કરી ગયું, કારણ કે દીકરીને મુંબઈની રૃઈઆ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. તેઓ નવી મુંબઈની સીવુડ્સ ખાતે આવેલી એનઆરઆઈ કોલોનીમાં રહેવા લાગ્યાં. પુત્ર રઘુવીર જુહુની એક લો કોલેજમાં ભણવા લાગ્યો. પરિવારનાં ત્રણેય સદસ્યને મેલેરિયા થતાં ભણવાનું છોડી દીધું. બોલિવૂડના જાણીતા સંગીતકાર જતીન લલિત તેમના મામા થાય જ્યારે પાર્શ્વગાયક સુલક્ષણા પંડિત અને વિજેતા પંડિત તેમનાં મામી થાય.

સ્વરૃપવાન સંધ્યા સિંઘની રહસ્યમય હત્યા કોણે કરી?

સંધ્યા સિંઘ ૫૦ વર્ષની વયે પણ કાળી ભમર આંખોના કારણે અત્યંત રૃપાળાં લાગતાં હતાં. તેમને કીમતી ઝવેરાત અને અલંકારો પહેરવાનો શોખ હતો. કેટલોક સમય મુંબઈમાં રહ્યા બાદ સંધ્યા સિંઘ તેમનાં પુત્રી અને પુત્રને લઈ ફરી ઇન્દોરમાં ફરજ બજાવતા તેમના પતિ સાથે જોડાવા પાછા જવાનો વિચાર કરી રહ્યાં હતાં. એ પહેલાં એક દિવસ સંધ્યા સિંઘ જ્વેલરી લઈને બહાર ગયાં અને કદી પાછાં ના આવ્યાં.

કેટલાક માને છે કે, સંધ્યા સિંઘના ગાયબ થઈ જવાનું કારણ તેમનું ઝવેરાત હતું. તેમના પુત્ર રઘુવીરે તેમની માતાને આટલી બધી જ્વેલરી પહેરી બહાર ના જવા અનેકવાર ચેતવ્યાં હતાં. તેઓ વજનદાર સોનાના દાગીના અને કીમતી હીરાનો નેકલેસ પહેરીને જ બહાર જતાં હતાં. તેઓ ટી.વી. શ્રેણીમાં જે જ્વેલરી અભિનેત્રીઓ પહેરતી તેના આધારે જ પોતાના અલંકારોની ડિઝાઈન તૈયાર કરાવતાં હતાં.

આમ તો ગઈ તા. ૨૫મી નવેમ્બરના રોજ સંધ્યા સિંઘે તેની દીકરી અને પુત્રને જણાવ્યું હતું કે, તેમના સીવુડ્સ ફ્લેટમાંથી કેટલીક જ્વેલરી ગુમ થઈ છે. તેમના પતિ જયપ્રકાશ સિંઘ કહે છે ઃ “મારું જ્યારે જ્યારે પોસ્ટિંગ બદલાયું ત્યારે ત્યારે તેની જ્વેલરી ગુમ થઈ ના હોય તેવું કદી બન્યું નથી. કોઈક એનું ઝવેરાત નિયમિત રીતે ચોરી જતું હતું.”

મુંબઈના સીવુડ્સ ફ્લેટમાંથી પણ આ રીતે જ તેનાં ઝવેરાત ચોરાતાં તેઓ પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયાં હતાં. તે પછી એક પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના ફ્લેટમાં તપાસ કરી હતી. કેટલુંક ઝવેરાત ઘરની નોકરાણી પાસેથી મળી આવ્યું હતું. એ પછી પોલીસ ઈન્સ્પેક્ટર અને સંધ્યા સિંઘ મિત્ર બની ગયાં હતાં. પોલીસ ઈન્સ્પેક્ટર મુંબઈમાં કેટલાક નવા ફ્લેટ્સના પ્રોજેક્ટ્સ બતાવવા સંધ્યા સિંઘને પોતાની સાથે લઈ ગયા હતા..

તા. ૧૬ ડિસેમ્બરના રોજ પુત્ર રઘુવીરે તેની માતા સંધ્યા સિંઘને કહ્યું : “ચાલ મમ્મી, તારે બેંકમાં જવું છે ને ! હું તને ઉતારી દઈશ.” એ દિવસે સંધ્યા સિંઘ તેમનું કેટલુંક ઝવેરાત બેંકના લોકરમાં મૂકવા જવા માંગતા હતાં. સંધ્યા સિંઘે તેમના પુત્રને કહ્યું ઃ “આપણી બાજુમાં જ રહેતાં ઉમા ગૌડ મારી સાથે આવવાનાં છે તેથી તું જા. હું અને ઉમા સાથે બેંકમાં જઈશું.”

એટલું કહ્યા બાદ સંધ્યા સિંઘ કેટલુંક ઝવેરાત લઈ એ જ સંકુલમાં રહેતાં ઉમા ગૌડના ફ્લેટ પર ગયાં. જતાં પહેલાં ઘરની નોકરાણીની દીકરીએ પણ ઝવેરાતને બોક્સમાં મૂકાતું જોયું હતું. એ બોક્સ સંધ્યા સિંઘે તેમના પર્સમાં મૂક્યું હતું. ઉમા ગૌડના કહેવા મુજબ ઉમાએ સંધ્યા સિંઘને તેમની કારમાં સવારે ૧૧ વાગે બેંક પાસે ઉતાર્યાં હતાં, પરંતુ ૧૦.૨૮ વાગ્યાથી સંધ્યા સિંઘનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. લગભગ બપોરના ૧.૩૦ વાગે નજરે જોનારા બે વ્યક્તિઓએ જણાવ્યું કે, “અમે સંધ્યા સિંઘની તસવીરને મળતી આવતી કોઈ સ્ત્રીને વાહાલ વિસ્તારમાં એક ઓટો રિક્ષામાં બેઠેલી જોઈ હતી. તેની સાથે પોલીસ અધિકારી જેવો લાગતો એક પુરુષ પણ રિક્ષામાં હતો.”

એ પછી સંધ્યા સિંઘ તેમના ઘરે કદી પાછાં ફર્યાં નહીં. તેઓ જ્યારે ગુમ થઈ ગયાં ત્યારે તેમની પાસે રૃ. ૨૦ લાખની જ્વેલરી હતી. સંધ્યા સિંઘ ગુમ થયાની ફરિયાદ તેમના પરિવારે પોલીસ મથકે નોંધાવી. એક બીજા જ પોલીસ અધિકારીએ બેંકમાં જઈ સંધ્યા સિંઘનું લોકર ખોલાવડાવ્યું ત્યારે તેમાં માત્ર રૃ. દોઢ લાખનું જ ઝવેરાત હતું જે પહેલેથી જ મૂકેલું હતું. બાકીનું ૨૦ લાખનું ઝવેરાત ક્યાં ગયું તે પોલીસ માટે કોયડો હતો. સંધ્યા સિંઘે તેમની આંગળી પર જે રિંગ પહેરી હતી તે જ રૃ. ૧૫ લાખની હતી.

તા. ૨૮મી જાન્યુઆરીએ એટલે કે સંધ્યા સિંઘના ગુમ થયાના ૪૦ દિવસ બાદ નવી મુંબઈના માર્શલેન્ડ વિસ્તારમાંથી તેમનું હાડપિંજર મળી આવ્યું. એ બ્રિટિશ બર્ડ વોચર્સ પક્ષીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક સ્ત્રીનું કંકાલ નિર્જન વિસ્તારમાં નિહાળ્યું હતું. આ વિસ્તાર પણ સંધ્યા સિંઘના ઘરની પાસે જ આવેલો છે. પરિવારને પણ મીડિયાના અહેવાલો બાદ જ જાણ થઈ હતી. પરિવારના લોકોએ સ્ત્રીના હાડપિંજરને જોયું અને તેના ગળામાં પહેરેલા રૃદ્રાક્ષના કારણે જ ઓળખવિધિ થઈ હતી. એ રૃદ્રાક્ષ પતિએ તેમનાં પત્ની સંધ્યા સિંઘને ભેટ આપેલું હતું. હાડપિંજર જ્યાંથી મળ્યું હતું તેની બાજુમાં જ એક પર્સ પણ પડેલું હતું અને તે પણ સંધ્યા સિંઘનું જ હતું, પણ તેમાંથી જ્વેલરી ગાયબ હતી.

નવી મુંબઈની પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. ગમે તે કારણસર પોલીસ આ કેસમાં ધીમી ગતિએ આગળ વધી રહી હોઈ પતિ જયપ્રકાશે ફરિયાદ કરી તેથી તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી તેમ છતાં પણ તેમાં કોઈ પ્રગતિ થઈ નહીં. પતિ જયપ્રકાશે બહુ દબાણ કર્યું એટલે પોલીસે કહ્યું ઃ “અમે તપાસ કરી છે. અમારી તપાસ મુજબ એક ભાડૂતી હત્યારો એ વિસ્તારમાં બનાવના આગલા દિવસો દરમિયાન જોવા મળ્યો હતો તેથી સંધ્યા સિંઘના મર્ડર પાછળ તે કોન્ટ્રાક્ટ કિલર હોવો જોઈએ.”

સંધ્યા સિંઘના પતિએ મુંબઈમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે : “સંધ્યા સિંઘના મર્ડર પાછળ એક પોલીસ અધિકારી પણ હોઈ શકે છે. તેમની તપાસ કેમ થતી નથી ?”

પોલીસે સંધ્યા સિંઘના પતિના આરોપને નકારી કાઢયો. તે પછી પોલીસે એમ કહ્યું કે : “સંધ્યા સિંઘનો પુત્ર રઘુવીર પણ આ મર્ડરમાં સામેલ હોઈ શકે છે.” તેનું કારણ આપતાં પોલીસે કહ્યું : “જે દિવસે એ જે એરિયામાં સંધ્યા સિંઘની હત્યા થઈ તે દિવસે અને તે જ એરિયામાં તમારો પુત્ર રઘુવીર ફરતો હોવાનો તેનો સેલફોન રેકોર્ડ દર્શાવે છે.”

તેની સામે સંધ્યા સિંઘનું પરિવાર કહે છે : “અમારું ઘર પણ એ જ સેલફોન ટાવરની રેન્જમાં આવે છે.”

પોલીસે સંધ્યા સિંઘના પુત્ર રઘુવીરને જ શંકાના દાયરામાં લેતાં રઘુવીરે આગોતરા જામીન માગ્યા છે. પોલીસના વલણ બાદ સંધ્યા સિંઘના પતિ જયપ્રકાશ કહે છે : “મારી પત્નીની હત્યા બાદ પોલીસ મારા જ નિર્દોષ પુત્રને સંડોવી દેવાની હદે જઈ શકે છે તેવું મેં કદી કલ્પ્યું પણ નહોતું. પોલીસ કોઈકને બચાવવા માગે છે અને તેથી જ આખીયે તપાસને અવળા પાટે ચડાવી રહી છે. એક પુત્ર પોતાની જ માતાની હત્યા શા માટે કરે ? અમારું ઝવેરાત તો ઘરમાં જ પડયું રહેતું હતું અને તે બધું છેવટે તો અમારા પુત્રનું જ હતું. સૌથી અગત્યની વાત એ છે કે, મારી પત્ની એના પુત્રને જેટલો પ્રેમ કરતી હતી તેટલો જ પ્રેમ મારા દીકરાને તેની માતા માટે હતો. હા, કોઈવાર મા-દીકરા વચ્ચે ઝઘડો થતો, પણ બીજી માતાઓ અને દીકરાઓ વચ્ચે થાય છે તેવી જ બોલાચાલી થતી.”

સંધ્યા સિંઘને બેંક સુધી લિફ્ટ આપનાર તેમની પડોશી ઉમા ગૌડ મુંબઈથી જયપુર ચાલ્યાં ગયાં છે. સંધ્યા સિંઘના મર્ડરનું રહસ્ય હજુ વણઉકલ્યું છે. જયપ્રકાશ સિંઘનું પરિવાર હતાશ છે. જયપ્રકાશ સિંઘના સગા ભાઈ સંજય પ્રકાશ સીઆઈએસએફમાં ડીઆઈજી છે. તેઓ કહે છે ઃ “જયપ્રકાશ સિંઘે પહેલાં પત્ની ગુમાવી હવે અન્યાયના માર્ગે તેમનો પુત્ર ગુમાવવાનો પણ વારો આવ્યો છે.”

 બોલો કોણ હશે સંધ્યા સિંઘનો હત્યારો ? સંધ્યા સિંઘની હત્યાનું રહસ્ય એક પોલીસ અધિકારી, એક ભાડૂતી હત્યારો અને ખુદ તેમના પરિવારની આસપાસ ઘૂંટાઈ રહ્યું છે.

– દેવેન્દ્ર પટેલ

ડુંગળીનું રાજકારણ ડુંગળીનું અર્થકારણ

ડુંગળી પકવનાર ખેડૂતને કિલોએ ૧૦ રૂપિયા મળે છે, જ્યારે ગ્રાહકને ૮૦ રૂપિયામાં પડે છે

ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે, પરંતુ ડુંગળી ગરીબોને જ નહીં,પરંતુ રાજકારણીઓને પણ રડાવી રહી છે. ડુંગળીનું અર્થકારણ એવું છે કે, તે પકવનારને પણ રડાવે છે અને ખાનારને પણ રડાવે છે. નથી તો ખેડૂત સુખી કે નથી તો ગ્રાહક. ખેડૂત વેચવા જાય તો તેને કિલોના માંડ ૧૦ કે ૨૦ રૂપિયા મળે છે અને ગૃહિણી ખરીદવા જાય તો તે કિલોના રૂ. ૮૦થી ૯૦ ચૂકવે છે. આ એક વિચિત્ર પરિસ્થિતિ છે.

ડુંગળીનું રાજકારણ ડુંગળીનું અર્થકારણ

કોણ છે સંગ્રહખોરો ?

દેશમાં હાલત એવી પેદા થઈ છે કે, છેલ્લા એક વર્ષમાં ડુંગળીની કિંમત ચાર ગણી વધી ગઈ છે. એના કારણે જથ્થાબંધ મોંઘવારી દર ૧૨ ટકાથી વધીને ૧૮ ટકા પર ચાલ્યો ગયો છે. ડુંગળી સિવાય બીજાં શાકભાજીના ભાવોમાં પણ ૮૦ ટકા વધારો થયો છે. એક કિલો ડુંગળીની કિંમત એક લિટર પેટ્રોલ કે ડિઝલ કરતાં પણ વધી ગઈ છે. ડુંગળીના ભાવવધારા અંગે ટીપ્પણી કરતાં કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવારે કહ્યું છે કે, “ડુંગળીના ભાવ વધે છે તેથી બધા નારાજ થાય છે, પરંતુ ખેડૂતોને સારા ભાવ મળે છે.” શરદ પવારની આ વાત સાચી નથી. કાંદા-બકાલા પકવનારો હંમેશાં માંદો જ હોય છે. હકીકત એ છે કે, ડુંગળી અને બીજાં શાકભાજીનાં બજારો ખેડૂતો કે ગ્રાહકોના હાથમાં નથી. એ બજાર સંગ્રહખોરો, સટ્ટાખોરો અને નફાખોરોના હાથમાં છે. ૧૦ રૂપિયે કિલોની ડુંગળી ગ્રાહક સુધી પહોંચતાં રૂ. ૮૦ કે ૯૦ની થઈ જાય છે. ખેડૂતો પાસેથી જથ્થાબંધ રીતે ડુંગળી કે બીજાં શાકભાજી વેપારીઓ અને વચેટિયાઓ કરોડો-અબજો રૂપિયા કમાઈ લે છે. સંગ્રહખોરો અને સટ્ટાબાજ નફાખોરો મોસમની કમીનો લાભ ઉઠાવી બજારમાં કૃત્રિમ તંગી ઊભી કરે છે. મોટાપાયે ડુંગળી ખરીદવાવાળા વેપારીઓને સરકારે તથા આવકવેરા ખાતાએ સાણસામાં લેવાની જરૂર છે. ડુંગળી એ જીવન જરૂરિયાતની ચીજ છે અને તેની સંગ્રહખોરી કરનારા મોટા દલાલો અને વેપારીઓને પાસા હેઠળ પૂરી દેવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો, ગ્રાહકો અને સરકાર પણ રડતી રહેશે.

સરકાર પાસે સિસ્ટમ નથી

ભારતમાં સામાન્ય રીતે ૪૭૦ લાખ ટન ડુંગળીની માગ રહે છે. આ વર્ષે મોસમના કારણે માગ કરતાં ૧૦૦ લાખ ટન ડુંગળી ઓછી પાકી છે. આ સંજોગોમાં સરકારી ગોદામોમાં ડુંગળી ના હોવાના કારણે સંગ્રહખોરોએ ડુંગળીનો સંગ્રહ કરીને ૧૦૦ લાખ ટનની કમીને વધુ નીચે લાવી કૃત્રિમ તંગી પેદા કરી દીધી છે અને આ સંગ્રહખોરોએ જ ડુંગળીના ભાવ વધારી દીધા છે. સરકાર પાસે કોઈ સિસ્ટમ ના હોવાના કારણે બધું જ નિયંત્રણ સંગ્રહખોરોના હાથમાં ચાલ્યું ગયું છે. પરિણામે ૧૦ કે ૧૫ રૂપિયાની ચીજ ૬૦ કે ૮૦ રૂપિયે વેચાય છે. કેન્દ્ર સરકારે ઇજિપ્તથી ૧૦૦ ટન ડુંગળીની આયાત કરી, પરંતુ રસ્તામાં ભેજના કારણે ૩૦ ટકા ડુંગળી બગડી ગઈ. જે વધી છે તે પણ બગડી જવાની તૈયારીમાં છે એટલું જ નહીં, પરંતુ ભારતની અને ઇજિપ્તની ડુંગળી વચ્ચે માત્ર ચાર કે પાંચ જ રૂપિયાનો ફરક છે.

પાકિસ્તાનની ડુંગળી

દેશમાં ડુંગળીની ખાધ પૂરી કરવા માટે પાકિસ્તાનથી પણ ડુંગળી મંગાવવામાં આવી છે. પાકિસ્તાને સતત ૧૬ દિવસ સુધી દોઢ હજાર ટ્રક ભરીને ડુંગળી રોજ મોકલી. પરિણામે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ વધી ગયા એટલે પાકિસ્તાને ભારતને ડુંગળી આપવાનું બંધ કરી દીધું. એ પછી ઓસ્ટ્રેલિયા અને ચીનથી ડુંગળી ખરીદવામાં આવી, પણ તે મોંઘી પડી. વળી એ ડુંગળી ભારતે ડોલરમાં ખરીદવી પડી. એક તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, બીજી તરફ દૂધથી માંડીને ડુંગળીના ભાવમાં વધારાએ સામાન્ય માનવીની કેડ ભાંગી નાખી છે. મુશ્કેલી તો એ છે કે, ગૃહિણી જ્યારે બજારમાંથી ડુંગળી લઈને ઘરે આવે છે ત્યારે જો એ ડુંગળી સરકારી દુકાનમાંથી ખરીદી હોય તો તે સડેલી કે બગડી ગયેલી જ હોય છે. એ ડુંગળી કોઈ ખરીદતું નથી. કોઈ એક કિલો ખરીદી પણ લે તો તેમાંથી માંડ ૪૦૦ ગ્રામ ડુંગળી ખાવા યોગ્ય હોય છે.

અધિકારીઓ શું કરે છે ?

કમનસીબી એ છે કે, એક જમાનામાં શાહુકારોની દાદાગીરી હતી જે સહકારી બેંકોએ તોડી નાખી. એક જમાનામાં દૂધની પ્રાઈવેટ ડેરીઓની દાદાગીરી હતી જે સહકારી ડેરીઓએ તોડી નાખી. આ કામ શાકભાજીના કારોબારમાં ના થઈ શક્યું. ઉત્પાદક અને ગ્રાહક- એ બંનેનાં દુઃખ દૂર કરવાની તાકાત એકમાત્ર સરકાર પાસે જ છે. સરકાર પાસે શાકભાજી કે અનાજના ભાવોને નિયંત્રણમાં રાખવાની કોઈ સિસ્ટમ જ નથી અને છે તો તેનો અમલ જ થતો નથી. સરકાર પાસે આખું ને આખું કૃષિ ખાતું છે. સરકારી ગોડાઉનો છે. વાજબી ભાવની દુકાનો છે, પણ એ બધું જ બેકાર છે. સરકારી અધિકારીઓ સવારના દસથી પાંચ સુધી ઓફિસમાં આવે છે અને ખુરશીઓ તોડી, આમતેમ આંટા મારી, ચા-પાણી કરી ઘરે જતા રહે છે. તેમને માત્ર પહેલી તારીખે પગારનો ઇન્તજાર હોય છે. નવી નક્કોર નોટો ખિસ્સામાં મૂકી ઘરે જતાં રહે છે. દર મહિને અબજોની નફાખોરી કરતાં સંગ્રહખોરો પર નજર રાખવાનું કામ જેમનું છે તે બધાની નજર તેમની પગારની તારીખ સિવાય બીજા કોઈ પર નથી. સરકાર પાસે જે સરકારી ગોડાઉન્સ છે તે ક્યાં તો ખાલી હોય છે અથવા તો જો અનાજથી ભરેલાં હોય તો અનાજ સડી જાય કે વરસાદમાં પલળી જાય ત્યાં સુધી અધિકારીઓ સૂતા રહે છે. રેશનની દુકાનો પરથી વિતરિત થતું ગરીબો માટેનું અનાજ ગરીબોને મળવાના બદલે બારોબાર વેચાઈ જાય છે. રેશનકાર્ડનું વાજબી ભાવનું કેરોસીન ટ્રકોવાળા કે ટેમ્પો ચલાવવાવાળા ખરીદી લે છે. રેશનની દુકાનો લૂંટમારની દુકાનો બની ગઈ છે.

ડુંગળી પર રાજનીતિ

ડુંગળીની બાબતમાં તો હવે ત્રણ મહિના બાદ સરકારના એક વરિષ્ઠ અધિકારીને ખ્યાલ આવ્યો કે, ડુંગળીના ભાવ આસમાને છે. ડુંગળી પેદા કરવાવાળો ખેડૂત તો કિલોએ માંડ પાંચ કે દસ રૂપિયા જ મેળવી શક્યો છે. ત્યારે સરકારી અધિકારી કહે છે કે, “અમે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે, મોસમની કમીના કારણે તેનો ફાયદો ઉઠાવી ડુંગળીની કિંમતમાં કૃત્રિમ ભાવવધારો કરનાર સંગ્રહખોરો અને સટ્ટાખોરો સામે કાર્યવાહી કરવી.” પરંતુ આજ સુધી આવો એક પણ સંગ્રહખોર જેલ ભેગો થયો નથી, કારણ કે સરકારી અમલદાર જ સંગ્રહખોરનો મીલીભગત છે. ડુંગળીના ભાવવધારાનો હવે દેશમાં રાજકીય ઉપયોગ પણ થઈ રહ્યો છે. વિપક્ષ ડુંગળીના ભાવવધારાને રાજકીય મુદ્દો બનાવવા માગે છે. દિલ્હીમાં આમઆદમી પાર્ટીવાળા અરવિંદ કેજરીવાલે પણ ડુંગળીને મુદ્દો બનાવ્યો છે. તેની સામે કોંગ્રેસ અને ભાજપે પણ સસ્તી ડુંગળી વેચવાની દુકાનો ખોલીને હાસ્યાસ્પદ રાજનીતિ શરૂ કરી છે. ડુંગળીના મુદ્દે ચૂંટણી પણ લડી શકાય છે તેથી ડુંગળીએ પણ ખુશ થવું જોઈએ. જેનો કદી ભાવ પૂછાતો નહોતો તેનો હવે ભાવ પૂછાવા લાગ્યો છે.

વાહ ડુંગળી !

સંઘમ્ શરણમ્ ગચ્છામિ મોદીમ્ શરણમ્ ગચ્છામિ

રાજનીતિ અત્યંત ક્રૂર છે.
એલ.કે.અડવાણી અને તેમની રાજનીતિ આજના સમય માટે આઉટ ઓફ ડેટ છે

રાજનીતિમાં કોઇ કોઇનો ભાઇ નથી, કોઇ કોઇનો પુત્ર નથી, કોઇ કોઇની બહેન નથી, કોઇ કોઇનું સગું નથી, કોઇ કોઇનો ગુરુ નથી, કોઇ કોઇનો શિષ્ય નથી. રાજનીતિમાં લાગણી અને સંબંધોને કોઇ સ્થાન નથી. કૈકેયીએ પુત્ર પ્રેમમાં ભગવાન રામને વનમાં મોકલ્યા હતા. રોમના મહાન સમ્રાટ જુલિયસ સિઝરની હત્યા તેમના અત્યંત વિશ્વાસુ બ્રુટસે કરી હતી. જિસસ ક્રાઇસ્ટની ધરપકડ માટે તેમનો જ પ્રિય શિષ્ય જવાબદાર હતો. ઔરંગઝેબે સત્તા માટે પિતાને જ કેદ કરી દીધા હતા. પુત્રના હસ્તે પિતાએ પરાજીત થવું અને શિષ્યના હાથે ગુરુએ પરાજીત થવું એ શ્રેષ્ઠ ગણાય છે. રાજનીતિમા અડવાણી તેમના જ શિષ્યના હાથે પરાસ્ત થયા છે પરંતુ તેમની હાલત હજુ ‘દિલ હૈ કિ માનતા નહીં હૈ’ જેવી છે. ૮૬ વર્ષની જૈફ વયે પહોંચેલા એલ.કે.અડવાણી જિંદગીપર્યંત વડાપ્રધાન બનવાનો અભરખો સેવતા રહ્યા,પરંતુ રાજનીતિને સમજી શક્યા નહીં. વડાપ્રધાન બનવા તેમણે આસારામ બાપુને ગુરુ બનાવ્યા પરંતુ આસારામની તંત્રવિદ્યા પણ તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડી શકી નહીં. કોઇ જમાનામાં તેમણે જે હાલ બલરાજ મધોકના કર્યા હતા તે જ હાલ તેમના થયા.

સંઘમ્ શરણમ્ ગચ્છામિ મોદીમ્ શરણમ્ ગચ્છામિ

પત્રનો વિસ્ફોટ

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લખેલી સ્ક્રીપ્ટ પ્રમાણે બધું જ થઇ રહ્યું હતું. ‘પી.એમ.મોદી’ નામની ફિલ્મની સ્ક્રીપ્ટના લેખક અને દિગ્દર્શક મોહન ભાગવત હતા. એક્ઝિક્યુટીવ દિગ્દર્શક રાજનાથસિંહ હતા. સહ દિગ્દર્શકો તરીકે નીતિન ગડકરી અને અરૂણ જેટલી હતા. કેમેરામેન તરીકે દેશની ટેલિવિઝન ન્યૂઝ ચેનલો હતી. નાયક નરેન્દ્ર મોદી હતા. ખલનાયકો તરીકે એલ.કે.અડવાણી, સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોષી હતા. ફિલ્મનો ‘હેપી એન્ડ’ લખાયેલો જ હતો, પરંતુ નિયત સ્ક્રીપ્ટ પ્રમાણે સંવાદો બોલવાનો ઇન્કાર કરનાર સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી ફિલ્મમાંથી પડતા મૂકાવાના ભયે છેવટે લાઇનમાં આવી ગયા, પરંતુ એલ.કે.અડવાણીએ સ્ક્રીપ્ટ પ્રમાણે એન્ટ્રી મારી નહીં અને સંવાદો પણ બોલ્યા નહીં, એથી ઊલટુ પોલિટિકલ સ્ટંટ કરવા તેમણે છ લાઇનનો એક પત્ર રાજનાથસિંહને મોકલી આપ્યો અને રાજનાથસિંહ સમક્ષ બળાપો કાઢયો. આ પત્ર પર ટેલિવિઝન ચેનલો પર ચર્ચા થઇ પરંતુ કોઇના શુભકાર્યમાં વિઘ્ન પહોંચાડવાના ત્રાગાથી વિશેષ એનું કોઇ મહત્ત્વ નથી. આવું તેઓ ગોવામાં મળેલી પક્ષની કારોબારી વખતે પણ કરી ચૂક્યા હતા. મુંબઇમાં પણ રિસાઇને જાહેર સભાને સંબોધવા તેઓ ગયા નહોતા. રાજીનામા આપવા અને પાછા ખેંચવા તેમની પ્રકૃતિ છે.

અડવાણીની ચાલ

અટલ બિહારી વાજપેઇ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ ભાજપા બે છાવણીઓમાં વહેંચાયેલો પક્ષ હતો. અડવાણી ધરાર અટલજીના વિરોધી હતા. પણ અટલજીના મોહક વ્યક્તિત્વ અને લોકપ્રિયતા આગળ અડવાણીની કોઇ ચાલ કારગત નીવડી નહોતી. હવે તેઓ નરેન્દ્ર મોદી સામે પણ કેટલાક સમયથી નિષ્ફળ ગેમ રમતા આવ્યા છે. નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪ના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની બધી જ તૈયારીઓ કરી ચૂક્યું હતું ત્યારે પણ અડવાણીએ નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો તેમાં પણ તેમની છૂપી લાલસાની બૂ આવે છે. અડવાણીને એમ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ ૨૦૦ બેઠકો સુધી ના પહોંચે અને બીજા ઘટક પક્ષો નરેન્દ્ર મોદીને સ્વિકારવા તૈયાર ના થાય તો અડવાણી એ ઘટક પક્ષોને એમ કહી શકે, ‘જુઓ તમને નરેન્દ્ર મોદી પસંદ ના હોય તો હું તો છું જ. મેં તો છેક છેલ્લી ઘડી સુધી નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો. કારણ કે હું તો સેક્યુલર છું. મેં તો કરાચીમાં પણ મોહંમદઅલી ઝીણાની કબર પર માથું ટેકવ્યું હતું. મને વડાપ્રધાન બનાવો.’

અડવાણી ૮૬ વર્ષની વયે પણ હાર માનવા તૈયાર નથી, તેથી તેઓ મોદીનો વિરોધ કરી તેઓ આ ચાલ ચાલતા રહ્યા છે, જે કદી સફળ થવાની નથી. અડવાણી એક અવગતિયો જીવ છે. તેઓ વડાપ્રધાન નહીં બને તો બીજા હજાર વર્ષ સુધી તેમનો જીવ વડાપ્રધાનના નિવાસસ્થાનની આસપાસ ભટકતો રહેશે.

મોદીનો સમય

સાચી વાત એ છે કે, અડવાણીએ પોતાની ઉંમર અને સમયને પારખીને ગૌરવપૂર્ણ રીતે નિવૃત્ત થઇ જવું જોઇતું હતું. આવનારો સમય યુવાનોનો છે. ભારતની રાજનીતિમાં ૬૦ વર્ષની વય ભારતીયોને રાજનીતિ કરવા સ્વીકાર્ય છે, પણ ૮૬ વર્ષની વય નહીં. અડવાણીએ એ વાત સમજી લેવાની જરૂર હતી કે, ભાજપ માટે આવનારો સમય નરેન્દ્ર મોદીનો સમય છે. મોદીને બાદ કરો તો ભારતીય જનતા પાર્ટી પાસે એકપણ કેરિશ્મેટિક નેતા નથી. ખુદ સંઘ પાસે પણ નહીં. મોદીની આગળ ભાજપાના રાષ્ટ્રીય નેતાઓ તેમના કારકુનો જેવા લાગે છે. કેટલાક તો મોદીની ખાનગીમાં આરતી પણ ઉતારવા તૈયાર છે. મોદી ના હોય તો ભાજપાના બાકીના નેતાઓ એકડા વિનાના મીંડાં જેવા છે. મોદી વડાપ્રધાન બને કે ના બને પરંતુ ભાજપ માટે આવનારો સમય મોદીનો છે,અડવાણીનો નહીં. અટલ બિહારી વાજપેઇ પછી ભાજપાને કોઇ તારી શકે તેમ હોય તો તે એકમાત્ર મોદી જ છે.

મોદીના પણ ઉપકાર

અડવાણીએ ભલે નરેન્દ્ર મોદીને અનેકવાર લિફટ આપી અને અટલજી જ્યારે ગોધરાની ઘટનાઓ બાદ મોદીને હટાવવા માંગતા હતા ત્યારે અડવાણીએ તેમને બચાવી લીધા, પરંતુ મોદીનો રાજકીય વિકાસ માત્ર અડવાણીના કારણે નહીં પરંતુ પોતે કરેલા સંઘર્ષના કારણે પણ છે. બીજી બાજુ અડવાણીએ નરેન્દ્ર મોદી અને ગુજરાતના ઉપકાર પણ ભૂલી જવા ના જોઇએ. અડવાણીની રામરથયાત્રાની વ્યૂહરચના અને તેનો સૂત્રધાર પણ નરેન્દ્ર મોદી જ હતા. મોદીએ જ અડવાણીને અનેકવાર ગુજરાતમાંથી ચૂંટણીમાં જીતાડી દિલ્હી મોકલેલા છે. એના બદલામાં અડવાણીએ ગુજરાતને કાંઇ જ આપ્યું નથી. અડવાણી ગુજરાતના પ્રશ્નો અંગે લોકસભામાં એકપણ વાર બોલ્યા નથી. ગુજરાતની એકપણ સમસ્યા હલ કરવા તેમણે દિલ્હીમાં પ્રયાસ કર્યો નથી. એથી વધુ નોંધનીય વાત તો એ છે કે જમીનો હડપ કરનાર આસારામ જેવાઓ પ્રત્યે કૂણુ વલણ દાખવવાની વાતો ચર્ચાતી રહી છે.

શરણમ્ ગચ્છામિ

ભાજપા તરફથી નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ અડવાણીને હવે વાસ્તવિકતા સમજાઇ છે. ત્રણ દિવસ સુધી મોદીના વિરોધનો સ્ટંટ કર્યા બાદ તેમણે આજે અચાનક મોદીના વખાણ કરી નાંખ્યા, પણ હવે તેનો કોઇ અર્થ નથી. ભાજપામાંથી કાયમી ધોરણે ફેંકાઇ જવાની બીકે તેઓ સંઘના શરણે ગયા છે, ભાજપાના શરણે ગયા છે, મોદીના શરણે ગયા છે. ભાજપને લાગે વળગે છે ત્યાં સુધી ૨૦૧૪ની ચૂંટણી નરેન્દ્ર મોદીના નામે જ લડાશે, ભાજપના નામે નહીં. સંઘ,ભાજપ અને એનડીએ માટે ૨૦૧૪ની ચૂંટણી મોદીનો વન મેન શો હશે. આ રીતે બદલાતા સમયમાં હકીકત એ છે કે અડવાણી હવે આઉટ ઓફ ડેટ છે તેમની રાજનીતિ પણ આઉટ ઓફ ડેટ છે. એમણે જલ્દી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી હરિદ્વાર ચાલ્યા જવુ જોઇએ.

બાપુનાં અધ્યાત્મજ્ઞાન કરતાં સેક્સ-જ્ઞાન ઊંડું

સેક્સ અને વાસનામાં ડૂબ્યા રહેલા સંતો‘ સામે સાચા સંતો ચૂપ કેમ ?

આસુમલ ઉર્ફે આસારામ બાપુને છેવટે કાયદો સ્પર્શ્યો ખરો. અત્યાર સુધી તેઓ ભારતના તમામ કાયદા કાનૂનને ઘોળીને પી જતા હતા. કેટલાક રાજનેતાઓ તેમના ચરણ સ્પર્શ કરતા હતા. પોલીસ તેમની કદમ બોલી કરતી હતી. તંત્ર તેમને છાવરતું હતું. કેટલાક પતિઓ તેમની પત્નીઓને બાપુની સેવામાં સ્વેચ્છાએ મોકલી આપતા હતા. બાપુને ૭૫ વર્ષની વયે પણ નીત નવી છોકરીઓનું સાનિધ્ય જોઈતું હતું. આશ્રમમાંથી બાળાઓ રહસ્યમય રીતે ગુમ થઈ જતી હતી. કેટલીક આપઘાત કરી લેતી હતી. કુંવારીકાઓ આશ્રમમાં રહે તેના થોડા જ મહિનામાં શારીરિક રીતે મહિલાઓ જેવી લાગતી હતી. ખુલ્લેઆમ વ્યભિચારનો આ બીભત્સ ખેલ ૧૬ વર્ષની એક કન્યાએ ઉઘાડો પાડી દીધો. દેશની બીજી હજ્જારો બાળાઓની જિંદગીને સગીરાએ બચાવી લીધી છે. ભારતનું મીડિયા પાકિસ્તાનમાં તાલિબાનો સામે લડતી મલાલાની પ્રશંસા કરે છે પરંતુ સંતના વસ્ત્રમાં છુપાયેલા હત્યાના આરોપી, જમીનો હડપનાર, તાંત્રિક વિધિ કરનાર, બાળકોના બલિ ચડાવનાર અને રોજ એક કુંવારિકાનું શિયળ લૂંટનાર બનાવટી હિન્દુ સંતની સામે લડનાર એક ભારતીય બાળાની હિંમતને કોઈ બીરદાવતું નથી.

ક્યાં ગયું વૈકુંઠ ?

૧૬ વર્ષની બાળાએ દિલ્હી પોલીસ સમક્ષ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી ત્યારે શરૂઆતમાં તો આસારામ રાજા પાઠમાં હતા. થોડા દિવસ પછી તેમને લાગ્યું કે સગીરા સાથે યૌન છેડછાડનો કેસ ગંભીર છે અને પોલીસ ગમે ત્યારે તેમને પકડી શકે છે ત્યારે તેમણે કહ્યું કે, ”જેલને હું વૈકુંઠ બનાવી દઈશ.” થોડા દિવસ બાદ તેમણે કહ્યું કે, મને પકડવામાં આવશે તો હું પહેલાં અન્નનો ત્યાગ કરી દઈશ પછી જળ ત્યજી દઈશ.” પરંતુ તેમણે એવું કાંઈ જ ના કર્યું. અન્ન ના ત્યજ્યું. એથી ઊલટું તેમણે આશ્રમના ભોજનની માંગણી કરી, જેલનું પાણી ના ભાવ્યું એટલે તેમણે ગંગાજલની માગણી કરી. થોડા દિવસ પછી જેલના તબીબોના બદલે તેમના આશ્રમની વૈદ્ય મહિલા સાધ્વીની સેવાની માગણી કરી અને તે પણ રોજ બે કલાક માટે. આસારામ શું પોતાની જાતને વડાપ્રધાન અને જેલને ફાઈવસ્ટાર હોટલ સમજે છે? જેલમાં તેઓ આશ્રમની જે મહિલા સાધ્વી – વૈદ્યની માગણી કરે છે તે પૂનાથી આવેલી છે અને તેનો પતિ અનેકવાર તેને લેવા આવ્યો પણ તે પાછી તેના ઘરે જતી જ નથી.

આવા હિન્દુ સંતો ?

હિન્દુ ધર્મના કરોડો પ્રેમીઓને આસારામ બાપુએ આઘાત બક્ષ્યો છે. આવો ધંધો કરનારા તેઓ એકલા નથી. તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ ગોપીઓનો શોખીન છે. પેઢમાલાના જંગલોની ભીતર તેના ગુપ્ત આશ્રમમાં તે અનેક છોકરીઓ રાખતો હતો. પોતાની જાતને કૃષ્ણ અને છોકરીઓને ગોપીઓ કહેતો હતો, તે પછી નારાયણ સાંઈ તેમની સાથે લીલા કરતો હતો. વ્યભિચાર કરવા માટે પણ દેશના ૭૦ કરોડ હિન્દુઓના પૂજ્ય ભગવાન શ્રીકૃષ્ણના નામનો ઉપયોગ કરતા આવા લંપટ લોકો સામે આખો સમાજ નિઃસહાય અને તંત્ર પણ લાચાર છે તે જોઈને આશ્ચર્ય થાય છે. આવા લોકોનાં ચરણ સ્પર્શ કરનારો પણ એક વર્ગ છ, તે જોઈને વધુ ચોંકી જવાય છે. શિક્ષણ અને જાગૃતિ વધવા છતાં હિન્દુ સંતના નામે સેક્સ મેનિઆક લોકો હિન્દુ બાળાઓને તેમની વાસનાનો શિકાર બનાવી રહ્યા છે અને વિશ્વના એક પ્રાચીન ધર્મને લાંછન બક્ષી રહ્યા છે. હરિદ્વાર અને કાશીમાં બેઠેલા કેટલાક બાવાઓ નીત નવી છોકરીઓને શોધતા અને હિન્દુ બાળાઓનું શારીરિક શોષણ કરતાં ડ્રેકૂલાઓના બચાવમાં મેદાનમાં આવ્યા છે. હિન્દુ ધર્મના કસ્ટોડિયન બની બેઠેલા વિશ્વ હિન્દુ પરિષદના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ પણ આસારામ સામે ચૂપ છે, કારણ કે તેમને હિન્દુ દીકરીઓના શિયળના રક્ષણ કરતાં સત્તાના રાજકારણમાં વધુ રસ છે.

બાપુનું સેક્સ જ્ઞાન

 ભારતના કેટલાક સાધુ સંતોને હવે પૂજા-પ્રાર્થના, સાધના, અનુષ્ઠાન કે ઉપાસના કરતા સેક્સ, સીડી અને પોલિટિક્સમાં વધુ રસ છે. દા.ત. આસારામ બાપુ જાહેર પ્રવચનો વખતે જ સેક્સ વિશે વાતો કરતાં જરા પણ શરમાતા નથી. તાજેતરમાં યુ ટયૂબ પર મુકાયેલી કેટલીક વીડિયોમાં આસારામ બાપુ એવું કહેતા સાંભળવામાં આવે છે કે ”અમાવસ્યા, પુર્નિમા, શિવરાત્રી અને હોળીના દિવસે સેક્સ ના કરો. આ દિવસે સેક્સ કરશો અને ગર્ભ રહેશે તો બાળક અપંગ જન્મશે.” બાપુ એથીયે આગળ વધીને કહે છેઃ ”અને ધારો કે બાળક ના રહ્યું તો પણ ઈન્ટરકોર્સ કરનાર પુરુષ નપુંસક થઈ જઈ શકે છે.” આસારામ પોતાનું સેક્સ વિશેનું જ્ઞાન પ્રર્દિશત કરતાં કહે છે કે, ”દિવસે ૧૦-૩૦થી ૨-૩૦ વાગ્યા સુધી ગર્ભ રહે તો બાળક બુદ્ધિમાન જન્મશે.” આસારામ બાપુએ હસ્તમૈથુન અને સજાતીય સંબંધો પર પણ પોતાનું જ્ઞાન પ્રકાશેલું છે. આવા સેક્સના જ્ઞાની આસારામે અગાઉ મર્દાનગી વધારવાના પ્રયોગો પણ દર્શાવેલા છે. એક સંતના મુખે ઈશ્વરની પ્રાપ્તિના અધ્યાત્મય જ્ઞાનની વાતોના બદલે સેક્સની વાતો કેટલી શોભનીય છે તે બાકીના સાચા હિન્દુ સંતોએ વિચારવા જેવી છે. હિન્દુ પરિવારો તેમની પત્નીઓ, પુત્રીઓ કે બહેનોને સેક્સનું જ્ઞાન પ્રાપ્ત કરવા સંતોની સભાઓમાં મોકલતા નથી.

બાપુનાં અધ્યાત્મજ્ઞાન કરતાં સેક્સ-જ્ઞાન ઊંડું

બીજા સેક્સી સાધુઓ

વર્ષો પહેલાં ગુજરાતના દહેગામમાં પણ એક હિન્દુ મંદિરના ગાદીપતિએ અમદાવાદના એક પ્રતિષ્ઠિત પરિવારની પુત્રવધૂને અને તે પછી તેની ભાભીને પણ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી અને પત્નીએ બધી વાત કહી દેતાં તેના પતિએ પોતાની પત્ની અને મંદિરના ગાદીપતિના સેક્સ સંબંધની સીડી ઉતારી ગાદીપતિના વ્યભિચારને ઉઘાડો પાડી દેવાની હિંમત કરી હતી. આવા જ બીજા એક સેક્સી સાધુ નિત્યાનંદ છે. બેંગલોર નજીક બિડાડી ખાતે આવેલા ધ્યાનપ્રિયા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વામી નિત્યાનંદ એક તામિલ અભિનેત્રી સાથે રંગરેલિયા મનાવતા હતા અને તે દૃશ્યના વીડિયો ફૂટેજ એક ટીવી ચેનલ પર પ્રર્દિશત થતાં ભારે હોહા મચી ગઈ હતી. આ સ્વામીની એક આરતી રાવ નામની એક શિષ્યાએ સ્વામી સામે યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. સ્વામીની ધરપકડ થઈ હતી પરંતુ ૫૩ દિવસમાં જ તેઓ છુટી ગયા હતા. એવી જ રીતે ૨૦૦૬માં વિકાસ જોશી ઉર્ફે સ્વામી વિકાસાનંદ પણ એક સેક્સકાંડમાં પકડાયા હતા. ત્રણ સ્ત્રીઓ જેમાંથી એક તો સગીરા હતી તેની સાથેના સંબંધો અને ૬૦ જેટલી સેક્સી સીડીઓ સાથે તેઓ પકડાયા હતા. ‘રેબેન’ ગ્લાસ પહેરતા સ્વામી વિકાસાનંદ પ્રવચનો આપતા હતા અને તેમની જ શિષ્યાઓ સાથે સેક્સ માણતા હતા. હવે તેઓ જેલમાં છે. એવી જ રીતે દિલ્હી સ્થિત શ્રીમુરથ દ્વિવેદી ઉર્ફે ઈચ્છાધારી સંત સ્વામી ભીમાનંદ મહારાજ ચિત્રકૂટવાલે છ સ્ત્રીઓ, અને બે એરહોસ્ટેસો સાથે પ્રોસ્ટિીટયૂશન રેકેટ ચલાવતાં પકડાયાં હતા.

આવા તો અનેક કિસ્સા છે. હિન્દુ સંતોને થયું છે શું ? સાચા સંતો મૌન કેમ છે ?

કોંગ્રેસ-ભાજપનાં ૯ વર્ષ ક્યા ખોયા-ક્યા પાયા?

યુપીએ-૨ સરકારે ડો. મનમોહનસિંહના નેતૃત્વ હેઠળ નવ વર્ષ પૂરાં કર્યાં. વિપક્ષો દ્વારા કમજોર વડાપ્રધાનનું બિરુદ પામેલા ડો. મનમોહનસિંહ જ એક એવા વડાપ્રધાન છે કે જેમણે જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પછી આટલા લાંબા સમય સુધી વડાપ્રધાનપદ સંભાળ્યું છે. તેમની નબળાઈઓ બાબતે કોઈ લાખ ટીકાઓ કરે, પરંતુ તેમની પ્રામાણિકતાને કોઈ પડકારી શકે તેમ નથી. તેઓ રાજનીતિમાં હોવા છતાં પણ બિનરાજકીય વ્યક્તિ જ રહ્યા. તેમને કોઈકે ચોર કહ્યા છતાં કોઈનીયે પ્રત્યે બદલાની ભાવના તેમણે દાખવી નહીં. તેમના કામ દરમિયાન તેમના કેટલાયે સાથીઓ પર ભ્રષ્ટાચારના આરોપો થયા, પરંતુ ડો. મનમોહનસિંહની વ્યક્તિગત છબી સ્વચ્છ રહી.

કોંગ્રેસ-ભાજપનાં ૯ વર્ષ ક્યા ખોયા-ક્યા પાયા?

શાસક પક્ષની સિદ્ધિઓ

સત્તા પર બેઠેલા માણસની હંમેશાં ટીકા થતી હોય છે, પરંતુ તેમણે કરેલાં કેટલાંક કાર્યો પર લોકોની નજર ભાગ્યે જ જતી હોય છે. વિપક્ષો તેમને કમજોર વડાપ્રધાન કહે છે તે જ ડો. મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની સરકારમાં (૧) રાઈટ ટુ ઇન્ફર્મેશન- માહિતીનો અધિકાર લોકોને મળ્યો. જેના કારણે યુપીએ સરકાર ખુદ અનેક વાર મુશ્કેલીમાં આવી. (૨) વડાપ્રધાનને નબળો કહેનારાઓએ એ સત્ય પણ સ્વીકારવું જોઈએ કે અમેરિકા સાથે પરમાણુ કરાર પણ ડો. મનમોહનસિંહના મક્કમ વલણને કારણે જ શક્ય બન્યો. બાકી પરમાણુ કરાર મુદ્દે ડાબેરીઓએ સરકારનો સાથ છોડી દીધો હોવાથી સરકાર પર જોખમ સર્જાયું હતું. (૩) દેશના દરેક બાળકને શિક્ષણનો અધિકાર

(૪) ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના

(૫) પેટ્રોલિયમ પદાર્થો પર સબસિડી ખતમ કરવાનો નિર્ણય (૬) ખાદ્ય સુરક્ષા વિધેયક (૭) પેન્શન બિલ (૮) ભૂમિ અધિગ્રહણ કાનૂન અને (૯) બળાત્કાર વિરોધી કડક કાનૂન પણ ડો. મનમોહનસિંહની સરકારે જ આપ્યો. (૧૦) યુપીએના શાસન દરમિયાન હાઉસિંગ, ટેલિફોન અને સડકની સ્થિતિમાં સુધારો થયો.

કેટલાક વિવાદો

યુપીએ -૨ સરકાર બન્યા બાદ એક પછી એક એમ વિવાદો પણ આવતા રહ્યા (૧) સહુથી પહેલાં તો અમેરિકા સાથે ન્યુક્લિઅર ડીલ વખતે વિવિધ આરોપો લગાવી ડાબેરીઓએ સરકારને સમર્થન પાછું ખેંચી લીધું. (૨) યુપીએ -૧ સરકાર વખતે વિશ્વાસનો મત લેતી વખતે ભાજપે નોટોનાં બંડલો રજૂ કરી કેશ ફોર વોટ સ્કેન્ડલ ઉઘાડું પાડી બધાંને ચોંકાવી દીધા. (૩) સીવીસીની નિમણૂકના મુદ્દે સરકાર વિવાદોમાં રહી અને પાછળથી સીવીસીને હટાવવા પડયા. (૪) ટુ-જી સ્પેક્ટ્રમ ગોટાળાએ યુપીએ-૨ સરકારને હલાવી દીધી. સંદેશા વ્યવહાર મંત્રી એ. રાજાને હટાવવા પડયા. (૫) તે પછી કોલસા બ્લોક વિતરણમાં ગોટાળાનો મામલો સામે આવ્યો. કોલસાની ખાણોનું લિલામ ન કરવાને કારણે સરકારની તિજોરીને રૃપિયા ૧ લાખ ૮૬ હજાર કરોડનું નુકસાન થયું. (૬) રિટેઈલ ક્ષેત્રમાં એફડીઆઈ લાવવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી નારાજ થઈ ગયાં અને સરકાર સાથે નાતો તોડી નાંખ્યો. (૭) શ્રીલંકાના તમિલોના મુદ્દે ડીએમકેએ પણ યુપીએ સરકાર સાથેનો નાતો તોડી નાંખ્યો. (૮) વિપક્ષે સરકાર સામે મોરચો ખોલીને જેપીસીના અધ્યક્ષને હટાવવાની માંગણી કરી. (૯) લોકપાલ અંગે અણ્ણાના આંદોલનની આંધી અને (૧૦) ભ્રષ્ટાચારના આરોપોના કારણે સરકારના બે મંત્રીઓ પવનકુમાર બંસલ અને અશ્વિનીકુમારે રાજીનામાં આપવાં પડયાં.

પ્રતિષ્ઠાને નુકસાન

આમ જોવા જઈએ તો યુપીએ-૨ સરકારે લોકસભામાં પોતાની બહુમતી જાળવી રાખવા અનેક ઉતાર-ચડાવમાંથી પસાર થવું પડયું છે. યુપીએ -૨ સરકારે પોતાના સાથીઓ ગુમાવ્યા અને લોકસભામાં ડો. મનમોહનસિંહની બહુમતી ખતમ થઈ ગઈ હોવા છતાં સોનિયા ગાંધીની રાજકીય ચતુરાઈથી પસંદ થયેલા ડો. મનમોહનસિંહના નામ પર જ લોકસભામાં સરકારને વ્યાવહારિક બહુમતી મળતી રહી. ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસે સમર્થન પાછું ખેંચ્યું તોપણ ડો. મનમોહનસિંહની સ્વીકાર્યતામાં કોઈ કમી આવી નહીં. એની પાછળ તેમનો સરળ સ્વભાવ અને સાદગીભર્યું વ્યક્તિત્વ પણ એટલું જ જવાબદાર છે. હા, ડો. મનમોહનસિંહનાં આ જમાં પાસાં હોવા છતાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન જે કૌભાંડો બહાર આવ્યાં તેમણે યુપીએ-૨ સરકારની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું. છેલ્લે છેલ્લે તેઓ સ્વયં ઇમાનદાર પણ નિઃસહાય વડાપ્રધાન જેવા લાગ્યા. ટુ-જી સ્પેક્ટ્રમ, ઇસરો, હેલિકોપ્ટર ખરીદીમાં પ્રત્યક્ષરૃપે તેમની કોઈ જવાબદારી નહોતી. વળી, કોલસા ગોટાળાએ તેમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું. હા, જે કાંઈ થયું તે ડો. મનમોહનસિંહની ખુલ્લી અને ઉદારીકરણની નીતિને કારણે જ થયું અને તેનો લાભ કેટલાક નફાખોરોએ ઉઠાવ્યો. દેશનો રૃપિયો ડોલરના મુકાબલે ઘસાયો તે માટે કેટલાક લોકો ડો. મનમોહનસિંહ અને નાણામંત્રી ચિદમ્બરમ્ને જવાબદાર ઠેરવે છે, પરંતુ બીજી વાસ્તવિકતા એ પણ છે કે સમગ્ર એશિયાનું ચલણ ડોલરના મુકાબલે નબળું પડયું છે. વળી, અમેરિકાનું અર્થતંત્ર સુધરતાં વિદેશી મૂડીરોકાણકારો તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે તે પણ એક કારણ છે. ડો. મનમોહનની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ વડાપ્રધાન હોત તોપણ આ જ પરિસ્થિતિ ઊભી થાત.

વિપક્ષે વેડફ્યાં વર્ષો

યુપીએ-૧ અને ૨ સરકારોની આલોચના થઈ શકતી હોય તો એવી જ ટીકા વિપક્ષોની પણ થઈ શકે તેમ છે. યુપીએ સરકારના નવમા વર્ષની વર્ષગાંઠની ચર્ચા થાય છે પણ જેની ચર્ચા થતી નથી તે મુખ્ય વિપક્ષ તરીકે ભાજપનાં નવ પૂરાં થયાં તેની પણ છે. લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા પણ મહત્ત્વની રહે છે. અગાઉ એલ. કે. અડવાણી લોકસભામાં વિપક્ષના નેતા હતા. તેમણે મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરવાના બદલે મુદ્દાઓને સડક પર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોહંમદ અલી ઝીણાના પ્રકરણમાં તેઓ ફસાઈ ગયા અને તેમની ખુદની મહત્ત્વાકાંક્ષા પ્રગટ થઈ ગઈ. આટલાં વર્ષો સુધી ભાજપ સ્વયંપ્રકાશિત બનવાને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવકના ગર્ભનાળમાંથી તે મુક્ત થઈ શક્યો નથી. આ વાત ભાજપની તાકાત બનવાને બદલે તેની મર્યાદા બની ગઈ છે. અટલ બિહારી વાજપેયીના સમયગાળા દરમિયાન ભાજપની જે સ્વીકાર્યતા વધી હતી તે ખોવાઈ ગઈ. એ જ રીતે યુપીએ-૨ સરકારની રચના પછી ભાજપે બીજા પક્ષોની સાથે રહીને સંસદમાં ઉત્કૃષ્ટ ચર્ચા જ થવા ન દીધી. વારંવાર બૂમરાણો મચાવીને લોકસભામાં ચર્ચાને બદલે ગૃહને સ્થગિત કરાવી દઈ પ્રજાના અબજો રૃપિયા વેડફી નાંખ્યા. વારંવાર વોકઆઉટ કર્યાં અને કામ રોકોવાળી પાર્ટી બની ગઈ. સંસદની ગરિમાને ભાજપે જ ભારે નુકસાન પહોંચાડયું. પાછલાં નવ વર્ષ દરમિયાન વિપક્ષ તરીકે ભાજપ સંસદમાં જ નહીં પરંતુ સડક પર પણ અસફળ રહી.

હવે શું થશે?

૨૦૦૯ની ચૂંટણીઓ પૂર્વે યુપીએ સરકારની મનરેગા યોજના અને ખેડૂતોની દેવામાફીએ તેમની જીતનો રસ્તો સાફ કરી દીધો હતો. હવે ખાદ્ય સુરક્ષા વિધેયક અને ‘આપ કા પૈસા આપ કે હાથ’ યોજના પર યુપીએ-૨એ દાવ અજમાવ્યો છે. હાલ તો સરકાર સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીના ટેકાથી ટકી રહી છે, પરંતુ વિપક્ષ સતત આક્રમક બનતો જાય છે અને સરકારને શ્વાસ પણ લેવા દેતો નથી.કેટલીક વિસંગતિઓથી એવો ભ્રમ પેદા થયો છે કે સરકાર સમય પહેલાં ચૂંટણી લાવી શકે છે પણ એ માત્ર અટકળો જ છે. 

વેલકમ ટુ જર્મની

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ભારતના લોકો સાહસિક છે. ખાસ કરીને ગુજરાતના લોકો એથીયે વધુ સાહસિક છે. આજથી ૪૦૦ વર્ષ પહેલાં ખેડા જિલ્લાના પાટીદારો અને કચ્છના લોકો સઢવાળાં વહાણોમાં બેસીને રોજી રળવા આફ્રિકા ગયા હતા. કેટલાક ગુજરાતીઓ જાવા-સુમાત્રા અને મસ્કત ઓમાન ગયા હતા. તે પછી હજારો યુવાનો અમેરિકા જઈ સ્થાયી થયા. અમેરિકામાં ન્યૂ જર્સી સ્ટેટ ગુજરાતીઓથી છલકાય છે. લંડનમાં વેમ્બલી એક નાનકડું ગુજરાત જ છે. તે પછી રોજી રળવા હજારો ગુજરાતી યુવાનો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા છે. યુરોપના દેશોએ બહારથી આવતા વસાહતીઓ માટે પ્રવેશનાં ધોરણો કડક બનાવ્યાં છે અને અમેરિકા પણ વિઝા પ્રક્રિયાને સખ્ત બનાવી રહ્યું છે, ત્યારે યુરોપનો એકમાત્ર દેશ જ એવો છે કે જે વેલકમનું બોર્ડ લગાવી રહ્યો છે અને તે દેશ છે જર્મની.

વેલકમ ટુ જર્મની

જર્મની નામ પડતાં જ લોકોને એડોલ્ફ હિટલરની યાદ આવી જાય, પરંતુ આજનું જર્મની એ હિટલરનું જર્મની નથી. ૬૦ લાખ યહૂદીઓની કત્લ કરી નાખનાર જર્મની હિટલરના પ્રકરણને ભૂલી જવા માંગે છે. અમેરિકા અને રશિયા વચ્ચેનું શીતયુદ્ધ સમાપ્ત થઈ જતાં પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એક થઈ ચૂક્યા છે. બર્લિનના શહેર વચ્ચેની દીવાલ તૂટી ગઈ છે. જર્મનીના લોકો મહેનતકશ છે. દુનિયાભરમાં વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે જર્મનીમાં વસ્તી વધી રહી છે. જર્મનીમાં કુશળ કારીગરો અને મજૂરોની તીવ્ર તંગી પેદા થઈ છે. આ કારણથી જર્મનીમાં પ્રવેશ માટેના વિઝામાં હવે ઉદાર ધોરણો અપનાવવામાં આવી રહ્યાં છે.

જર્મનીમાં તબીબોની પણ તંગી ઊભી થઈ છે. ટર્કી જેવા દેશોમાંથી ભણીને આવતા યુવાન ડોક્ટરોને તે ઝડપથી વિઝા આપે છે,શરત એટલી જ છે કે તમારે બે મહિનામાં જર્મની શીખી લેવાનું. જર્મનીમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ નહિવત્ છે. અંગ્રેજી ભાષાનો ઉપયોગ એરપોર્ટ પર, હોટેલોના રિસેપ્શન કાઉન્ટર્સ પર અને ટૂરિસ્ટ સેન્ટર્સ પૂરતો જ મર્યાદિત છે. બાકી બધો જ વ્યવહાર જર્મન ભાષામાં ચાલે છે. જર્મનીમાં વર્ષોથી લાખો ટર્કીશ લોકો રહે છે. અત્યાર સુધી જર્મન સત્તાવાળાઓ ટર્કીશ લોકો પ્રત્યે સારું વલણ દાખવતા નહોતા. હવે ડોક્ટરો અને એન્જિનિયરોની તંગી વર્તાતાં જર્મનીના શાસકોના એ વલણમાં પરિવર્તન આવ્યું છે.

કહેવાય છે કે જર્મનીમાં રહેતો દરેક પાંચમો અને સ્કૂલમાં ભણતો દર ત્રીજો વિદ્યાર્થી જર્મનીની બહારથી આવેલો વસાહતી છે. જર્મનીના વડાને ચાન્સેલર કહેવાય છે. આપણે તેને વડાપ્રધાન કહી શકીએ. જર્મનીના ચાન્સેલર તરીકે હાલ શ્રીમતી એન્જેલા માર્કેસ છે. તેઓ આખાબોલા અને રૂઢિચુસ્ત પણ છે. આગામી સપ્ટેમ્બર માસમાં જર્મનીમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શ્રીમતી એન્જેલા માર્કેસ તેમની નીતિઓ વધુ ઉદાર બનાવવા માગતાં હોય તેમ લાગે છે.

કેટલાક દાયકાઓ અગાઉ જર્મનીમાં બેકારીનું પ્રમાણ વધુ હતું અને ઇમિગ્રેશનના કાનૂન સખત હતા. અગાઉની ચૂંટણી લડતી વખતે શ્રીમતી એન્જેલા માર્કેસની પાર્ટીનું સૂત્ર હતું, ‘children Instead of indian’ એ સૂત્ર પર જ ચૂંટણી જીત્યા હતાં. હવે ભારતીયોને નકારવાના બદલે આવકારવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. ભારતની શિક્ષણ પદ્ધતિની કોઈ ગમે તેટલી ટીકા કરે, પરંતુ ભારતનો વિદ્યાર્થી ખૂબ પરિશ્રમ કરે છે, ખૂબ હોશિયાર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ એક વખત અમેરિકાના વિદ્યાર્થીઓને ચેતવણી આપતાં કહ્યું હતું, “ભારતના હોશિયાર વિદ્યાર્થીઓથી સાવધાન રહેજો. કહેવાનો મતલબ હતો કે ક્યાંક તમારી નોકરીઓ ભારતના હોશિયાર યુવાનો લઈ ના જાય.” હવે જર્મની પણ સ્વાગતમ્નું બોર્ડ લટકાવી રહ્યું છે. ૧૯૯૦માં પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એક થઈ ગયા બાદ તેની અસર જર્મનીના અર્થતંત્ર પર થઈ છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં જર્મનીમાં ૫૪ લાખ જેટલા કુશળ કારીગરો, મજૂરોની તંગી ઊભી થશે. ૨૦૧૧ સુધીમાં યુરોપિય યુનિયનમાંથી ત્રણ લાખ લોકો જર્મનીમાં સ્થળાંતર કરીને આવ્યા છે. ખાસ કરીને પોલેન્ડ જેવા દેશોમાંથી સૌથી વધુ વસાહતીઓ જર્મનીમાં આવ્યા છે. જર્મની પણ તેની સૌથી ખરાબ અમલદારશાહી માટે જાણીતો દેશ રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની સાવ ખતમ થઈ ગયું હતું ત્યારે તેને ફરી ઊભું કરવા હજારો કામદારો અને કારીગરો ઇટાલી, ગ્રીસ અને ટર્કી જેવા દેશોમાંથી જર્મીનીમાં આવ્યા હતા, પરંતુ જર્મન અમલદારોએ તેમને ના તો જર્મન ભાષા શીખવામાં મદદ કરી કે ના તો તેમને જર્મનીના એક હિસ્સા તરીકે સ્વીકાર્યા. આમ છતાં મોટાભાગના વસાહતીઓએ આપમેળે બધું શીખી લીધું.

એવી રીતે ૧૯૭૦માં ઓઇલ ક્રાઇસીસ વખતે બેકારી વધવાના ડરથી જર્મનીએ બહારથી આવતા વસાહતીઓ અને મહેમાનો માટે પણ પ્રવેશબંધી ફરમાવી દીધી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. ૨૦૦૦ની સાલથી જર્મનીનું જોબ માર્કેટ સુધર્યું છે. કારીગરો અને લેબરની તંગી ઊભી થવા માંડી. પરિણામે ચીનથી હેલ્પવર્કર્સ લાવવા પડયા. ફિલિપાઇન્સથી પણ હેલ્પવર્કર્સ લાવવા પડયા. તેમાં નર્સો અને પેરા મેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ મહિનાથી જ જર્મનીએ તેના ઇમિગ્રેશન કાનૂનમાં ૪૦ ટકા જેટલી છૂટછાટો આપી છે. મધ્યમ કુશળ કારીગરો માટેના પ્રતિબંધો હળવા કર્યા છે. જર્મનીમાં આજે ટ્રેન ચલાવનાર ડ્રાઇવરો અને ઇલેક્ટ્રિશિયનોની સખત તંગી છે. એમાંયે ડોક્ટરો અને એન્જિનિયરો જેવા અતિ કુશળ લોકો માટે જર્મનીએ તેના ઇમિગ્રેશન કાનૂન સૌથી વધુ ઉદાર બનાવ્યા છે.

જર્મનીમાં બધો જ વ્યવહાર જર્મન ભાષામાં ચાલતો હોઈ ડોક્ટરો કે એન્જિનિયરોએ પણ જર્મની શીખવું જરૂરી છે. આ કારણસર જર્મનીએ બીજા દેશોમાં પણ જર્મન ભાષા શીખવાના અભ્યાસક્રમો શરૂ કર્યા છે. હા, જર્મન ભાષા આવડતી ના હોય તો ડોક્ટરે પણ ત્યાં ટેક્સી ડ્રાઇવર તરીકે જ કામ કરવું પડે. જર્મનીની યુનિર્વસિટીઓમાં ભણીને ત્યાં જ નોકરી મેળવવી એ વધુ સુવિધાજનક છે. સ્પેનથી આવેલો હોટેલ કર્મચારી કહે છે કે સ્પેન કરતાં જર્મનીમાં નોકરી મેળવવી સરળ છે. જર્મનીમાં વસાહતીઓની સંખ્યા વધતાં ૨૦૧૧માં પહેલી જ વાર જર્મનીમાં વસ્તી વધારો દેખાય છે.

એ વાત સાચી છે કે બિન યુરોપિયન દેશોમાંથી આવતા લોકોને જર્મન પ્રજાએ આજ સુધી જર્મન તરીકે સ્વીકાર્યા નથી, પછી ભલે તે વર્ષોથી રહેતા હોય. એ જ રીતે જર્મનીની સ્કૂલોમાં પણ જર્મન સ્કૂલ ટીચર્સ બિન જર્મન વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખતા આવ્યા છે. જર્મન સત્તાવાળાઓ આજ સુધી બહારથી આવતા વસાહતીઓને સરકારી કચેરીઓમાં, પોલીસમાં અને મીડિયામાં નોકરીઓ આપતા નથી. વસાહતીઓને ગંદામાં ગંદા સ્થળે રહેવાની ફરજ પડે છે.

રહેઠાણોની બાબતમાં પણ અસલી જર્મનો બિન જર્મનો સાથે ભેદભાવ રાખતા આવ્યા છે. આ પણ જર્મનીની એક કડવી વાસ્તવિકતા છે. ત્યારે નવા વસાહતીઓને આમંત્રણ આપવાનું જર્મનીનું વલણ કેટલું વાસ્તવિક અને સામાજિક રીતે ન્યાયપ્રિય છે તે આવનારો સમય કહેશે.

આ પરિપ્રેક્ષ્યમાં જર્મની તેની કારીગરો, મજૂરો અને ડોક્ટરો કે એન્જિનિયરોની તંગી પૂરી કરવા તેના પ્રવેશદ્વાર ખોલી રહ્યું છે. ત્યારે જર્મનીનાં ચાન્સેલર શ્રીમતી એન્જેલા માર્કેસે તેમના રૂઢિચુસ્ત સાથીઓને મનાવવા ભારે પરિશ્રમ કરવો પડશે. દેખાય છે તેટલું આસાન નથી. અગાઉના ચાન્સેલર ગેર્હાર્ડ શ્રોએડરે વસાહતીઓને જર્મન નાગરિકો બનાવવાની શરૂઆત કરી હતી, પરંતુ જર્મનીમાં રહેતો એક મોટો રૂઢિચુસ્ત વર્ગ તેનો વિરોધ પણ કરતો હતો. આ સંજોગોમાં જર્મની જવા માગતા ભારતીયોએ સાવધાનીપૂર્વક તેના પ્લસ અને માઇનસ પોઇન્ટ વિચારીને જ આગળ વધવું.

www.devendrapatel.in

પુષ્ય, ચક્રવર્તી એટલે શું બોલો, હું ચક્રવર્તી નથી?

ભગવાન મહાવીર

ભગવાન મહાવીરની સાધનાનું એ બીજું વર્ષ હતું. એ વખતે થૂણાક ખાતે પુષ્ય નામનો સામુદ્રિક શાસ્ત્રનો નિષ્ણાત પંડિત રહેતો હતો. દૂર દૂરથી લોકો પોતાનું ભવિષ્ય જાણવા તેની પાસે આવતા હતા. એક દિવસ ફરતાં ફરતાં તે ગંગાના કિનારે પહોંચી ગયો. એ સ્થળે નદીના તટ પર કોઈના પગલાં જોઈ તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. એ મનમાં જ બોલી ઊઠયોઃ ”આ ચરણચિહ્ન તો કોઈ ચક્રવર્તીના જ છે, સાધારણ માનવી કે સાધારણ રાજાનાં પણ નહીં.”

એને પોતાના સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાન પર ગર્વ હતો. પોતે સાચો છે એ પૂરવાર કરવા એ ચરણચિહ્નો અનુસાર આગળ વધતાં વધતાં થૂણાક પહોંચ્યો. એણે જોયું તો સામે એક વ્યક્તિ ધ્યાન મુદ્રામાં જ ઊભી હતી. આ ચરણચિહ્ન એ વ્યક્તિનાં જ છે એ એણે નક્કી કરી લીધું. હવે તે ભગવાન મહાવીરની સામે ઊભો હતો. એણે ફરી એ ધ્યાનસ્થ વ્યક્તિ પર નજર નાંખીઃ ”લક્ષણ દર્શાવે છે કે આ વ્યક્તિ ચક્રવર્તી છે પણ તેની પરિસ્થિતિ તો દર્શાવે છે કે કોઈ પદયાત્રી ભિક્ષુક જ છે.”

પુષ્ય, ચક્રવર્તી એટલે શું બોલો, હું ચક્રવર્તી નથી?

પુષ્યએ અભિવાદન કરતાં પૂછયું : ”ભન્તે ! આપ અહીં એકલા કેમ છો?”

ભગવાન મહાવીરે કહ્યું : ”આ જગતમાં જે આવે છે, તે એકલો જ હોય છે અને એકલો જ જાય છે.”

”નહીં ભન્તે! હું તત્ત્વની ચર્ચા કરવા માંગતો નથી. હું વ્યવહારની વાત કરી રહ્યો છું.”

ભગવાન મહાવીરે કહ્યું : ”વ્યવહારની ભૂમિકા પર હું એકલો ક્યાં છું?”

”ભન્તે! આપ પરિવાર વિનાના છો તેથી તમે એકલા નથી શું ?”

”મારો પરિવાર મારી સાથે છે.”

”ક્યાં છે, આપનો પરિવાર?”

મહાવીર બોલ્યાઃ ”સંવર (નિર્વિકલ્પ ધ્યાન) મારા પિતા છે. અહિંસા મારી માતા છે. બ્રહ્મચર્ય મારો ભાઈ છે.અનાસક્તિ મારી બહેન છે. શાંતિ મારી પ્રિયા છે. વિવેક મારો પુત્ર છે. ક્ષમા મારી પુત્રી છે. ઉપશમ્ મારું ઘર છે. સત્ય મારો મિત્ર છે. મારો આખોય પરિવાર નિરંતર મારી સાથે જ રહે છે, તો પછી હું એકલો કેવી રીતે ?”

પુષ્ય બોલ્યોઃ ”ભન્તે! મને ઉલઝનમાં ના નાંખો. મારી દ્વિધા એ છે કે આપના શરીરના લક્ષણ મહાન ચક્રવર્તી જેવાં છે પરંતુ આપનું જીવન સાધારણ વ્યક્તિ જેવું છે. શું મારું જ્ઞાન ખોટું કે આપ ચક્રવર્તી નથી?”

ભગવાન મહાવીરે કહ્યું : ”પુષ્ય? મને એ કહો કે ચક્રવર્તી કોણ હોય છે?”

”જેની આગળ આગળ ચક્ર ચાલે.”

”ચક્રવર્તી કોણ હોય છે?”

”જેની પાસે બાર યોજનમાં ફેલાયેલી સેનાને ત્રાણ દેવાવાળું છત્રરત્ન હોય.”

”ચક્રવર્તી કોણ હોય છે?”

”જેની પાસે એવું ચર્મરત્ન હોય જેનાથી સવારે વાવવામાં આવેલું બીજ સાથે પાકી જાય.”

ભગવાન મહાવીર બોલ્યાઃ ”પુષ્ય, તમે ઉપર-નીચે, આસ-પાસ- ક્યાંય પણ જુઓ, ધર્મચક્ર મારી આગળ પાછળ ચાલી રહ્યું છે, જે સમસ્ત માનવજાતિને ત્રાણ દેવામાં સમર્થ છે. ભાવના મારું ચર્મરત્ન છે, જેમાં જે ક્ષણે બી વાવવામાં આવે તે જ ક્ષણે તે પાકી જાય છે. બોલો, હવે હું ચક્રવર્તી નથી શું ?શું તમારા સામૂહિક શાસ્ત્રમાં ધર્મ-ચક્રવર્તીનું અસ્તિત્વ જ નથી?”

પુષ્ય ભગવાન મહાવીરની વાણી સાંભળી સ્તબ્ધ થઈ ગયો. શાંત થઈ ગયો. તે બોલ્યોઃ ”ભન્તે! તમે બહુ જ સારું કર્યું. મારી દ્વિધા હવે દૂર થઈ ગઈ. મારું મન પણ હવે શાંત થઈ ગયું.”

ભગવાને એક દિશામાં વિહાર કર્યો પુષ્ય જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં એક નવા જ્ઞાનની પ્રાપ્તિ સાથે રવાના થઈ ગયો.

ભગવાન દીક્ષિત થયા ત્યારે તેમની પાસે કેવળ એક જ વસ્ત્ર હતું. કેટલાંક દિવસો બાદ તેને પણ છોડી દીધું. અલબત્ત તીર્થ પ્રવર્તન બાદ તેમણે નિગ્રંન્થોને સીમિત વસ્ત્ર અને પાત્ર રાખવાની જ અનુમતી આપી હતી. સમ્રાટ શ્રેણિકના પુત્ર મેઘકુમારને તેમણે જ્યારે દીક્ષા આપી ત્યારે તેમણે કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે સૂઈ જવું, કેવી રીતે બોલવું અને કેવી રીતે ખાવું તેની પણ શિક્ષા આપી.

કેટલાક વિદ્વાનો માને છે કે ભગવાન મહાવીરે યજ્ઞો અને કર્મકાંડોમાં નવા સંશોધનો કરી તેઓ ક્રાંતિકારી ધર્મનેતાના સ્વરૂપમાં ઉભર્યા. પરંતુ મુનિ નથમલનું માનવું છે કે એ સમયગાળામાં શ્રમણ પરંપરા અને વૈદિક-એ બંને ભવ્ય ભારતીય પરંપરાઓ સ્વતંત્ર શાખાઓના રૂપમાં વિકસીત હતી. બંને વચ્ચે ભગિનીનો સંબંધ હતો, માતા અને પુત્રીનો નહીં. ભગવાન મહાવીર સમન્વયવાદી હતા. તેઓ બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે ચાલી આવતી દીર્ઘકાલીન કટુતાને સમાપ્ત કરવા માંગતા હતા. તેમણે બ્રાહ્મણોને પ્રધાનતા બક્ષી – એક જાતિના રૂપમાં નહીં પરંતુ એક વ્યક્તિના રૂપમાં. જાતિય ભેદભાવ તેમને માન્ય નહોતા! તેમના શાસનમાં દાસ, શૂદ્ર અને ચાંડાલ જાતિના લોકોને પણ દીક્ષા અપાઈ અને તેમને બ્રાહ્મણોને સમાન ઉચ્ચતા બક્ષી.

એ સમયે વારાણસીમાં એક યજ્ઞા ચાલતો હતો. યજ્ઞાના યજમાન વિજયઘોષ હતા. ત્યાં જયઘોષ મુનિ જઈ ચડયા. વિજયઘોષ પણ બ્રાહ્મણ હતા. અને જયઘોષ મુનિ પણ બ્રાહ્મણ હતા. મુનિ જયઘોષ યજ્ઞાનો વિરોધ કરવા ગયા હતા. યજ્ઞાના કર્તા અને પ્રતિકર્તા બેઉ બ્રાહ્મણ હતા. એક જાતિવાદના વિરોધી બીજા જાતિવાદના સમર્થક. એ વખતે ઘણા બ્રાહ્મણો શ્રમણ પરંપરામાં જોડાયા હતા અને ઘણા ક્ષત્રિયો બ્રાહ્મણ પરંપરામાં પણ હતા. યજ્ઞાના યજમાન વિજય ઘોષે મુનિ જયઘોષને કહ્યું : ”મુનિ! આ યજ્ઞામંડપમાંથી તમને ભીક્ષા નહીં મળે. આ ભોજન વેદવિદ્ અને ધર્મના પારગામી બ્રાહ્મણો માટે બનેલું છે.”

મુનિ જયઘોષ બોલ્યાઃ ”મને ભીક્ષા મળે કે ના મળે તેની ચિંતા નથી. મને ચિંતા એ વાતની છે કે તમે બ્રાહ્મણનો અર્થ જાણતા નથી.”

વિજય ઘોષે કહ્યું : ”બ્રાહ્મણનો અર્થ તો જાણીતો છે જે બ્રહ્માના મુખેથી ઉત્પન્ન બ્રાહ્મણકુળમાં જન્મ લે છે તે બ્રાહ્મણ.”

મુનિ જયઘોષે કહ્યું : ”જાતિ જન્મના આધારે નથી હોતી, જાતિ કર્મના આધારે હોય છે. મનુષ્ય કર્મથી બ્રાહ્મણ હોય છે અને કર્મથી ક્ષત્રિય. માનવી કર્મથી વૈશ્ય હોય છે અને કર્મથી શુદ્ર.”

વિજય ઘોષે પૂછયું : ”બ્રાહ્મણનું કર્મ શું છે?”

મુનિ બોલ્યાઃ ”બ્રાહ્મણનું કર્મ છે- બ્રહ્મચર્ય, જે વ્યક્તિ બ્રહ્મનું આચરણ કરે છે તે બ્રાહ્મણ હોય છે. જેવી રીતે જળમાં ઉગેલું કમળ એમાં લિપ્ત હોતું નથી, તેવી જ રીતે મનુષ્ય કામમાં ઉત્પન્ન હોવા છતાં તેમાં લિપ્ત ના હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે રાગ, દ્વેષ અને ભયથી દૂર રહેવાથી સુવર્ણની જેમ ચમકે છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે અહિંસક, સત્યવાદી અને અકિંચન હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” મુનિ જયઘોષની વાત સાંભળી યજ્ઞા કરનાર વિજય ઘોષનું હૃદય પરિવર્તન થઈ ગયું અને કર્મણાજાતિના સિદ્ધાંતને તેણે સ્વીકારી લીધો. હરિકેશ જાતિથી ચાંડાલ હતા તો પણ તેઓ મુનિ બની ગયા.

ભગવાન મહાવીરનો એ યુગ ધર્મની પ્રધાનતાનો યુગ હતો. એ વખતે સાધુ બનવાનું બહુ જ મહત્ત્વ હતું. શ્રમણ પરંપરા સાધુ બનવા પર બહુ જ બળ આપતી હતી. એની અસર વૈદિક પરંપરા પર પણ પડી. તેમાં પણ સન્યાસીને ખૂબ જ માન અને સર્વોપરિતા પ્રાપ્ત થતાં. ધર્મની અનેક પરંપરાઓમાં એ વખતે હજારો સાધુઓ હતા. તે બધાએ આકર્ષણનું કેન્દ્ર બની જતા. સાધુતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. ભગવાન મહાવીરે જોયું તો ઘણા તો શ્રમણ અને સન્યાસી સાધુના વેશમાં ગૃહસ્થ જીવન જીવતા હતા. તેમનામાં જ્ઞાનપ્રાપ્તીની કોઈ પિપાસા નહોતી. તેમને સત્યની ખોજની કોઈ ઈચ્છા નહોતી. તેમનામાં આત્મઉપલબ્ધિની કોઈ તડપ નહોતી. ભગવાન મહાવીરને એ ના ગમ્યું. તેમણે કહ્યું : ”માથું મુંડાવી લેવાથી કોઈ શ્રમણ નથી થઈ જતો. ઓમનો જપ કરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જતો નથી. અરણ્યવાસ કરવાથી કોઈ મુનિ થઈ જતો નથી. વલ્કલ પહેરવાથી કોઈ તપસ્વી થઈ જતો નથી. શ્રમણ હોય   છે સમતાથી. બ્રાહ્મણ હોય છે બ્રહ્મચર્યથી, મુનિ હોય છે જ્ઞાનથી. તાપસ હોય છે તપસ્યાથી.

ભગવાન મહાવીરે કહ્યું : ”વ્રતહીન સાધુ મૂલ્યહીન છે.”

કોઈએ પૂછયું : ”ભગવાન! સાધુત્વ અને વેશમાં શું સંબંધ છે?”

ભગવાન મહાવીરે કહ્યું : ”હું ચાર પ્રકારના પુરુષોનું પ્રતિપાદન કરું છું. (૧) કેટલાક પુરુષો વેશ નથી છોડતા, સાધુત્વને છોડી દે છે. (૨) કેટલાક પુરુષો સાધુત્વને નથી છોડતા પણ વેશ છોડી દે છે. (૩) કેટલાક પુરુષો સાધુત્વ અને વેશ- બંનેને છોડતા નથી. (૪) કેટલાક પુરુષો સાધુત્વ અને વેશ- એ બંનેને છોડી દે છે.” એટલું કહી ભગવાને સાધુની વ્યાખ્યા કરતાં કહ્યું : ”આજકાલ ઘણા બધા અસાધુ સાધુનો વેશ પહેરીને ફરે છે. ભોળા લોકો તેમને સાધુ સમજે છે પરંતુ જાણકાર લોકો તેમને સાધુ માનતા નથી. સાધુ તો એ છે કે જે વ્યક્તિ જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંયમ અને તપમાં રત હોય અને જે આ ગુણોથી સમાયુક્ત હોય, જાણકાર માણસો તેને સાધુ કહે છે.”

કોઈએ ભગવાન મહાવીરને પૂછયું : ”ભન્તે! ભગવાન ભિક્ષુને શ્રેષ્ઠ માને છે કે ગૃહસ્થને ?”

ભગવાન મહાવીરે કહ્યું : ”હું સંયમને શ્રેષ્ઠ માનું છું. સંયમી ગૃહસ્થ અને સંયમી ભિક્ષુ- બંને શ્રેષ્ઠ છે.”

કોઈએ પૂછયું : ”ભન્તે! કેટલાક દાર્શનિકો કહે છે કે, અમારા સંપ્રદાયમાં જ ધર્મ છે, તેની બહાર નથી. તો શું આ સાચું છે?”

ભગવાન મહાવીરે કહ્યું : ”મારા જ સંપ્રદાયમાં આવો, તમને મુક્તિ મળશે અન્યથા નહીં- એવાં વિધાન એક પ્રકારનો સાંપ્રદાયિક ઉન્માદ છે. આ ઉન્માદથી ઉન્મત્ત વ્યક્તિ, બીજાઓને ઉન્માદ જ આપી શકે છે, ધર્મ આપી શક્તો નથી.”

શિષ્યે પૂછયું : ”કોઈ વ્યક્તિ માત્ર શ્રમણ જૈન! ધર્મનો જ અનુયાયી થાય તો જ તે ધાર્મિક હોઈ શકે છે, એ વાત સાચી ?”

ભગવાન મહાવીરે કહ્યું : ”નામ અને રૂપની સાથે ધર્મની વ્યાપ્તિ નથી. તેની વ્યાપ્તિ અધ્યાત્મની સાથે છે. તેથી હું માનું છું કે, કોઈ પણ વ્યક્તિ અધ્યાત્મનો અનુયાયી બનીને જ ધાર્મિક હોઈ શકે છે.”

કેવું અદ્ભુત જ્ઞાન

ભગવાન મહાવીરે બ્રાહ્મણ, શ્રમણ, મુનિ,ધર્મ અને અહિંસાની કેવી શ્રેષ્ઠ વ્યાખ્યાઓ કરી આપી? ભગવાન મહાવીર જન્મે ક્ષત્રિય હતા. રાજકુમાર હતા, પરંતુ રાજમહેલ અને તેનાં તમામ ઐશ્વર્યને છોડીને વનમાં જઈ બાર વર્ષ સુધી સાધના કરતા રહ્યા. તેઓ સાચા અર્થમાં ઉત્થાન,કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમના પ્રતીક હતા. જીવનકાળ દરમિયાન અભય અને મૈત્રીના મહાન પ્રયોગો કર્યા. એકલા જ ઘૂમતા રહ્યા. અપરિચિત લોકોની વચ્ચે ગયા. ના કોઈ ભય ના કોઈ શત્રુતા. તેઓ સાચા અર્થમાં ધર્મક્ષેત્રના ચક્રવર્તી હતા અને સમતા તેમનું અખંડ સામ્રાજ્ય હતું.

ભગવાન મહાવીર એક યુગપ્રવર્તક હતા.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

વસ્ત્ર કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયું ને તેઓ ચાલતા જ રહ્યા

ક્રોધનો પ્રતિકાર કરવાના બદલે અભય થઈ ધ્યાનસ્થ બની જાવ

ભગવાન મહાવીરના ગૃહત્યાગ બાદ શરૂઆતનાં વર્ષોની આ વાત છે. સાધનાના બીજા વર્ષનો એ પહેલો મહિનો હતો. ભગવાન મહાવીર દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જઈ રહ્યા હતા. બંને સન્નિવેશોની વચ્ચે બે નદીઓ વહી રહી હતી. એક નદીનું નામ સુવર્ણબાલુકા અને બીજી નદીનું નામ રૂપ્ય બાલુકા. સુવર્ણબાલુકા નદીના કિનારે કાંટાળી ઝાડી હતી. મહાવીર તેની પાસેથી પસાર થઈ રહ્યા હતા.ચાલતા ચાલતા અચાનક તેમનાં શરીર પરનું વસ્ત્ર કાંટામાં ફસાઈ ગયું છતાં મહાવીર અટક્યા નહીં. તેમના શરીર પરનું વસ્ત્ર નીચે પડી ગયું. ભગવાન મહાવીરે તેની પર એક દૃષ્ટિ નાંખી અને તેમણે ચરણ ઊપાડયા. મહાવીર પાસે હવે પોતાનું કાંઈ છે તેવું દર્શાવવા માટે માત્ર શરીર જ હતું. વાસ્તવમાં એ એમનું ચૈતન્ય હતું. પહેલાં તેમનો શરીર સાથે પ્રેમસંબંધ હતો. હવે વિનિમયનો. તેઓ અધિકાંશ સમય ધ્યાનમાં વીતાવતા હતા. શરીરને જરૂર હોય તેટલું જ પોષણ આપતા હતા તેથી તેમને આવશ્યક શક્તિ મળી રહે.

વસ્ત્ર કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયું ને તેઓ ચાલતા જ રહ્યા

હવે મહાવીર પાસે કોઈ ઘર નહોતું. કોઈ આશ્રમ નહોતો. તેઓ એકાંત, જંગલ, દેવાલય અને ક્યારેક સ્મશાનમાં પણ રહેતા હતા. સાધનાના પ્રથમ વર્ષમાં તેઓ કોલ્લાક સંન્નિવેશથી મોટાક સંન્નિવેશ પહોંચ્યા. એના બહારના ભાગમાં તપસ્વીઓનો એક આશ્રમ હતો. વિહાર કરતા કરતા તેઓ એ આશ્રમ તરફ ગયા. આશ્રમના વડા કુલપતિ મહાવીરના પિતા સિદ્ધાર્થના મિત્ર હતા. તેઓ ભગવાન મહાવીરને ઓળખી ગયા. તેમણે ભગવાન મહાવીરનું સ્વાગત કર્યું. બેઉએ એકબીજાનું અભિવાદન કર્યું. આશ્રમના કુલપતિએ મહાવીરને એક દિવસ તેમના આશ્રમમાં રોકાઈ જવા વિનંતી કરી. મહાવીર એક દિવસ ત્યાં રોકાયા. બીજા દિવસે તેઓ પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતા ત્યારે જ આશ્રના કુલપતિએ કહ્યું: ”મુનિવર ! આ આશ્રમ આપનો જ છે. અત્યારે આપ જઈ રહ્યા છો તેથી હું નહીં રોકું. પરંતુ ચોમાસું ગાળવા માટે આપ અહીં પધારો તેવી મારી હાર્દિક ઈચ્છા છે.”

મહાવીર જતા રહ્યા કેટલાક મહિનાઓ સુધી આસપાસના વિસ્તારમાં ઘૂમ્યા. આશ્રમના કુલપતિની ઈચ્છાને અનુગ્રહિત કરવા તેઓ ચોમાસાના પ્રારંભે જ એ આશ્રમમાં પાછા આવ્યા. મહાવીર આમ તો સ્વતંત્રતાના આગ્રહી હતા અને અલખની ધૂણી ધખાવીને બેઠા હતા. પરંતુ આજે તેઓ એક આશ્રમના કુલપતિના બંધનમાં બંધાઈ ગયા.

કુલપતિએ મહાવીરને ઘાસની બનેલી એક ઝૂંપડીમાં ઉતારો આપ્યો. મહાવીર એ ઝૂંપડીમાં રહેવા લાગ્યા. અહીં તેમનું એક જ કાર્ય હતું- ધ્યાન. ભીતરની ગહેરાઈઓમાં ડૂબકી લગાવી સંસ્કારોની છાયા નીચે ડૂબેલા અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવો એ જ એમનું ધ્યેય હતું. તેઓ ધ્યાનમાં એટલા મગ્ન રહેતા કે તેમને પોતાની જાત, પોતાના સ્થાન કે ઝૂંપડી તરફ ધ્યાન આપવાનો સમય જ નહોતો. આશ્રમના એક વહીવટકર્તાને આ ગમ્યું નહીં. એણે મહાવીરને અનુરોધ કર્યોઃ ”આપ આપની ઝૂંપડીની સારસંભાળ રાખો તો સારું.”

સમય વહેતો રહ્યો. હવે વાદળો આકાશમાં મંડરાવા લાગ્યા. વર્ષાનો આરંભ થયો. રીમઝીમ વરસાદ વરસવા લાગ્યો. પ્રકૃતિમાં શીતળતા છવાઈ ગઈ. ચારે બાજુ હરિયાળી ચાદર બીછાઈ ગઈ. આશ્રમની ગાયો પણ હવે અરણ્યમાં ખુલ્લી ચરવા લાગી. ઘાસ હજુ મોટું થયું નહોતું. ધરતી હજુ તો હમણાં જ અંકુરીત થઈ હતી. ભૂખી ગાયો જંગલમાં ખાઈ શકાય એટલું મોટું ઘાસ ના મળતાં ચારાની ખોજમાં આશ્રમની ઝૂંપડીઓ પાસે આવી પહોંચી. બીજા તપસ્વીઓ પોતપોતાની કુટીરોની રક્ષા કરતા હતા. મહાવીર જે ઝૂંપડીમાં રહેતા હતા ત્યાં પણ ગાયો પહોંચી ગઈ. ઝૂંપડીના છાપરા પર ઢાંકવામાં આવેલા ઘાસને ગાયો ખાવા લાગી. મહાવીર તો ધ્યાનમાં લીન હતા. મહાવીરને બહાર શું થાય છે તેની ખબર જ નહોતી. આ વાત આશ્રમના વડા કુલપતિ પાસે પહોંચી. એક તપસ્વીએ કુલપતિને કહ્યું: ”મેં મહાવીરને કહ્યું હતું છતાં તેઓ તેમની ઝૂંપડીની રક્ષા કરતા નથી.

આશ્રમના કુલપતિ ક્રોધે ભરાઈને મહાવીરની પાસે ગયા. તેમણે ઊંચા અવાજે કહ્યું: ”મુનિવર! નિમ્ન સ્તરની ચેતનાવાળું પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે. મને આશ્ચર્ય છે કે, આપ એક ક્ષત્રિય હોવા છતાં આશ્રમની રક્ષા માટે ઉદાસીન કેમ છો? શું એવી આશા રાખું કે ફરી મને આવી ફરિયાદ નહીં મળે?”

મહાવીરે શાંત ચિત્તે એટલું જ કહ્યું: ‘આપ આશ્વસ્ત રહો. હવે આપને કોઈ ફરિયાદ નહીં મળે.”

આશ્રમના કુલપતિ પ્રસન્ન થઈ પોતાની કુટિયા તરફ ચાલ્યા ગયા.

મહાવીરે વિચાર્યું:”અત્યારે હું તો સત્યની ખોજમાં આવ્યો છું અને તેમાં જ ખોવાયેલો રહું છું. હું મારું ધ્યાન તેમાંથી હટાવીને ઝૂંપડાની રક્ષા માટે કેન્દ્રીત કરું તે સંભવિત નથી. ગાયો મારી ઝૂંપડીનું ઘાસ ખાઈ જાય છે જે બીજા તપસ્વીઓને પ્રીતિકર નહીં હોય. તેથી આ સ્થિતિમાં અહીં રહેવું મારા માટે શ્રેયસ્કર છે શું?”

આ અશ્રેયસની અનુભૂતિ બાદ તેઓ ઊભા થયા. તેમનાં ચરણો ગતિમાન થયાં. તેમણે ચોમાસાના ચાતુર્માસના માત્ર પંદર જ દિવસ આશ્રમમાં વીતાવ્યા. તેઓ ત્યાંથી આગળ વિહાર કરી ગયા. આશ્રમ છોડી દીધો. બાકીનો સમય તેમણે અસ્થિકગ્રામના પાર્ર્શ્વવર્તી શૂલપાણિ યક્ષ મંદિરમાં વિતાવ્યો.

તપસ્વીઓના આશ્રમની એ ઘટનાએ મહાવીરને સ્વતંત્રતા- અભિયાનની દિશામાં કેટલાક નવા આયામ ખોલી દીધા. આશ્રમમાંથી પ્રસ્થાન બાદ એ જ સમયે તેમણે પાંચ સંકલ્પ કર્યા-

(૧) હું અપ્રીતિકર સ્થાનમાં નહીં રહું.

(૨) પ્રાયઃ ધ્યાનમાં જ લીન રહીશ

(૩) પ્રાયઃ મૌન રહીશ
(૪) હાથમાં જ ભોજન કરીશ

(૫) ગૃહસ્થોનું અભિવાદન નહીં કરું.

મહાવીર માટે જાણે કે અંતર્જગતનું પ્રવેશદ્વાર ખૂલી ગયું. લૌકિક માનદંડોનો ભય તેમને જોઈતી હતી તે સ્વતંત્રતાનું હવે બાધક રહ્યું નહીં. હવે શરીર ઉપકરણ અને સંસ્કારોની સુરક્ષા માટે ઊઠવાવાળો ભય ર્નિિવર્ય થઈ ગયો.

 કુમાર વર્ધમાન હવે વન-જંગલોમાં વિહાર કરતા રહ્યા. ભયાનક શૂલપાણી યક્ષ મંદિરમાં પણ તેઓ રહ્યા. જંગલોમાં અને નિર્જન સ્થળે તેઓ સાધના કરતા રહ્યા. ભયાનક ઘાટીઓમાં ભૂત-પ્રેત કે જંગલી જાનવરોથી તેઓ ડર્યા નહીં. વિષધર સર્પોથી કે વીંછીઓથી પણ ભયભીત ના થયા. એ ઘાટીઓ પાર કર્યા બાદ એક દિવસ વૈશાખી ર્પૂિણમાના દિવસે તેઓ ધ્યાનમાં બેઠા હતા. તેમને કોઈ અશાંતિનો અનુભવ થયો. એ જ સમયે તેમણે સંકલ્પ કર્યો કે, ”હું આજે બોધિ પ્રાપ્ત કર્યા વિના આસન નહીં છોડું.”જેમ જેમ તેમની એકાગ્રતા વધતી ગઈ તેમ તેમ તેમની સમક્ષ ભયંકર આકૃતિઓ ઉપસતી ગઈ. જંગલી જાનવર, અજગર અને રાક્ષસોએ તેમને ખૂબ કષ્ટ આપ્યું, પરંતુ તેઓ અવિચળ રહ્યા. જરાયે ચલાયમાન થયા નહીં. તેમનું મન શાંત થયું અને તેમને બોધિ પ્રાપ્ત થઈ ગઈ. તેઓ હવે કુમાર વર્ધમાન નહીં, પરંતુ મહાવીરમાં રૂપાંતરિત થઈ ચૂક્યા હતા.

સાધનાના બીજા વર્ષે તેઓ ઉત્તરવાચાલા તરફ જવા નીકળ્યા. રસ્તામાં ગોવાળિયાઓએ એ માર્ગે ના જવા સલાહ આપીઃ ”એ રસ્તે ના જશો ત્યાં ચંડકૌશિક નામનો સાપ રહે છે. તે દૃષ્ટિ વિષ છે. જે માણસ તેની દૃષ્ટિમાં આવી જાય છે તે ભસ્મ થઈ જાય છે.”

મહાવીરનું મન પુલક્તિ થઈ ગયું. તેઓ અભય અને મૈત્રી એ બંનેની કસોટી કરવા માંગતા હતા. તેઓ આગળ વધ્યા. તેઓ એક નિર્જન અને જર્જરિત દેવાલય પાસે પહોંચ્યા. તેનો મંડપ તે ચંડકૌશિક સાપનું ક્રીડાસ્થળ હતું. ભગવાન મહાવીર મંડપની મધ્યમાં જ કાર્યોત્સર્ગની મુદ્રામાં ઊભા રહી ગયા. તેઓ ધ્યાનની ચરમ મુદ્રામાં પ્રવેશ્યા. બ્રાહ્યજગત અને ઈન્દ્રિય સંવેદના સાથેનો તેમનો સંબંધ હવે સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેઓ ઈર્ષા, વિષાદ શોક, ભય આદિ માનસિકતાથી તથા ઠંડી, ગરમી, વિષ-શસ્ત્ર જેવાં શારીરિક દુઃખોથી પણ દૂર ચાલ્યા ગયા હતા. થોડી જ વારમાં ચંડકૌશિક સાપ જંગલમાં ફરીને આ મંડપ નીચે આવી પહોંચ્યો. એણે ભગવાન મહાવીરને જોયા. ચંડકૌશિકે પહેલી જ વાર દેવાલયના મંડપમાં એક માનવીને જોયો. એક ક્ષણ તે સ્તબ્ધ થઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે તેણે ફેંણ ઉઠાવી. તેની દૃષ્ટિ વિષમય બની ગઈ. ભયંકર ફૂંફાડો મારી એણે મહાવીરને જોયા. ચંડકૌશિક સાપને હતું કે ક્ષણભરમાં આ માણસ ભસ્મ થઈ નીચ પડશે, પણ એણે જોયું તો એ માનવી હજું ત્યાં જ ઊભો હતો. પહેલા ફૂંફાડાની નિષ્ફળતાથી તે વધુ ક્રોધે ભરાયો. થોડુંક પાછા હટીને એણે ફરી ભયંકર વિષ દૃષ્ટિથી મહાવીર તરફ ફૂંફાડો માર્યો. મહાવીર પર તેની કોઈ જ અસર ના થઈ. ત્રીજીવાર વિષ ભરેલી દૃષ્ટિથી ફૂંફાડો માર્યો. કોઈ જ પરિણામ આવ્યું નહીં. મહાવીર હજુ પણ એક પર્વતની જેમ અપ્રકંપ ભાવથી ઊભેલા હતા. ચંડકૌશિકનો ક્રોધ હવે પરાકાષ્ટાએ હતો. એ ચમચમાતી જીભ બહાર કાઢી મહાવીર તરફ ધસ્યો. પોતાનું તમામ વિષ જીભમાં આણી દઈ એણે મહાવીરના ડાબા પગના અંગૂઠા પર ભયંકર ડંખ માર્યો. મહાવીર હજુ સ્થિર હતા. બીજી વાર પગ પર ડંખ માર્યો. ત્રીજી વાર તેમના પગમાં લપેટાઈ જઈ મહાવીરના ગળામાં ડંખ માર્યો. બધા જ પ્રયત્નો વિફળ રહ્યા. હવે તે થાકી ગયો હતો. હતાશ થઈને ચંડકૌશિક સાપ થોડેક દૂર જઈ ભગવાન મહાવીરની સામે જ બેસી ગયો.

મહાવીરની ધ્યાન- પ્રતિભા સમાપ્ત થઈ. તેમણે આંખો ખોલી. સામે પોતાની વિશાળ કાયાને સમેટીને બેઠેલા ચંડકૌશિક સાપને જોયો. ભગવાન મહાવીરે પ્રશાંત અને મૈત્રીપૂર્ણ દૃષ્ટિ તેની તરફ નાંખી. ભગવાનની એ દૃષ્ટિથી વિષ વિલય પામ્યું. ચંડકૌશિક સાપના રોમરોમમાં શાંતિ અને અમૃત વ્યાપી ગયા.

ભગવાન મહાવીરની અહિંસાની પ્રતિષ્ઠા અને મૈત્રીનો આ વિજય હતો.

ભગવાન મહાવીરે લોકોને એ વાત શીખવી કે, ભય, ભયને ઉત્પન્ન કરે છે, અને અભય, અભયને. અદૃશ્યની ઉત્પત્તિનો જૈવિક સિદ્ધાંત મનુષ્યની માનસિક વૃત્તિઓ પર નિર્ભર છે. મહાવીરના અભયે પ્રકૃતિની રુદ્રતાથી ભયભીત યાત્રીઓમાં અભયનો સંચાર કર્યો. મહાવીરની અભય મુદ્રા નિહાળીને ચંડકૌશિક સાપ પણ શાંત થઈ ગયો.

સામેવાળો માણસ ગમે તેટલો ક્રોધ કરે પરંતુ માનવી તેનો પ્રતિકાર કરવાને બદલે અભય થઈ ધ્યાનસ્થ બની જાય તો શત્રુ પણ મિત્ર બની જાય.

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén