Devendra Patel

Journalist and Author

Author: Devendra Patel (Page 33 of 43)

સંઘમ્ શરણમ્ ગચ્છામિ મોદીમ્ શરણમ્ ગચ્છામિ

રાજનીતિ અત્યંત ક્રૂર છે.
એલ.કે.અડવાણી અને તેમની રાજનીતિ આજના સમય માટે આઉટ ઓફ ડેટ છે

રાજનીતિમાં કોઇ કોઇનો ભાઇ નથી, કોઇ કોઇનો પુત્ર નથી, કોઇ કોઇની બહેન નથી, કોઇ કોઇનું સગું નથી, કોઇ કોઇનો ગુરુ નથી, કોઇ કોઇનો શિષ્ય નથી. રાજનીતિમાં લાગણી અને સંબંધોને કોઇ સ્થાન નથી. કૈકેયીએ પુત્ર પ્રેમમાં ભગવાન રામને વનમાં મોકલ્યા હતા. રોમના મહાન સમ્રાટ જુલિયસ સિઝરની હત્યા તેમના અત્યંત વિશ્વાસુ બ્રુટસે કરી હતી. જિસસ ક્રાઇસ્ટની ધરપકડ માટે તેમનો જ પ્રિય શિષ્ય જવાબદાર હતો. ઔરંગઝેબે સત્તા માટે પિતાને જ કેદ કરી દીધા હતા. પુત્રના હસ્તે પિતાએ પરાજીત થવું અને શિષ્યના હાથે ગુરુએ પરાજીત થવું એ શ્રેષ્ઠ ગણાય છે. રાજનીતિમા અડવાણી તેમના જ શિષ્યના હાથે પરાસ્ત થયા છે પરંતુ તેમની હાલત હજુ ‘દિલ હૈ કિ માનતા નહીં હૈ’ જેવી છે. ૮૬ વર્ષની જૈફ વયે પહોંચેલા એલ.કે.અડવાણી જિંદગીપર્યંત વડાપ્રધાન બનવાનો અભરખો સેવતા રહ્યા,પરંતુ રાજનીતિને સમજી શક્યા નહીં. વડાપ્રધાન બનવા તેમણે આસારામ બાપુને ગુરુ બનાવ્યા પરંતુ આસારામની તંત્રવિદ્યા પણ તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડી શકી નહીં. કોઇ જમાનામાં તેમણે જે હાલ બલરાજ મધોકના કર્યા હતા તે જ હાલ તેમના થયા.

સંઘમ્ શરણમ્ ગચ્છામિ મોદીમ્ શરણમ્ ગચ્છામિ

પત્રનો વિસ્ફોટ

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લખેલી સ્ક્રીપ્ટ પ્રમાણે બધું જ થઇ રહ્યું હતું. ‘પી.એમ.મોદી’ નામની ફિલ્મની સ્ક્રીપ્ટના લેખક અને દિગ્દર્શક મોહન ભાગવત હતા. એક્ઝિક્યુટીવ દિગ્દર્શક રાજનાથસિંહ હતા. સહ દિગ્દર્શકો તરીકે નીતિન ગડકરી અને અરૂણ જેટલી હતા. કેમેરામેન તરીકે દેશની ટેલિવિઝન ન્યૂઝ ચેનલો હતી. નાયક નરેન્દ્ર મોદી હતા. ખલનાયકો તરીકે એલ.કે.અડવાણી, સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોષી હતા. ફિલ્મનો ‘હેપી એન્ડ’ લખાયેલો જ હતો, પરંતુ નિયત સ્ક્રીપ્ટ પ્રમાણે સંવાદો બોલવાનો ઇન્કાર કરનાર સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી ફિલ્મમાંથી પડતા મૂકાવાના ભયે છેવટે લાઇનમાં આવી ગયા, પરંતુ એલ.કે.અડવાણીએ સ્ક્રીપ્ટ પ્રમાણે એન્ટ્રી મારી નહીં અને સંવાદો પણ બોલ્યા નહીં, એથી ઊલટુ પોલિટિકલ સ્ટંટ કરવા તેમણે છ લાઇનનો એક પત્ર રાજનાથસિંહને મોકલી આપ્યો અને રાજનાથસિંહ સમક્ષ બળાપો કાઢયો. આ પત્ર પર ટેલિવિઝન ચેનલો પર ચર્ચા થઇ પરંતુ કોઇના શુભકાર્યમાં વિઘ્ન પહોંચાડવાના ત્રાગાથી વિશેષ એનું કોઇ મહત્ત્વ નથી. આવું તેઓ ગોવામાં મળેલી પક્ષની કારોબારી વખતે પણ કરી ચૂક્યા હતા. મુંબઇમાં પણ રિસાઇને જાહેર સભાને સંબોધવા તેઓ ગયા નહોતા. રાજીનામા આપવા અને પાછા ખેંચવા તેમની પ્રકૃતિ છે.

અડવાણીની ચાલ

અટલ બિહારી વાજપેઇ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ ભાજપા બે છાવણીઓમાં વહેંચાયેલો પક્ષ હતો. અડવાણી ધરાર અટલજીના વિરોધી હતા. પણ અટલજીના મોહક વ્યક્તિત્વ અને લોકપ્રિયતા આગળ અડવાણીની કોઇ ચાલ કારગત નીવડી નહોતી. હવે તેઓ નરેન્દ્ર મોદી સામે પણ કેટલાક સમયથી નિષ્ફળ ગેમ રમતા આવ્યા છે. નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪ના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની બધી જ તૈયારીઓ કરી ચૂક્યું હતું ત્યારે પણ અડવાણીએ નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો તેમાં પણ તેમની છૂપી લાલસાની બૂ આવે છે. અડવાણીને એમ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ ૨૦૦ બેઠકો સુધી ના પહોંચે અને બીજા ઘટક પક્ષો નરેન્દ્ર મોદીને સ્વિકારવા તૈયાર ના થાય તો અડવાણી એ ઘટક પક્ષોને એમ કહી શકે, ‘જુઓ તમને નરેન્દ્ર મોદી પસંદ ના હોય તો હું તો છું જ. મેં તો છેક છેલ્લી ઘડી સુધી નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો. કારણ કે હું તો સેક્યુલર છું. મેં તો કરાચીમાં પણ મોહંમદઅલી ઝીણાની કબર પર માથું ટેકવ્યું હતું. મને વડાપ્રધાન બનાવો.’

અડવાણી ૮૬ વર્ષની વયે પણ હાર માનવા તૈયાર નથી, તેથી તેઓ મોદીનો વિરોધ કરી તેઓ આ ચાલ ચાલતા રહ્યા છે, જે કદી સફળ થવાની નથી. અડવાણી એક અવગતિયો જીવ છે. તેઓ વડાપ્રધાન નહીં બને તો બીજા હજાર વર્ષ સુધી તેમનો જીવ વડાપ્રધાનના નિવાસસ્થાનની આસપાસ ભટકતો રહેશે.

મોદીનો સમય

સાચી વાત એ છે કે, અડવાણીએ પોતાની ઉંમર અને સમયને પારખીને ગૌરવપૂર્ણ રીતે નિવૃત્ત થઇ જવું જોઇતું હતું. આવનારો સમય યુવાનોનો છે. ભારતની રાજનીતિમાં ૬૦ વર્ષની વય ભારતીયોને રાજનીતિ કરવા સ્વીકાર્ય છે, પણ ૮૬ વર્ષની વય નહીં. અડવાણીએ એ વાત સમજી લેવાની જરૂર હતી કે, ભાજપ માટે આવનારો સમય નરેન્દ્ર મોદીનો સમય છે. મોદીને બાદ કરો તો ભારતીય જનતા પાર્ટી પાસે એકપણ કેરિશ્મેટિક નેતા નથી. ખુદ સંઘ પાસે પણ નહીં. મોદીની આગળ ભાજપાના રાષ્ટ્રીય નેતાઓ તેમના કારકુનો જેવા લાગે છે. કેટલાક તો મોદીની ખાનગીમાં આરતી પણ ઉતારવા તૈયાર છે. મોદી ના હોય તો ભાજપાના બાકીના નેતાઓ એકડા વિનાના મીંડાં જેવા છે. મોદી વડાપ્રધાન બને કે ના બને પરંતુ ભાજપ માટે આવનારો સમય મોદીનો છે,અડવાણીનો નહીં. અટલ બિહારી વાજપેઇ પછી ભાજપાને કોઇ તારી શકે તેમ હોય તો તે એકમાત્ર મોદી જ છે.

મોદીના પણ ઉપકાર

અડવાણીએ ભલે નરેન્દ્ર મોદીને અનેકવાર લિફટ આપી અને અટલજી જ્યારે ગોધરાની ઘટનાઓ બાદ મોદીને હટાવવા માંગતા હતા ત્યારે અડવાણીએ તેમને બચાવી લીધા, પરંતુ મોદીનો રાજકીય વિકાસ માત્ર અડવાણીના કારણે નહીં પરંતુ પોતે કરેલા સંઘર્ષના કારણે પણ છે. બીજી બાજુ અડવાણીએ નરેન્દ્ર મોદી અને ગુજરાતના ઉપકાર પણ ભૂલી જવા ના જોઇએ. અડવાણીની રામરથયાત્રાની વ્યૂહરચના અને તેનો સૂત્રધાર પણ નરેન્દ્ર મોદી જ હતા. મોદીએ જ અડવાણીને અનેકવાર ગુજરાતમાંથી ચૂંટણીમાં જીતાડી દિલ્હી મોકલેલા છે. એના બદલામાં અડવાણીએ ગુજરાતને કાંઇ જ આપ્યું નથી. અડવાણી ગુજરાતના પ્રશ્નો અંગે લોકસભામાં એકપણ વાર બોલ્યા નથી. ગુજરાતની એકપણ સમસ્યા હલ કરવા તેમણે દિલ્હીમાં પ્રયાસ કર્યો નથી. એથી વધુ નોંધનીય વાત તો એ છે કે જમીનો હડપ કરનાર આસારામ જેવાઓ પ્રત્યે કૂણુ વલણ દાખવવાની વાતો ચર્ચાતી રહી છે.

શરણમ્ ગચ્છામિ

ભાજપા તરફથી નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ અડવાણીને હવે વાસ્તવિકતા સમજાઇ છે. ત્રણ દિવસ સુધી મોદીના વિરોધનો સ્ટંટ કર્યા બાદ તેમણે આજે અચાનક મોદીના વખાણ કરી નાંખ્યા, પણ હવે તેનો કોઇ અર્થ નથી. ભાજપામાંથી કાયમી ધોરણે ફેંકાઇ જવાની બીકે તેઓ સંઘના શરણે ગયા છે, ભાજપાના શરણે ગયા છે, મોદીના શરણે ગયા છે. ભાજપને લાગે વળગે છે ત્યાં સુધી ૨૦૧૪ની ચૂંટણી નરેન્દ્ર મોદીના નામે જ લડાશે, ભાજપના નામે નહીં. સંઘ,ભાજપ અને એનડીએ માટે ૨૦૧૪ની ચૂંટણી મોદીનો વન મેન શો હશે. આ રીતે બદલાતા સમયમાં હકીકત એ છે કે અડવાણી હવે આઉટ ઓફ ડેટ છે તેમની રાજનીતિ પણ આઉટ ઓફ ડેટ છે. એમણે જલ્દી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી હરિદ્વાર ચાલ્યા જવુ જોઇએ.

બાપુનાં અધ્યાત્મજ્ઞાન કરતાં સેક્સ-જ્ઞાન ઊંડું

સેક્સ અને વાસનામાં ડૂબ્યા રહેલા ‘સંતો‘ સામે સાચા સંતો ચૂપ કેમ ?

આસુમલ ઉર્ફે આસારામ બાપુને છેવટે કાયદો સ્પર્શ્યો ખરો. અત્યાર સુધી તેઓ ભારતના તમામ કાયદા કાનૂનને ઘોળીને પી જતા હતા. કેટલાક રાજનેતાઓ તેમના ચરણ સ્પર્શ કરતા હતા. પોલીસ તેમની કદમ બોલી કરતી હતી. તંત્ર તેમને છાવરતું હતું. કેટલાક પતિઓ તેમની પત્નીઓને બાપુની સેવામાં સ્વેચ્છાએ મોકલી આપતા હતા. બાપુને ૭૫ વર્ષની વયે પણ નીત નવી છોકરીઓનું સાનિધ્ય જોઈતું હતું. આશ્રમમાંથી બાળાઓ રહસ્યમય રીતે ગુમ થઈ જતી હતી. કેટલીક આપઘાત કરી લેતી હતી. કુંવારીકાઓ આશ્રમમાં રહે તેના થોડા જ મહિનામાં શારીરિક રીતે મહિલાઓ જેવી લાગતી હતી. ખુલ્લેઆમ વ્યભિચારનો આ બીભત્સ ખેલ ૧૬ વર્ષની એક કન્યાએ ઉઘાડો પાડી દીધો. દેશની બીજી હજ્જારો બાળાઓની જિંદગીને સગીરાએ બચાવી લીધી છે. ભારતનું મીડિયા પાકિસ્તાનમાં તાલિબાનો સામે લડતી મલાલાની પ્રશંસા કરે છે પરંતુ સંતના વસ્ત્રમાં છુપાયેલા હત્યાના આરોપી, જમીનો હડપનાર, તાંત્રિક વિધિ કરનાર, બાળકોના બલિ ચડાવનાર અને રોજ એક કુંવારિકાનું શિયળ લૂંટનાર બનાવટી હિન્દુ સંતની સામે લડનાર એક ભારતીય બાળાની હિંમતને કોઈ બીરદાવતું નથી.

ક્યાં ગયું વૈકુંઠ ?

૧૬ વર્ષની બાળાએ દિલ્હી પોલીસ સમક્ષ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી ત્યારે શરૂઆતમાં તો આસારામ રાજા પાઠમાં હતા. થોડા દિવસ પછી તેમને લાગ્યું કે સગીરા સાથે યૌન છેડછાડનો કેસ ગંભીર છે અને પોલીસ ગમે ત્યારે તેમને પકડી શકે છે ત્યારે તેમણે કહ્યું કે, ”જેલને હું વૈકુંઠ બનાવી દઈશ.” થોડા દિવસ બાદ તેમણે કહ્યું કે, મને પકડવામાં આવશે તો હું પહેલાં અન્નનો ત્યાગ કરી દઈશ પછી જળ ત્યજી દઈશ.” પરંતુ તેમણે એવું કાંઈ જ ના કર્યું. અન્ન ના ત્યજ્યું. એથી ઊલટું તેમણે આશ્રમના ભોજનની માંગણી કરી, જેલનું પાણી ના ભાવ્યું એટલે તેમણે ગંગાજલની માગણી કરી. થોડા દિવસ પછી જેલના તબીબોના બદલે તેમના આશ્રમની વૈદ્ય મહિલા સાધ્વીની સેવાની માગણી કરી અને તે પણ રોજ બે કલાક માટે. આસારામ શું પોતાની જાતને વડાપ્રધાન અને જેલને ફાઈવસ્ટાર હોટલ સમજે છે? જેલમાં તેઓ આશ્રમની જે મહિલા સાધ્વી – વૈદ્યની માગણી કરે છે તે પૂનાથી આવેલી છે અને તેનો પતિ અનેકવાર તેને લેવા આવ્યો પણ તે પાછી તેના ઘરે જતી જ નથી.

આવા હિન્દુ સંતો ?

હિન્દુ ધર્મના કરોડો પ્રેમીઓને આસારામ બાપુએ આઘાત બક્ષ્યો છે. આવો ધંધો કરનારા તેઓ એકલા નથી. તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ ગોપીઓનો શોખીન છે. પેઢમાલાના જંગલોની ભીતર તેના ગુપ્ત આશ્રમમાં તે અનેક છોકરીઓ રાખતો હતો. પોતાની જાતને કૃષ્ણ અને છોકરીઓને ગોપીઓ કહેતો હતો, તે પછી નારાયણ સાંઈ તેમની સાથે લીલા કરતો હતો. વ્યભિચાર કરવા માટે પણ દેશના ૭૦ કરોડ હિન્દુઓના પૂજ્ય ભગવાન શ્રીકૃષ્ણના નામનો ઉપયોગ કરતા આવા લંપટ લોકો સામે આખો સમાજ નિઃસહાય અને તંત્ર પણ લાચાર છે તે જોઈને આશ્ચર્ય થાય છે. આવા લોકોનાં ચરણ સ્પર્શ કરનારો પણ એક વર્ગ છ, તે જોઈને વધુ ચોંકી જવાય છે. શિક્ષણ અને જાગૃતિ વધવા છતાં હિન્દુ સંતના નામે સેક્સ મેનિઆક લોકો હિન્દુ બાળાઓને તેમની વાસનાનો શિકાર બનાવી રહ્યા છે અને વિશ્વના એક પ્રાચીન ધર્મને લાંછન બક્ષી રહ્યા છે. હરિદ્વાર અને કાશીમાં બેઠેલા કેટલાક બાવાઓ નીત નવી છોકરીઓને શોધતા અને હિન્દુ બાળાઓનું શારીરિક શોષણ કરતાં ડ્રેકૂલાઓના બચાવમાં મેદાનમાં આવ્યા છે. હિન્દુ ધર્મના કસ્ટોડિયન બની બેઠેલા વિશ્વ હિન્દુ પરિષદના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ પણ આસારામ સામે ચૂપ છે, કારણ કે તેમને હિન્દુ દીકરીઓના શિયળના રક્ષણ કરતાં સત્તાના રાજકારણમાં વધુ રસ છે.

બાપુનું સેક્સ જ્ઞાન

 ભારતના કેટલાક સાધુ સંતોને હવે પૂજા-પ્રાર્થના, સાધના, અનુષ્ઠાન કે ઉપાસના કરતા સેક્સ, સીડી અને પોલિટિક્સમાં વધુ રસ છે. દા.ત. આસારામ બાપુ જાહેર પ્રવચનો વખતે જ સેક્સ વિશે વાતો કરતાં જરા પણ શરમાતા નથી. તાજેતરમાં યુ ટયૂબ પર મુકાયેલી કેટલીક વીડિયોમાં આસારામ બાપુ એવું કહેતા સાંભળવામાં આવે છે કે ”અમાવસ્યા, પુર્નિમા, શિવરાત્રી અને હોળીના દિવસે સેક્સ ના કરો. આ દિવસે સેક્સ કરશો અને ગર્ભ રહેશે તો બાળક અપંગ જન્મશે.” બાપુ એથીયે આગળ વધીને કહે છેઃ ”અને ધારો કે બાળક ના રહ્યું તો પણ ઈન્ટરકોર્સ કરનાર પુરુષ નપુંસક થઈ જઈ શકે છે.” આસારામ પોતાનું સેક્સ વિશેનું જ્ઞાન પ્રર્દિશત કરતાં કહે છે કે, ”દિવસે ૧૦-૩૦થી ૨-૩૦ વાગ્યા સુધી ગર્ભ રહે તો બાળક બુદ્ધિમાન જન્મશે.” આસારામ બાપુએ હસ્તમૈથુન અને સજાતીય સંબંધો પર પણ પોતાનું જ્ઞાન પ્રકાશેલું છે. આવા સેક્સના જ્ઞાની આસારામે અગાઉ મર્દાનગી વધારવાના પ્રયોગો પણ દર્શાવેલા છે. એક સંતના મુખે ઈશ્વરની પ્રાપ્તિના અધ્યાત્મય જ્ઞાનની વાતોના બદલે સેક્સની વાતો કેટલી શોભનીય છે તે બાકીના સાચા હિન્દુ સંતોએ વિચારવા જેવી છે. હિન્દુ પરિવારો તેમની પત્નીઓ, પુત્રીઓ કે બહેનોને સેક્સનું જ્ઞાન પ્રાપ્ત કરવા સંતોની સભાઓમાં મોકલતા નથી.

બાપુનાં અધ્યાત્મજ્ઞાન કરતાં સેક્સ-જ્ઞાન ઊંડું

બીજા સેક્સી સાધુઓ

વર્ષો પહેલાં ગુજરાતના દહેગામમાં પણ એક હિન્દુ મંદિરના ગાદીપતિએ અમદાવાદના એક પ્રતિષ્ઠિત પરિવારની પુત્રવધૂને અને તે પછી તેની ભાભીને પણ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી અને પત્નીએ બધી વાત કહી દેતાં તેના પતિએ પોતાની પત્ની અને મંદિરના ગાદીપતિના સેક્સ સંબંધની સીડી ઉતારી ગાદીપતિના વ્યભિચારને ઉઘાડો પાડી દેવાની હિંમત કરી હતી. આવા જ બીજા એક સેક્સી સાધુ નિત્યાનંદ છે. બેંગલોર નજીક બિડાડી ખાતે આવેલા ધ્યાનપ્રિયા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વામી નિત્યાનંદ એક તામિલ અભિનેત્રી સાથે રંગરેલિયા મનાવતા હતા અને તે દૃશ્યના વીડિયો ફૂટેજ એક ટીવી ચેનલ પર પ્રર્દિશત થતાં ભારે હોહા મચી ગઈ હતી. આ સ્વામીની એક આરતી રાવ નામની એક શિષ્યાએ સ્વામી સામે યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. સ્વામીની ધરપકડ થઈ હતી પરંતુ ૫૩ દિવસમાં જ તેઓ છુટી ગયા હતા. એવી જ રીતે ૨૦૦૬માં વિકાસ જોશી ઉર્ફે સ્વામી વિકાસાનંદ પણ એક સેક્સકાંડમાં પકડાયા હતા. ત્રણ સ્ત્રીઓ જેમાંથી એક તો સગીરા હતી તેની સાથેના સંબંધો અને ૬૦ જેટલી સેક્સી સીડીઓ સાથે તેઓ પકડાયા હતા. ‘રેબેન’ ગ્લાસ પહેરતા સ્વામી વિકાસાનંદ પ્રવચનો આપતા હતા અને તેમની જ શિષ્યાઓ સાથે સેક્સ માણતા હતા. હવે તેઓ જેલમાં છે. એવી જ રીતે દિલ્હી સ્થિત શ્રીમુરથ દ્વિવેદી ઉર્ફે ઈચ્છાધારી સંત સ્વામી ભીમાનંદ મહારાજ ચિત્રકૂટવાલે છ સ્ત્રીઓ, અને બે એરહોસ્ટેસો સાથે પ્રોસ્ટિીટયૂશન રેકેટ ચલાવતાં પકડાયાં હતા.

આવા તો અનેક કિસ્સા છે. હિન્દુ સંતોને થયું છે શું ? સાચા સંતો મૌન કેમ છે ?

કોંગ્રેસ-ભાજપનાં ૯ વર્ષ ક્યા ખોયા-ક્યા પાયા?

યુપીએ-૨ સરકારે ડો. મનમોહનસિંહના નેતૃત્વ હેઠળ નવ વર્ષ પૂરાં કર્યાં. વિપક્ષો દ્વારા કમજોર વડાપ્રધાનનું બિરુદ પામેલા ડો. મનમોહનસિંહ જ એક એવા વડાપ્રધાન છે કે જેમણે જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પછી આટલા લાંબા સમય સુધી વડાપ્રધાનપદ સંભાળ્યું છે. તેમની નબળાઈઓ બાબતે કોઈ લાખ ટીકાઓ કરે, પરંતુ તેમની પ્રામાણિકતાને કોઈ પડકારી શકે તેમ નથી. તેઓ રાજનીતિમાં હોવા છતાં પણ બિનરાજકીય વ્યક્તિ જ રહ્યા. તેમને કોઈકે ચોર કહ્યા છતાં કોઈનીયે પ્રત્યે બદલાની ભાવના તેમણે દાખવી નહીં. તેમના કામ દરમિયાન તેમના કેટલાયે સાથીઓ પર ભ્રષ્ટાચારના આરોપો થયા, પરંતુ ડો. મનમોહનસિંહની વ્યક્તિગત છબી સ્વચ્છ રહી.

કોંગ્રેસ-ભાજપનાં ૯ વર્ષ ક્યા ખોયા-ક્યા પાયા?

શાસક પક્ષની સિદ્ધિઓ

સત્તા પર બેઠેલા માણસની હંમેશાં ટીકા થતી હોય છે, પરંતુ તેમણે કરેલાં કેટલાંક કાર્યો પર લોકોની નજર ભાગ્યે જ જતી હોય છે. વિપક્ષો તેમને કમજોર વડાપ્રધાન કહે છે તે જ ડો. મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની સરકારમાં (૧) રાઈટ ટુ ઇન્ફર્મેશન- માહિતીનો અધિકાર લોકોને મળ્યો. જેના કારણે યુપીએ સરકાર ખુદ અનેક વાર મુશ્કેલીમાં આવી. (૨) વડાપ્રધાનને નબળો કહેનારાઓએ એ સત્ય પણ સ્વીકારવું જોઈએ કે અમેરિકા સાથે પરમાણુ કરાર પણ ડો. મનમોહનસિંહના મક્કમ વલણને કારણે જ શક્ય બન્યો. બાકી પરમાણુ કરાર મુદ્દે ડાબેરીઓએ સરકારનો સાથ છોડી દીધો હોવાથી સરકાર પર જોખમ સર્જાયું હતું. (૩) દેશના દરેક બાળકને શિક્ષણનો અધિકાર

(૪) ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના

(૫) પેટ્રોલિયમ પદાર્થો પર સબસિડી ખતમ કરવાનો નિર્ણય (૬) ખાદ્ય સુરક્ષા વિધેયક (૭) પેન્શન બિલ (૮) ભૂમિ અધિગ્રહણ કાનૂન અને (૯) બળાત્કાર વિરોધી કડક કાનૂન પણ ડો. મનમોહનસિંહની સરકારે જ આપ્યો. (૧૦) યુપીએના શાસન દરમિયાન હાઉસિંગ, ટેલિફોન અને સડકની સ્થિતિમાં સુધારો થયો.

કેટલાક વિવાદો

યુપીએ -૨ સરકાર બન્યા બાદ એક પછી એક એમ વિવાદો પણ આવતા રહ્યા (૧) સહુથી પહેલાં તો અમેરિકા સાથે ન્યુક્લિઅર ડીલ વખતે વિવિધ આરોપો લગાવી ડાબેરીઓએ સરકારને સમર્થન પાછું ખેંચી લીધું. (૨) યુપીએ -૧ સરકાર વખતે વિશ્વાસનો મત લેતી વખતે ભાજપે નોટોનાં બંડલો રજૂ કરી કેશ ફોર વોટ સ્કેન્ડલ ઉઘાડું પાડી બધાંને ચોંકાવી દીધા. (૩) સીવીસીની નિમણૂકના મુદ્દે સરકાર વિવાદોમાં રહી અને પાછળથી સીવીસીને હટાવવા પડયા. (૪) ટુ-જી સ્પેક્ટ્રમ ગોટાળાએ યુપીએ-૨ સરકારને હલાવી દીધી. સંદેશા વ્યવહાર મંત્રી એ. રાજાને હટાવવા પડયા. (૫) તે પછી કોલસા બ્લોક વિતરણમાં ગોટાળાનો મામલો સામે આવ્યો. કોલસાની ખાણોનું લિલામ ન કરવાને કારણે સરકારની તિજોરીને રૃપિયા ૧ લાખ ૮૬ હજાર કરોડનું નુકસાન થયું. (૬) રિટેઈલ ક્ષેત્રમાં એફડીઆઈ લાવવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી નારાજ થઈ ગયાં અને સરકાર સાથે નાતો તોડી નાંખ્યો. (૭) શ્રીલંકાના તમિલોના મુદ્દે ડીએમકેએ પણ યુપીએ સરકાર સાથેનો નાતો તોડી નાંખ્યો. (૮) વિપક્ષે સરકાર સામે મોરચો ખોલીને જેપીસીના અધ્યક્ષને હટાવવાની માંગણી કરી. (૯) લોકપાલ અંગે અણ્ણાના આંદોલનની આંધી અને (૧૦) ભ્રષ્ટાચારના આરોપોના કારણે સરકારના બે મંત્રીઓ પવનકુમાર બંસલ અને અશ્વિનીકુમારે રાજીનામાં આપવાં પડયાં.

પ્રતિષ્ઠાને નુકસાન

આમ જોવા જઈએ તો યુપીએ-૨ સરકારે લોકસભામાં પોતાની બહુમતી જાળવી રાખવા અનેક ઉતાર-ચડાવમાંથી પસાર થવું પડયું છે. યુપીએ -૨ સરકારે પોતાના સાથીઓ ગુમાવ્યા અને લોકસભામાં ડો. મનમોહનસિંહની બહુમતી ખતમ થઈ ગઈ હોવા છતાં સોનિયા ગાંધીની રાજકીય ચતુરાઈથી પસંદ થયેલા ડો. મનમોહનસિંહના નામ પર જ લોકસભામાં સરકારને વ્યાવહારિક બહુમતી મળતી રહી. ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસે સમર્થન પાછું ખેંચ્યું તોપણ ડો. મનમોહનસિંહની સ્વીકાર્યતામાં કોઈ કમી આવી નહીં. એની પાછળ તેમનો સરળ સ્વભાવ અને સાદગીભર્યું વ્યક્તિત્વ પણ એટલું જ જવાબદાર છે. હા, ડો. મનમોહનસિંહનાં આ જમાં પાસાં હોવા છતાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન જે કૌભાંડો બહાર આવ્યાં તેમણે યુપીએ-૨ સરકારની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું. છેલ્લે છેલ્લે તેઓ સ્વયં ઇમાનદાર પણ નિઃસહાય વડાપ્રધાન જેવા લાગ્યા. ટુ-જી સ્પેક્ટ્રમ, ઇસરો, હેલિકોપ્ટર ખરીદીમાં પ્રત્યક્ષરૃપે તેમની કોઈ જવાબદારી નહોતી. વળી, કોલસા ગોટાળાએ તેમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું. હા, જે કાંઈ થયું તે ડો. મનમોહનસિંહની ખુલ્લી અને ઉદારીકરણની નીતિને કારણે જ થયું અને તેનો લાભ કેટલાક નફાખોરોએ ઉઠાવ્યો. દેશનો રૃપિયો ડોલરના મુકાબલે ઘસાયો તે માટે કેટલાક લોકો ડો. મનમોહનસિંહ અને નાણામંત્રી ચિદમ્બરમ્ને જવાબદાર ઠેરવે છે, પરંતુ બીજી વાસ્તવિકતા એ પણ છે કે સમગ્ર એશિયાનું ચલણ ડોલરના મુકાબલે નબળું પડયું છે. વળી, અમેરિકાનું અર્થતંત્ર સુધરતાં વિદેશી મૂડીરોકાણકારો તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે તે પણ એક કારણ છે. ડો. મનમોહનની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ વડાપ્રધાન હોત તોપણ આ જ પરિસ્થિતિ ઊભી થાત.

વિપક્ષે વેડફ્યાં વર્ષો

યુપીએ-૧ અને ૨ સરકારોની આલોચના થઈ શકતી હોય તો એવી જ ટીકા વિપક્ષોની પણ થઈ શકે તેમ છે. યુપીએ સરકારના નવમા વર્ષની વર્ષગાંઠની ચર્ચા થાય છે પણ જેની ચર્ચા થતી નથી તે મુખ્ય વિપક્ષ તરીકે ભાજપનાં નવ પૂરાં થયાં તેની પણ છે. લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા પણ મહત્ત્વની રહે છે. અગાઉ એલ. કે. અડવાણી લોકસભામાં વિપક્ષના નેતા હતા. તેમણે મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરવાના બદલે મુદ્દાઓને સડક પર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોહંમદ અલી ઝીણાના પ્રકરણમાં તેઓ ફસાઈ ગયા અને તેમની ખુદની મહત્ત્વાકાંક્ષા પ્રગટ થઈ ગઈ. આટલાં વર્ષો સુધી ભાજપ સ્વયંપ્રકાશિત બનવાને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવકના ગર્ભનાળમાંથી તે મુક્ત થઈ શક્યો નથી. આ વાત ભાજપની તાકાત બનવાને બદલે તેની મર્યાદા બની ગઈ છે. અટલ બિહારી વાજપેયીના સમયગાળા દરમિયાન ભાજપની જે સ્વીકાર્યતા વધી હતી તે ખોવાઈ ગઈ. એ જ રીતે યુપીએ-૨ સરકારની રચના પછી ભાજપે બીજા પક્ષોની સાથે રહીને સંસદમાં ઉત્કૃષ્ટ ચર્ચા જ થવા ન દીધી. વારંવાર બૂમરાણો મચાવીને લોકસભામાં ચર્ચાને બદલે ગૃહને સ્થગિત કરાવી દઈ પ્રજાના અબજો રૃપિયા વેડફી નાંખ્યા. વારંવાર વોકઆઉટ કર્યાં અને કામ રોકોવાળી પાર્ટી બની ગઈ. સંસદની ગરિમાને ભાજપે જ ભારે નુકસાન પહોંચાડયું. પાછલાં નવ વર્ષ દરમિયાન વિપક્ષ તરીકે ભાજપ સંસદમાં જ નહીં પરંતુ સડક પર પણ અસફળ રહી.

હવે શું થશે?

૨૦૦૯ની ચૂંટણીઓ પૂર્વે યુપીએ સરકારની મનરેગા યોજના અને ખેડૂતોની દેવામાફીએ તેમની જીતનો રસ્તો સાફ કરી દીધો હતો. હવે ખાદ્ય સુરક્ષા વિધેયક અને ‘આપ કા પૈસા આપ કે હાથ’ યોજના પર યુપીએ-૨એ દાવ અજમાવ્યો છે. હાલ તો સરકાર સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીના ટેકાથી ટકી રહી છે, પરંતુ વિપક્ષ સતત આક્રમક બનતો જાય છે અને સરકારને શ્વાસ પણ લેવા દેતો નથી.કેટલીક વિસંગતિઓથી એવો ભ્રમ પેદા થયો છે કે સરકાર સમય પહેલાં ચૂંટણી લાવી શકે છે પણ એ માત્ર અટકળો જ છે. 

વેલકમ ટુ જર્મની

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ભારતના લોકો સાહસિક છે. ખાસ કરીને ગુજરાતના લોકો એથીયે વધુ સાહસિક છે. આજથી ૪૦૦ વર્ષ પહેલાં ખેડા જિલ્લાના પાટીદારો અને કચ્છના લોકો સઢવાળાં વહાણોમાં બેસીને રોજી રળવા આફ્રિકા ગયા હતા. કેટલાક ગુજરાતીઓ જાવા-સુમાત્રા અને મસ્કત ઓમાન ગયા હતા. તે પછી હજારો યુવાનો અમેરિકા જઈ સ્થાયી થયા. અમેરિકામાં ન્યૂ જર્સી સ્ટેટ ગુજરાતીઓથી છલકાય છે. લંડનમાં વેમ્બલી એક નાનકડું ગુજરાત જ છે. તે પછી રોજી રળવા હજારો ગુજરાતી યુવાનો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા છે. યુરોપના દેશોએ બહારથી આવતા વસાહતીઓ માટે પ્રવેશનાં ધોરણો કડક બનાવ્યાં છે અને અમેરિકા પણ વિઝા પ્રક્રિયાને સખ્ત બનાવી રહ્યું છે, ત્યારે યુરોપનો એકમાત્ર દેશ જ એવો છે કે જે વેલકમનું બોર્ડ લગાવી રહ્યો છે અને તે દેશ છે જર્મની.

વેલકમ ટુ જર્મની

જર્મની નામ પડતાં જ લોકોને એડોલ્ફ હિટલરની યાદ આવી જાય, પરંતુ આજનું જર્મની એ હિટલરનું જર્મની નથી. ૬૦ લાખ યહૂદીઓની કત્લ કરી નાખનાર જર્મની હિટલરના પ્રકરણને ભૂલી જવા માંગે છે. અમેરિકા અને રશિયા વચ્ચેનું શીતયુદ્ધ સમાપ્ત થઈ જતાં પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એક થઈ ચૂક્યા છે. બર્લિનના શહેર વચ્ચેની દીવાલ તૂટી ગઈ છે. જર્મનીના લોકો મહેનતકશ છે. દુનિયાભરમાં વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે જર્મનીમાં વસ્તી વધી રહી છે. જર્મનીમાં કુશળ કારીગરો અને મજૂરોની તીવ્ર તંગી પેદા થઈ છે. આ કારણથી જર્મનીમાં પ્રવેશ માટેના વિઝામાં હવે ઉદાર ધોરણો અપનાવવામાં આવી રહ્યાં છે.

જર્મનીમાં તબીબોની પણ તંગી ઊભી થઈ છે. ટર્કી જેવા દેશોમાંથી ભણીને આવતા યુવાન ડોક્ટરોને તે ઝડપથી વિઝા આપે છે,શરત એટલી જ છે કે તમારે બે મહિનામાં જર્મની શીખી લેવાનું. જર્મનીમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ નહિવત્ છે. અંગ્રેજી ભાષાનો ઉપયોગ એરપોર્ટ પર, હોટેલોના રિસેપ્શન કાઉન્ટર્સ પર અને ટૂરિસ્ટ સેન્ટર્સ પૂરતો જ મર્યાદિત છે. બાકી બધો જ વ્યવહાર જર્મન ભાષામાં ચાલે છે. જર્મનીમાં વર્ષોથી લાખો ટર્કીશ લોકો રહે છે. અત્યાર સુધી જર્મન સત્તાવાળાઓ ટર્કીશ લોકો પ્રત્યે સારું વલણ દાખવતા નહોતા. હવે ડોક્ટરો અને એન્જિનિયરોની તંગી વર્તાતાં જર્મનીના શાસકોના એ વલણમાં પરિવર્તન આવ્યું છે.

કહેવાય છે કે જર્મનીમાં રહેતો દરેક પાંચમો અને સ્કૂલમાં ભણતો દર ત્રીજો વિદ્યાર્થી જર્મનીની બહારથી આવેલો વસાહતી છે. જર્મનીના વડાને ચાન્સેલર કહેવાય છે. આપણે તેને વડાપ્રધાન કહી શકીએ. જર્મનીના ચાન્સેલર તરીકે હાલ શ્રીમતી એન્જેલા માર્કેસ છે. તેઓ આખાબોલા અને રૂઢિચુસ્ત પણ છે. આગામી સપ્ટેમ્બર માસમાં જર્મનીમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શ્રીમતી એન્જેલા માર્કેસ તેમની નીતિઓ વધુ ઉદાર બનાવવા માગતાં હોય તેમ લાગે છે.

કેટલાક દાયકાઓ અગાઉ જર્મનીમાં બેકારીનું પ્રમાણ વધુ હતું અને ઇમિગ્રેશનના કાનૂન સખત હતા. અગાઉની ચૂંટણી લડતી વખતે શ્રીમતી એન્જેલા માર્કેસની પાર્ટીનું સૂત્ર હતું, ‘children Instead of indian’ એ સૂત્ર પર જ ચૂંટણી જીત્યા હતાં. હવે ભારતીયોને નકારવાના બદલે આવકારવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. ભારતની શિક્ષણ પદ્ધતિની કોઈ ગમે તેટલી ટીકા કરે, પરંતુ ભારતનો વિદ્યાર્થી ખૂબ પરિશ્રમ કરે છે, ખૂબ હોશિયાર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ એક વખત અમેરિકાના વિદ્યાર્થીઓને ચેતવણી આપતાં કહ્યું હતું, “ભારતના હોશિયાર વિદ્યાર્થીઓથી સાવધાન રહેજો. કહેવાનો મતલબ હતો કે ક્યાંક તમારી નોકરીઓ ભારતના હોશિયાર યુવાનો લઈ ના જાય.” હવે જર્મની પણ સ્વાગતમ્નું બોર્ડ લટકાવી રહ્યું છે. ૧૯૯૦માં પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એક થઈ ગયા બાદ તેની અસર જર્મનીના અર્થતંત્ર પર થઈ છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં જર્મનીમાં ૫૪ લાખ જેટલા કુશળ કારીગરો, મજૂરોની તંગી ઊભી થશે. ૨૦૧૧ સુધીમાં યુરોપિય યુનિયનમાંથી ત્રણ લાખ લોકો જર્મનીમાં સ્થળાંતર કરીને આવ્યા છે. ખાસ કરીને પોલેન્ડ જેવા દેશોમાંથી સૌથી વધુ વસાહતીઓ જર્મનીમાં આવ્યા છે. જર્મની પણ તેની સૌથી ખરાબ અમલદારશાહી માટે જાણીતો દેશ રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની સાવ ખતમ થઈ ગયું હતું ત્યારે તેને ફરી ઊભું કરવા હજારો કામદારો અને કારીગરો ઇટાલી, ગ્રીસ અને ટર્કી જેવા દેશોમાંથી જર્મીનીમાં આવ્યા હતા, પરંતુ જર્મન અમલદારોએ તેમને ના તો જર્મન ભાષા શીખવામાં મદદ કરી કે ના તો તેમને જર્મનીના એક હિસ્સા તરીકે સ્વીકાર્યા. આમ છતાં મોટાભાગના વસાહતીઓએ આપમેળે બધું શીખી લીધું.

એવી રીતે ૧૯૭૦માં ઓઇલ ક્રાઇસીસ વખતે બેકારી વધવાના ડરથી જર્મનીએ બહારથી આવતા વસાહતીઓ અને મહેમાનો માટે પણ પ્રવેશબંધી ફરમાવી દીધી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. ૨૦૦૦ની સાલથી જર્મનીનું જોબ માર્કેટ સુધર્યું છે. કારીગરો અને લેબરની તંગી ઊભી થવા માંડી. પરિણામે ચીનથી હેલ્પવર્કર્સ લાવવા પડયા. ફિલિપાઇન્સથી પણ હેલ્પવર્કર્સ લાવવા પડયા. તેમાં નર્સો અને પેરા મેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ મહિનાથી જ જર્મનીએ તેના ઇમિગ્રેશન કાનૂનમાં ૪૦ ટકા જેટલી છૂટછાટો આપી છે. મધ્યમ કુશળ કારીગરો માટેના પ્રતિબંધો હળવા કર્યા છે. જર્મનીમાં આજે ટ્રેન ચલાવનાર ડ્રાઇવરો અને ઇલેક્ટ્રિશિયનોની સખત તંગી છે. એમાંયે ડોક્ટરો અને એન્જિનિયરો જેવા અતિ કુશળ લોકો માટે જર્મનીએ તેના ઇમિગ્રેશન કાનૂન સૌથી વધુ ઉદાર બનાવ્યા છે.

જર્મનીમાં બધો જ વ્યવહાર જર્મન ભાષામાં ચાલતો હોઈ ડોક્ટરો કે એન્જિનિયરોએ પણ જર્મની શીખવું જરૂરી છે. આ કારણસર જર્મનીએ બીજા દેશોમાં પણ જર્મન ભાષા શીખવાના અભ્યાસક્રમો શરૂ કર્યા છે. હા, જર્મન ભાષા આવડતી ના હોય તો ડોક્ટરે પણ ત્યાં ટેક્સી ડ્રાઇવર તરીકે જ કામ કરવું પડે. જર્મનીની યુનિર્વસિટીઓમાં ભણીને ત્યાં જ નોકરી મેળવવી એ વધુ સુવિધાજનક છે. સ્પેનથી આવેલો હોટેલ કર્મચારી કહે છે કે સ્પેન કરતાં જર્મનીમાં નોકરી મેળવવી સરળ છે. જર્મનીમાં વસાહતીઓની સંખ્યા વધતાં ૨૦૧૧માં પહેલી જ વાર જર્મનીમાં વસ્તી વધારો દેખાય છે.

એ વાત સાચી છે કે બિન યુરોપિયન દેશોમાંથી આવતા લોકોને જર્મન પ્રજાએ આજ સુધી જર્મન તરીકે સ્વીકાર્યા નથી, પછી ભલે તે વર્ષોથી રહેતા હોય. એ જ રીતે જર્મનીની સ્કૂલોમાં પણ જર્મન સ્કૂલ ટીચર્સ બિન જર્મન વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખતા આવ્યા છે. જર્મન સત્તાવાળાઓ આજ સુધી બહારથી આવતા વસાહતીઓને સરકારી કચેરીઓમાં, પોલીસમાં અને મીડિયામાં નોકરીઓ આપતા નથી. વસાહતીઓને ગંદામાં ગંદા સ્થળે રહેવાની ફરજ પડે છે.

રહેઠાણોની બાબતમાં પણ અસલી જર્મનો બિન જર્મનો સાથે ભેદભાવ રાખતા આવ્યા છે. આ પણ જર્મનીની એક કડવી વાસ્તવિકતા છે. ત્યારે નવા વસાહતીઓને આમંત્રણ આપવાનું જર્મનીનું વલણ કેટલું વાસ્તવિક અને સામાજિક રીતે ન્યાયપ્રિય છે તે આવનારો સમય કહેશે.

આ પરિપ્રેક્ષ્યમાં જર્મની તેની કારીગરો, મજૂરો અને ડોક્ટરો કે એન્જિનિયરોની તંગી પૂરી કરવા તેના પ્રવેશદ્વાર ખોલી રહ્યું છે. ત્યારે જર્મનીનાં ચાન્સેલર શ્રીમતી એન્જેલા માર્કેસે તેમના રૂઢિચુસ્ત સાથીઓને મનાવવા ભારે પરિશ્રમ કરવો પડશે. દેખાય છે તેટલું આસાન નથી. અગાઉના ચાન્સેલર ગેર્હાર્ડ શ્રોએડરે વસાહતીઓને જર્મન નાગરિકો બનાવવાની શરૂઆત કરી હતી, પરંતુ જર્મનીમાં રહેતો એક મોટો રૂઢિચુસ્ત વર્ગ તેનો વિરોધ પણ કરતો હતો. આ સંજોગોમાં જર્મની જવા માગતા ભારતીયોએ સાવધાનીપૂર્વક તેના પ્લસ અને માઇનસ પોઇન્ટ વિચારીને જ આગળ વધવું.

www.devendrapatel.in

પુષ્ય, ચક્રવર્તી એટલે શું બોલો, હું ચક્રવર્તી નથી?

ભગવાન મહાવીર

ભગવાન મહાવીરની સાધનાનું એ બીજું વર્ષ હતું. એ વખતે થૂણાક ખાતે પુષ્ય નામનો સામુદ્રિક શાસ્ત્રનો નિષ્ણાત પંડિત રહેતો હતો. દૂર દૂરથી લોકો પોતાનું ભવિષ્ય જાણવા તેની પાસે આવતા હતા. એક દિવસ ફરતાં ફરતાં તે ગંગાના કિનારે પહોંચી ગયો. એ સ્થળે નદીના તટ પર કોઈના પગલાં જોઈ તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. એ મનમાં જ બોલી ઊઠયોઃ ”આ ચરણચિહ્ન તો કોઈ ચક્રવર્તીના જ છે, સાધારણ માનવી કે સાધારણ રાજાનાં પણ નહીં.”

એને પોતાના સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાન પર ગર્વ હતો. પોતે સાચો છે એ પૂરવાર કરવા એ ચરણચિહ્નો અનુસાર આગળ વધતાં વધતાં થૂણાક પહોંચ્યો. એણે જોયું તો સામે એક વ્યક્તિ ધ્યાન મુદ્રામાં જ ઊભી હતી. આ ચરણચિહ્ન એ વ્યક્તિનાં જ છે એ એણે નક્કી કરી લીધું. હવે તે ભગવાન મહાવીરની સામે ઊભો હતો. એણે ફરી એ ધ્યાનસ્થ વ્યક્તિ પર નજર નાંખીઃ ”લક્ષણ દર્શાવે છે કે આ વ્યક્તિ ચક્રવર્તી છે પણ તેની પરિસ્થિતિ તો દર્શાવે છે કે કોઈ પદયાત્રી ભિક્ષુક જ છે.”

પુષ્ય, ચક્રવર્તી એટલે શું બોલો, હું ચક્રવર્તી નથી?

પુષ્યએ અભિવાદન કરતાં પૂછયું : ”ભન્તે ! આપ અહીં એકલા કેમ છો?”

ભગવાન મહાવીરે કહ્યું : ”આ જગતમાં જે આવે છે, તે એકલો જ હોય છે અને એકલો જ જાય છે.”

”નહીં ભન્તે! હું તત્ત્વની ચર્ચા કરવા માંગતો નથી. હું વ્યવહારની વાત કરી રહ્યો છું.”

ભગવાન મહાવીરે કહ્યું : ”વ્યવહારની ભૂમિકા પર હું એકલો ક્યાં છું?”

”ભન્તે! આપ પરિવાર વિનાના છો તેથી તમે એકલા નથી શું ?”

”મારો પરિવાર મારી સાથે છે.”

”ક્યાં છે, આપનો પરિવાર?”

મહાવીર બોલ્યાઃ ”સંવર (નિર્વિકલ્પ ધ્યાન) મારા પિતા છે. અહિંસા મારી માતા છે. બ્રહ્મચર્ય મારો ભાઈ છે.અનાસક્તિ મારી બહેન છે. શાંતિ મારી પ્રિયા છે. વિવેક મારો પુત્ર છે. ક્ષમા મારી પુત્રી છે. ઉપશમ્ મારું ઘર છે. સત્ય મારો મિત્ર છે. મારો આખોય પરિવાર નિરંતર મારી સાથે જ રહે છે, તો પછી હું એકલો કેવી રીતે ?”

પુષ્ય બોલ્યોઃ ”ભન્તે! મને ઉલઝનમાં ના નાંખો. મારી દ્વિધા એ છે કે આપના શરીરના લક્ષણ મહાન ચક્રવર્તી જેવાં છે પરંતુ આપનું જીવન સાધારણ વ્યક્તિ જેવું છે. શું મારું જ્ઞાન ખોટું કે આપ ચક્રવર્તી નથી?”

ભગવાન મહાવીરે કહ્યું : ”પુષ્ય? મને એ કહો કે ચક્રવર્તી કોણ હોય છે?”

”જેની આગળ આગળ ચક્ર ચાલે.”

”ચક્રવર્તી કોણ હોય છે?”

”જેની પાસે બાર યોજનમાં ફેલાયેલી સેનાને ત્રાણ દેવાવાળું છત્રરત્ન હોય.”

”ચક્રવર્તી કોણ હોય છે?”

”જેની પાસે એવું ચર્મરત્ન હોય જેનાથી સવારે વાવવામાં આવેલું બીજ સાથે પાકી જાય.”

ભગવાન મહાવીર બોલ્યાઃ ”પુષ્ય, તમે ઉપર-નીચે, આસ-પાસ- ક્યાંય પણ જુઓ, ધર્મચક્ર મારી આગળ પાછળ ચાલી રહ્યું છે, જે સમસ્ત માનવજાતિને ત્રાણ દેવામાં સમર્થ છે. ભાવના મારું ચર્મરત્ન છે, જેમાં જે ક્ષણે બી વાવવામાં આવે તે જ ક્ષણે તે પાકી જાય છે. બોલો, હવે હું ચક્રવર્તી નથી શું ?શું તમારા સામૂહિક શાસ્ત્રમાં ધર્મ-ચક્રવર્તીનું અસ્તિત્વ જ નથી?”

પુષ્ય ભગવાન મહાવીરની વાણી સાંભળી સ્તબ્ધ થઈ ગયો. શાંત થઈ ગયો. તે બોલ્યોઃ ”ભન્તે! તમે બહુ જ સારું કર્યું. મારી દ્વિધા હવે દૂર થઈ ગઈ. મારું મન પણ હવે શાંત થઈ ગયું.”

ભગવાને એક દિશામાં વિહાર કર્યો પુષ્ય જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં એક નવા જ્ઞાનની પ્રાપ્તિ સાથે રવાના થઈ ગયો.

ભગવાન દીક્ષિત થયા ત્યારે તેમની પાસે કેવળ એક જ વસ્ત્ર હતું. કેટલાંક દિવસો બાદ તેને પણ છોડી દીધું. અલબત્ત તીર્થ પ્રવર્તન બાદ તેમણે નિગ્રંન્થોને સીમિત વસ્ત્ર અને પાત્ર રાખવાની જ અનુમતી આપી હતી. સમ્રાટ શ્રેણિકના પુત્ર મેઘકુમારને તેમણે જ્યારે દીક્ષા આપી ત્યારે તેમણે કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે સૂઈ જવું, કેવી રીતે બોલવું અને કેવી રીતે ખાવું તેની પણ શિક્ષા આપી.

કેટલાક વિદ્વાનો માને છે કે ભગવાન મહાવીરે યજ્ઞો અને કર્મકાંડોમાં નવા સંશોધનો કરી તેઓ ક્રાંતિકારી ધર્મનેતાના સ્વરૂપમાં ઉભર્યા. પરંતુ મુનિ નથમલનું માનવું છે કે એ સમયગાળામાં શ્રમણ પરંપરા અને વૈદિક-એ બંને ભવ્ય ભારતીય પરંપરાઓ સ્વતંત્ર શાખાઓના રૂપમાં વિકસીત હતી. બંને વચ્ચે ભગિનીનો સંબંધ હતો, માતા અને પુત્રીનો નહીં. ભગવાન મહાવીર સમન્વયવાદી હતા. તેઓ બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે ચાલી આવતી દીર્ઘકાલીન કટુતાને સમાપ્ત કરવા માંગતા હતા. તેમણે બ્રાહ્મણોને પ્રધાનતા બક્ષી – એક જાતિના રૂપમાં નહીં પરંતુ એક વ્યક્તિના રૂપમાં. જાતિય ભેદભાવ તેમને માન્ય નહોતા! તેમના શાસનમાં દાસ, શૂદ્ર અને ચાંડાલ જાતિના લોકોને પણ દીક્ષા અપાઈ અને તેમને બ્રાહ્મણોને સમાન ઉચ્ચતા બક્ષી.

એ સમયે વારાણસીમાં એક યજ્ઞા ચાલતો હતો. યજ્ઞાના યજમાન વિજયઘોષ હતા. ત્યાં જયઘોષ મુનિ જઈ ચડયા. વિજયઘોષ પણ બ્રાહ્મણ હતા. અને જયઘોષ મુનિ પણ બ્રાહ્મણ હતા. મુનિ જયઘોષ યજ્ઞાનો વિરોધ કરવા ગયા હતા. યજ્ઞાના કર્તા અને પ્રતિકર્તા બેઉ બ્રાહ્મણ હતા. એક જાતિવાદના વિરોધી બીજા જાતિવાદના સમર્થક. એ વખતે ઘણા બ્રાહ્મણો શ્રમણ પરંપરામાં જોડાયા હતા અને ઘણા ક્ષત્રિયો બ્રાહ્મણ પરંપરામાં પણ હતા. યજ્ઞાના યજમાન વિજય ઘોષે મુનિ જયઘોષને કહ્યું : ”મુનિ! આ યજ્ઞામંડપમાંથી તમને ભીક્ષા નહીં મળે. આ ભોજન વેદવિદ્ અને ધર્મના પારગામી બ્રાહ્મણો માટે બનેલું છે.”

મુનિ જયઘોષ બોલ્યાઃ ”મને ભીક્ષા મળે કે ના મળે તેની ચિંતા નથી. મને ચિંતા એ વાતની છે કે તમે બ્રાહ્મણનો અર્થ જાણતા નથી.”

વિજય ઘોષે કહ્યું : ”બ્રાહ્મણનો અર્થ તો જાણીતો છે જે બ્રહ્માના મુખેથી ઉત્પન્ન બ્રાહ્મણકુળમાં જન્મ લે છે તે બ્રાહ્મણ.”

મુનિ જયઘોષે કહ્યું : ”જાતિ જન્મના આધારે નથી હોતી, જાતિ કર્મના આધારે હોય છે. મનુષ્ય કર્મથી બ્રાહ્મણ હોય છે અને કર્મથી ક્ષત્રિય. માનવી કર્મથી વૈશ્ય હોય છે અને કર્મથી શુદ્ર.”

વિજય ઘોષે પૂછયું : ”બ્રાહ્મણનું કર્મ શું છે?”

મુનિ બોલ્યાઃ ”બ્રાહ્મણનું કર્મ છે- બ્રહ્મચર્ય, જે વ્યક્તિ બ્રહ્મનું આચરણ કરે છે તે બ્રાહ્મણ હોય છે. જેવી રીતે જળમાં ઉગેલું કમળ એમાં લિપ્ત હોતું નથી, તેવી જ રીતે મનુષ્ય કામમાં ઉત્પન્ન હોવા છતાં તેમાં લિપ્ત ના હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે રાગ, દ્વેષ અને ભયથી દૂર રહેવાથી સુવર્ણની જેમ ચમકે છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે અહિંસક, સત્યવાદી અને અકિંચન હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” મુનિ જયઘોષની વાત સાંભળી યજ્ઞા કરનાર વિજય ઘોષનું હૃદય પરિવર્તન થઈ ગયું અને કર્મણાજાતિના સિદ્ધાંતને તેણે સ્વીકારી લીધો. હરિકેશ જાતિથી ચાંડાલ હતા તો પણ તેઓ મુનિ બની ગયા.

ભગવાન મહાવીરનો એ યુગ ધર્મની પ્રધાનતાનો યુગ હતો. એ વખતે સાધુ બનવાનું બહુ જ મહત્ત્વ હતું. શ્રમણ પરંપરા સાધુ બનવા પર બહુ જ બળ આપતી હતી. એની અસર વૈદિક પરંપરા પર પણ પડી. તેમાં પણ સન્યાસીને ખૂબ જ માન અને સર્વોપરિતા પ્રાપ્ત થતાં. ધર્મની અનેક પરંપરાઓમાં એ વખતે હજારો સાધુઓ હતા. તે બધાએ આકર્ષણનું કેન્દ્ર બની જતા. સાધુતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. ભગવાન મહાવીરે જોયું તો ઘણા તો શ્રમણ અને સન્યાસી સાધુના વેશમાં ગૃહસ્થ જીવન જીવતા હતા. તેમનામાં જ્ઞાનપ્રાપ્તીની કોઈ પિપાસા નહોતી. તેમને સત્યની ખોજની કોઈ ઈચ્છા નહોતી. તેમનામાં આત્મઉપલબ્ધિની કોઈ તડપ નહોતી. ભગવાન મહાવીરને એ ના ગમ્યું. તેમણે કહ્યું : ”માથું મુંડાવી લેવાથી કોઈ શ્રમણ નથી થઈ જતો. ઓમનો જપ કરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જતો નથી. અરણ્યવાસ કરવાથી કોઈ મુનિ થઈ જતો નથી. વલ્કલ પહેરવાથી કોઈ તપસ્વી થઈ જતો નથી. શ્રમણ હોય   છે સમતાથી. બ્રાહ્મણ હોય છે બ્રહ્મચર્યથી, મુનિ હોય છે જ્ઞાનથી. તાપસ હોય છે તપસ્યાથી.

ભગવાન મહાવીરે કહ્યું : ”વ્રતહીન સાધુ મૂલ્યહીન છે.”

કોઈએ પૂછયું : ”ભગવાન! સાધુત્વ અને વેશમાં શું સંબંધ છે?”

ભગવાન મહાવીરે કહ્યું : ”હું ચાર પ્રકારના પુરુષોનું પ્રતિપાદન કરું છું. (૧) કેટલાક પુરુષો વેશ નથી છોડતા, સાધુત્વને છોડી દે છે. (૨) કેટલાક પુરુષો સાધુત્વને નથી છોડતા પણ વેશ છોડી દે છે. (૩) કેટલાક પુરુષો સાધુત્વ અને વેશ- બંનેને છોડતા નથી. (૪) કેટલાક પુરુષો સાધુત્વ અને વેશ- એ બંનેને છોડી દે છે.” એટલું કહી ભગવાને સાધુની વ્યાખ્યા કરતાં કહ્યું : ”આજકાલ ઘણા બધા અસાધુ સાધુનો વેશ પહેરીને ફરે છે. ભોળા લોકો તેમને સાધુ સમજે છે પરંતુ જાણકાર લોકો તેમને સાધુ માનતા નથી. સાધુ તો એ છે કે જે વ્યક્તિ જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંયમ અને તપમાં રત હોય અને જે આ ગુણોથી સમાયુક્ત હોય, જાણકાર માણસો તેને સાધુ કહે છે.”

કોઈએ ભગવાન મહાવીરને પૂછયું : ”ભન્તે! ભગવાન ભિક્ષુને શ્રેષ્ઠ માને છે કે ગૃહસ્થને ?”

ભગવાન મહાવીરે કહ્યું : ”હું સંયમને શ્રેષ્ઠ માનું છું. સંયમી ગૃહસ્થ અને સંયમી ભિક્ષુ- બંને શ્રેષ્ઠ છે.”

કોઈએ પૂછયું : ”ભન્તે! કેટલાક દાર્શનિકો કહે છે કે, અમારા સંપ્રદાયમાં જ ધર્મ છે, તેની બહાર નથી. તો શું આ સાચું છે?”

ભગવાન મહાવીરે કહ્યું : ”મારા જ સંપ્રદાયમાં આવો, તમને મુક્તિ મળશે અન્યથા નહીં- એવાં વિધાન એક પ્રકારનો સાંપ્રદાયિક ઉન્માદ છે. આ ઉન્માદથી ઉન્મત્ત વ્યક્તિ, બીજાઓને ઉન્માદ જ આપી શકે છે, ધર્મ આપી શક્તો નથી.”

શિષ્યે પૂછયું : ”કોઈ વ્યક્તિ માત્ર શ્રમણ જૈન! ધર્મનો જ અનુયાયી થાય તો જ તે ધાર્મિક હોઈ શકે છે, એ વાત સાચી ?”

ભગવાન મહાવીરે કહ્યું : ”નામ અને રૂપની સાથે ધર્મની વ્યાપ્તિ નથી. તેની વ્યાપ્તિ અધ્યાત્મની સાથે છે. તેથી હું માનું છું કે, કોઈ પણ વ્યક્તિ અધ્યાત્મનો અનુયાયી બનીને જ ધાર્મિક હોઈ શકે છે.”

કેવું અદ્ભુત જ્ઞાન

ભગવાન મહાવીરે બ્રાહ્મણ, શ્રમણ, મુનિ,ધર્મ અને અહિંસાની કેવી શ્રેષ્ઠ વ્યાખ્યાઓ કરી આપી? ભગવાન મહાવીર જન્મે ક્ષત્રિય હતા. રાજકુમાર હતા, પરંતુ રાજમહેલ અને તેનાં તમામ ઐશ્વર્યને છોડીને વનમાં જઈ બાર વર્ષ સુધી સાધના કરતા રહ્યા. તેઓ સાચા અર્થમાં ઉત્થાન,કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમના પ્રતીક હતા. જીવનકાળ દરમિયાન અભય અને મૈત્રીના મહાન પ્રયોગો કર્યા. એકલા જ ઘૂમતા રહ્યા. અપરિચિત લોકોની વચ્ચે ગયા. ના કોઈ ભય ના કોઈ શત્રુતા. તેઓ સાચા અર્થમાં ધર્મક્ષેત્રના ચક્રવર્તી હતા અને સમતા તેમનું અખંડ સામ્રાજ્ય હતું.

ભગવાન મહાવીર એક યુગપ્રવર્તક હતા.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

વસ્ત્ર કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયું ને તેઓ ચાલતા જ રહ્યા

ક્રોધનો પ્રતિકાર કરવાના બદલે અભય થઈ ધ્યાનસ્થ બની જાવ

ભગવાન મહાવીરના ગૃહત્યાગ બાદ શરૂઆતનાં વર્ષોની આ વાત છે. સાધનાના બીજા વર્ષનો એ પહેલો મહિનો હતો. ભગવાન મહાવીર દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જઈ રહ્યા હતા. બંને સન્નિવેશોની વચ્ચે બે નદીઓ વહી રહી હતી. એક નદીનું નામ સુવર્ણબાલુકા અને બીજી નદીનું નામ રૂપ્ય બાલુકા. સુવર્ણબાલુકા નદીના કિનારે કાંટાળી ઝાડી હતી. મહાવીર તેની પાસેથી પસાર થઈ રહ્યા હતા.ચાલતા ચાલતા અચાનક તેમનાં શરીર પરનું વસ્ત્ર કાંટામાં ફસાઈ ગયું છતાં મહાવીર અટક્યા નહીં. તેમના શરીર પરનું વસ્ત્ર નીચે પડી ગયું. ભગવાન મહાવીરે તેની પર એક દૃષ્ટિ નાંખી અને તેમણે ચરણ ઊપાડયા. મહાવીર પાસે હવે પોતાનું કાંઈ છે તેવું દર્શાવવા માટે માત્ર શરીર જ હતું. વાસ્તવમાં એ એમનું ચૈતન્ય હતું. પહેલાં તેમનો શરીર સાથે પ્રેમસંબંધ હતો. હવે વિનિમયનો. તેઓ અધિકાંશ સમય ધ્યાનમાં વીતાવતા હતા. શરીરને જરૂર હોય તેટલું જ પોષણ આપતા હતા તેથી તેમને આવશ્યક શક્તિ મળી રહે.

વસ્ત્ર કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયું ને તેઓ ચાલતા જ રહ્યા

હવે મહાવીર પાસે કોઈ ઘર નહોતું. કોઈ આશ્રમ નહોતો. તેઓ એકાંત, જંગલ, દેવાલય અને ક્યારેક સ્મશાનમાં પણ રહેતા હતા. સાધનાના પ્રથમ વર્ષમાં તેઓ કોલ્લાક સંન્નિવેશથી મોટાક સંન્નિવેશ પહોંચ્યા. એના બહારના ભાગમાં તપસ્વીઓનો એક આશ્રમ હતો. વિહાર કરતા કરતા તેઓ એ આશ્રમ તરફ ગયા. આશ્રમના વડા કુલપતિ મહાવીરના પિતા સિદ્ધાર્થના મિત્ર હતા. તેઓ ભગવાન મહાવીરને ઓળખી ગયા. તેમણે ભગવાન મહાવીરનું સ્વાગત કર્યું. બેઉએ એકબીજાનું અભિવાદન કર્યું. આશ્રમના કુલપતિએ મહાવીરને એક દિવસ તેમના આશ્રમમાં રોકાઈ જવા વિનંતી કરી. મહાવીર એક દિવસ ત્યાં રોકાયા. બીજા દિવસે તેઓ પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતા ત્યારે જ આશ્રના કુલપતિએ કહ્યું: ”મુનિવર ! આ આશ્રમ આપનો જ છે. અત્યારે આપ જઈ રહ્યા છો તેથી હું નહીં રોકું. પરંતુ ચોમાસું ગાળવા માટે આપ અહીં પધારો તેવી મારી હાર્દિક ઈચ્છા છે.”

મહાવીર જતા રહ્યા કેટલાક મહિનાઓ સુધી આસપાસના વિસ્તારમાં ઘૂમ્યા. આશ્રમના કુલપતિની ઈચ્છાને અનુગ્રહિત કરવા તેઓ ચોમાસાના પ્રારંભે જ એ આશ્રમમાં પાછા આવ્યા. મહાવીર આમ તો સ્વતંત્રતાના આગ્રહી હતા અને અલખની ધૂણી ધખાવીને બેઠા હતા. પરંતુ આજે તેઓ એક આશ્રમના કુલપતિના બંધનમાં બંધાઈ ગયા.

કુલપતિએ મહાવીરને ઘાસની બનેલી એક ઝૂંપડીમાં ઉતારો આપ્યો. મહાવીર એ ઝૂંપડીમાં રહેવા લાગ્યા. અહીં તેમનું એક જ કાર્ય હતું- ધ્યાન. ભીતરની ગહેરાઈઓમાં ડૂબકી લગાવી સંસ્કારોની છાયા નીચે ડૂબેલા અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવો એ જ એમનું ધ્યેય હતું. તેઓ ધ્યાનમાં એટલા મગ્ન રહેતા કે તેમને પોતાની જાત, પોતાના સ્થાન કે ઝૂંપડી તરફ ધ્યાન આપવાનો સમય જ નહોતો. આશ્રમના એક વહીવટકર્તાને આ ગમ્યું નહીં. એણે મહાવીરને અનુરોધ કર્યોઃ ”આપ આપની ઝૂંપડીની સારસંભાળ રાખો તો સારું.”

સમય વહેતો રહ્યો. હવે વાદળો આકાશમાં મંડરાવા લાગ્યા. વર્ષાનો આરંભ થયો. રીમઝીમ વરસાદ વરસવા લાગ્યો. પ્રકૃતિમાં શીતળતા છવાઈ ગઈ. ચારે બાજુ હરિયાળી ચાદર બીછાઈ ગઈ. આશ્રમની ગાયો પણ હવે અરણ્યમાં ખુલ્લી ચરવા લાગી. ઘાસ હજુ મોટું થયું નહોતું. ધરતી હજુ તો હમણાં જ અંકુરીત થઈ હતી. ભૂખી ગાયો જંગલમાં ખાઈ શકાય એટલું મોટું ઘાસ ના મળતાં ચારાની ખોજમાં આશ્રમની ઝૂંપડીઓ પાસે આવી પહોંચી. બીજા તપસ્વીઓ પોતપોતાની કુટીરોની રક્ષા કરતા હતા. મહાવીર જે ઝૂંપડીમાં રહેતા હતા ત્યાં પણ ગાયો પહોંચી ગઈ. ઝૂંપડીના છાપરા પર ઢાંકવામાં આવેલા ઘાસને ગાયો ખાવા લાગી. મહાવીર તો ધ્યાનમાં લીન હતા. મહાવીરને બહાર શું થાય છે તેની ખબર જ નહોતી. આ વાત આશ્રમના વડા કુલપતિ પાસે પહોંચી. એક તપસ્વીએ કુલપતિને કહ્યું: ”મેં મહાવીરને કહ્યું હતું છતાં તેઓ તેમની ઝૂંપડીની રક્ષા કરતા નથી.

આશ્રમના કુલપતિ ક્રોધે ભરાઈને મહાવીરની પાસે ગયા. તેમણે ઊંચા અવાજે કહ્યું: ”મુનિવર! નિમ્ન સ્તરની ચેતનાવાળું પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે. મને આશ્ચર્ય છે કે, આપ એક ક્ષત્રિય હોવા છતાં આશ્રમની રક્ષા માટે ઉદાસીન કેમ છો? શું એવી આશા રાખું કે ફરી મને આવી ફરિયાદ નહીં મળે?”

મહાવીરે શાંત ચિત્તે એટલું જ કહ્યું: ‘આપ આશ્વસ્ત રહો. હવે આપને કોઈ ફરિયાદ નહીં મળે.”

આશ્રમના કુલપતિ પ્રસન્ન થઈ પોતાની કુટિયા તરફ ચાલ્યા ગયા.

મહાવીરે વિચાર્યું:”અત્યારે હું તો સત્યની ખોજમાં આવ્યો છું અને તેમાં જ ખોવાયેલો રહું છું. હું મારું ધ્યાન તેમાંથી હટાવીને ઝૂંપડાની રક્ષા માટે કેન્દ્રીત કરું તે સંભવિત નથી. ગાયો મારી ઝૂંપડીનું ઘાસ ખાઈ જાય છે જે બીજા તપસ્વીઓને પ્રીતિકર નહીં હોય. તેથી આ સ્થિતિમાં અહીં રહેવું મારા માટે શ્રેયસ્કર છે શું?”

આ અશ્રેયસની અનુભૂતિ બાદ તેઓ ઊભા થયા. તેમનાં ચરણો ગતિમાન થયાં. તેમણે ચોમાસાના ચાતુર્માસના માત્ર પંદર જ દિવસ આશ્રમમાં વીતાવ્યા. તેઓ ત્યાંથી આગળ વિહાર કરી ગયા. આશ્રમ છોડી દીધો. બાકીનો સમય તેમણે અસ્થિકગ્રામના પાર્ર્શ્વવર્તી શૂલપાણિ યક્ષ મંદિરમાં વિતાવ્યો.

તપસ્વીઓના આશ્રમની એ ઘટનાએ મહાવીરને સ્વતંત્રતા- અભિયાનની દિશામાં કેટલાક નવા આયામ ખોલી દીધા. આશ્રમમાંથી પ્રસ્થાન બાદ એ જ સમયે તેમણે પાંચ સંકલ્પ કર્યા-

(૧) હું અપ્રીતિકર સ્થાનમાં નહીં રહું.

(૨) પ્રાયઃ ધ્યાનમાં જ લીન રહીશ

(૩) પ્રાયઃ મૌન રહીશ
(૪) હાથમાં જ ભોજન કરીશ

(૫) ગૃહસ્થોનું અભિવાદન નહીં કરું.

મહાવીર માટે જાણે કે અંતર્જગતનું પ્રવેશદ્વાર ખૂલી ગયું. લૌકિક માનદંડોનો ભય તેમને જોઈતી હતી તે સ્વતંત્રતાનું હવે બાધક રહ્યું નહીં. હવે શરીર ઉપકરણ અને સંસ્કારોની સુરક્ષા માટે ઊઠવાવાળો ભય ર્નિિવર્ય થઈ ગયો.

 કુમાર વર્ધમાન હવે વન-જંગલોમાં વિહાર કરતા રહ્યા. ભયાનક શૂલપાણી યક્ષ મંદિરમાં પણ તેઓ રહ્યા. જંગલોમાં અને નિર્જન સ્થળે તેઓ સાધના કરતા રહ્યા. ભયાનક ઘાટીઓમાં ભૂત-પ્રેત કે જંગલી જાનવરોથી તેઓ ડર્યા નહીં. વિષધર સર્પોથી કે વીંછીઓથી પણ ભયભીત ના થયા. એ ઘાટીઓ પાર કર્યા બાદ એક દિવસ વૈશાખી ર્પૂિણમાના દિવસે તેઓ ધ્યાનમાં બેઠા હતા. તેમને કોઈ અશાંતિનો અનુભવ થયો. એ જ સમયે તેમણે સંકલ્પ કર્યો કે, ”હું આજે બોધિ પ્રાપ્ત કર્યા વિના આસન નહીં છોડું.”જેમ જેમ તેમની એકાગ્રતા વધતી ગઈ તેમ તેમ તેમની સમક્ષ ભયંકર આકૃતિઓ ઉપસતી ગઈ. જંગલી જાનવર, અજગર અને રાક્ષસોએ તેમને ખૂબ કષ્ટ આપ્યું, પરંતુ તેઓ અવિચળ રહ્યા. જરાયે ચલાયમાન થયા નહીં. તેમનું મન શાંત થયું અને તેમને બોધિ પ્રાપ્ત થઈ ગઈ. તેઓ હવે કુમાર વર્ધમાન નહીં, પરંતુ મહાવીરમાં રૂપાંતરિત થઈ ચૂક્યા હતા.

સાધનાના બીજા વર્ષે તેઓ ઉત્તરવાચાલા તરફ જવા નીકળ્યા. રસ્તામાં ગોવાળિયાઓએ એ માર્ગે ના જવા સલાહ આપીઃ ”એ રસ્તે ના જશો ત્યાં ચંડકૌશિક નામનો સાપ રહે છે. તે દૃષ્ટિ વિષ છે. જે માણસ તેની દૃષ્ટિમાં આવી જાય છે તે ભસ્મ થઈ જાય છે.”

મહાવીરનું મન પુલક્તિ થઈ ગયું. તેઓ અભય અને મૈત્રી એ બંનેની કસોટી કરવા માંગતા હતા. તેઓ આગળ વધ્યા. તેઓ એક નિર્જન અને જર્જરિત દેવાલય પાસે પહોંચ્યા. તેનો મંડપ તે ચંડકૌશિક સાપનું ક્રીડાસ્થળ હતું. ભગવાન મહાવીર મંડપની મધ્યમાં જ કાર્યોત્સર્ગની મુદ્રામાં ઊભા રહી ગયા. તેઓ ધ્યાનની ચરમ મુદ્રામાં પ્રવેશ્યા. બ્રાહ્યજગત અને ઈન્દ્રિય સંવેદના સાથેનો તેમનો સંબંધ હવે સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેઓ ઈર્ષા, વિષાદ શોક, ભય આદિ માનસિકતાથી તથા ઠંડી, ગરમી, વિષ-શસ્ત્ર જેવાં શારીરિક દુઃખોથી પણ દૂર ચાલ્યા ગયા હતા. થોડી જ વારમાં ચંડકૌશિક સાપ જંગલમાં ફરીને આ મંડપ નીચે આવી પહોંચ્યો. એણે ભગવાન મહાવીરને જોયા. ચંડકૌશિકે પહેલી જ વાર દેવાલયના મંડપમાં એક માનવીને જોયો. એક ક્ષણ તે સ્તબ્ધ થઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે તેણે ફેંણ ઉઠાવી. તેની દૃષ્ટિ વિષમય બની ગઈ. ભયંકર ફૂંફાડો મારી એણે મહાવીરને જોયા. ચંડકૌશિક સાપને હતું કે ક્ષણભરમાં આ માણસ ભસ્મ થઈ નીચ પડશે, પણ એણે જોયું તો એ માનવી હજું ત્યાં જ ઊભો હતો. પહેલા ફૂંફાડાની નિષ્ફળતાથી તે વધુ ક્રોધે ભરાયો. થોડુંક પાછા હટીને એણે ફરી ભયંકર વિષ દૃષ્ટિથી મહાવીર તરફ ફૂંફાડો માર્યો. મહાવીર પર તેની કોઈ જ અસર ના થઈ. ત્રીજીવાર વિષ ભરેલી દૃષ્ટિથી ફૂંફાડો માર્યો. કોઈ જ પરિણામ આવ્યું નહીં. મહાવીર હજુ પણ એક પર્વતની જેમ અપ્રકંપ ભાવથી ઊભેલા હતા. ચંડકૌશિકનો ક્રોધ હવે પરાકાષ્ટાએ હતો. એ ચમચમાતી જીભ બહાર કાઢી મહાવીર તરફ ધસ્યો. પોતાનું તમામ વિષ જીભમાં આણી દઈ એણે મહાવીરના ડાબા પગના અંગૂઠા પર ભયંકર ડંખ માર્યો. મહાવીર હજુ સ્થિર હતા. બીજી વાર પગ પર ડંખ માર્યો. ત્રીજી વાર તેમના પગમાં લપેટાઈ જઈ મહાવીરના ગળામાં ડંખ માર્યો. બધા જ પ્રયત્નો વિફળ રહ્યા. હવે તે થાકી ગયો હતો. હતાશ થઈને ચંડકૌશિક સાપ થોડેક દૂર જઈ ભગવાન મહાવીરની સામે જ બેસી ગયો.

મહાવીરની ધ્યાન- પ્રતિભા સમાપ્ત થઈ. તેમણે આંખો ખોલી. સામે પોતાની વિશાળ કાયાને સમેટીને બેઠેલા ચંડકૌશિક સાપને જોયો. ભગવાન મહાવીરે પ્રશાંત અને મૈત્રીપૂર્ણ દૃષ્ટિ તેની તરફ નાંખી. ભગવાનની એ દૃષ્ટિથી વિષ વિલય પામ્યું. ચંડકૌશિક સાપના રોમરોમમાં શાંતિ અને અમૃત વ્યાપી ગયા.

ભગવાન મહાવીરની અહિંસાની પ્રતિષ્ઠા અને મૈત્રીનો આ વિજય હતો.

ભગવાન મહાવીરે લોકોને એ વાત શીખવી કે, ભય, ભયને ઉત્પન્ન કરે છે, અને અભય, અભયને. અદૃશ્યની ઉત્પત્તિનો જૈવિક સિદ્ધાંત મનુષ્યની માનસિક વૃત્તિઓ પર નિર્ભર છે. મહાવીરના અભયે પ્રકૃતિની રુદ્રતાથી ભયભીત યાત્રીઓમાં અભયનો સંચાર કર્યો. મહાવીરની અભય મુદ્રા નિહાળીને ચંડકૌશિક સાપ પણ શાંત થઈ ગયો.

સામેવાળો માણસ ગમે તેટલો ક્રોધ કરે પરંતુ માનવી તેનો પ્રતિકાર કરવાને બદલે અભય થઈ ધ્યાનસ્થ બની જાય તો શત્રુ પણ મિત્ર બની જાય.

આસારામના કરતૂતો સામે ગુજરાત સરકાર ચૂપ કેમ ?

નામ                   :          આસુમલ હરીલાણી

જન્મ                  :          ૧૭ એપ્રિલ, ૧૯૪૧

જન્મસ્થાન          :         બેસણી, જિલ્લા નવાબશાહ, (હાલ પાકિસ્તાનમાં)

માતા                  :          મેહાંગિબા

પિતા                   :          થીઉમલ સીરુમલાણી

પત્ની                  :          લક્ષ્મીદેવી

પુત્ર                     :          નારાયણ સાંઈ

પુત્રી                    :          ભારતી દેવી

કારકિર્દી              :          શરૂઆત અમદાવાદમાં દારૂના ધંધાથી

ગુરુ                    :          સંત લીલા શાહ

શરૂઆત              :          ૧૯૭૨માં અમદાવાદમાં મોટેરા આશ્રમ સ્થાપ્યો

આશ્રમનો વેપાર     :         આસારામ બ્રાન્ડ તેલ, અગરબત્તી, દવાઓ તથા ઘરગથ્થુ ચીજવસ્તુઓ

સામ્રાજ્ય             :         વિશ્વના ૧૨ દેશોમાં ૪૨૫ આશ્રમો

અનુયાયીઓ         :         બે કરોડ લોકો
સંપત્તિ                 :          રૂ.૧૦,૦૦૦ કરોડ

જીવનશૈલી               :         બીએમડબલ્યુ થી માંડીને ર્મિસડિઝ સુધીની લકઝરીકારોનો કાફલોઃ બિઝનેસકલાસ કે  ચાર્ટર્ડ વિમાનમાં જ ઉડ્ડયન

આસારામના કરતૂતો સામે ગુજરાત સરકાર ચૂપ કેમ ?

જે કામ રાજસ્થાનની પોલીસે કર્યું તે ગુજરાતની પોલીસે કેમ ના કર્યું ?

સંત કે શેતાન ?

ઉપરોક્ત પ્રોફાઈલ વાંચ્યા પછી આસુમલમાંથી આસારામ બનેલા ગૃહસ્થી-કમ વેપારી અને વૈભવી જીવન જીવતા આસારામ બાપુને ‘સંત’ તરીકે કેટલાક ઓળખે છે. અંગ્રેજી મીડિયા તેમને ‘સેલ્ફ મેઈડ ગોડમેન’ કહે છે. દેશમાં ઠેર ઠેર તેમની સામે જમીનો હડપવાના કેસો થયેલા છે. તેમના શિષ્યોનાં રહસ્યમય મોત નીપજેલા છે. મોટેરા આશ્રમમાં દિપેશ અને અભિષેક નામનાં બે બાળકોનાં અપમૃત્યુનું રહસ્ય હજુ ઘૂંટાયેલું છે. મધ્યપ્રદેશમાં રૂ.૭૦૦ કરોડની કિંમતની જમીન પર કબજો કરવાનો આરોપ છે. રતલામમાં રૂ.૨૦૦ કરોડની જમીનનો કેસ પણ ઊભો છે. ઉનાળામાં દુષ્કાળ વખતે વોટર જેટ પંપથી લોકો પર પાણી ઉડાડે છે. કોઈ તેમની ટીકા કરે તો કહે છે : ”પાની કિસી સરકાર કે બાપ કા યા મીડિયા કે બાપકા નહીં હૈ” મીડિયા માટે તે કહે છે : ”પત્રકાર કૂત્તે હૈં ઔર મેં ઉનકે આગે ટૂકડા નહીં ડાલુંગા.” તેમનું કવરેજ કરતા પત્રકારો પર તેમના બાઉન્સરો હુમલો કરે છે. રાહુલ ગાંધીને તેઓ કમ બુદ્ધિવાલા બબલૂ કહે છે. સ્ટિંગ ઓપરેશન દરમિયાન એક મહિલા પત્રકારને રાત્રે પોતાની સાથે સૂઈ જવાનું કહે છે. ૧૬ વર્ષની નાનકડી સગીરા સામે નગ્ન થઈ તેને ઓરલ સેક્સ કરવા દબાણ કરે છે. પૌરુષત્ત્વની તપાસ દરમિયાન ડોક્ટરો પણ આશ્ચર્ય પામી જાય તેટલા સેક્સ માટે ફીટ જણાય છે. મર્દાનગી વધારવા માટે દૂધમાં સોનું અને ખાખરાના પાનનું બિંદુ નાંખવાની સલાહ આપે છે. આસારામના આશ્રમમાં કામ કરી ચુકેલા અમૃત પ્રજાપતિ કહે છે કે મેં આસારામને તેમની કુટિયાના ખાનગી રૂમમાં ૨૫ વર્ષની એક યુવતી સાથે કંઢગી હાલતમાં જોયા હતા. તેઓ પંદરથી અઢાર વર્ષની છોકરીઓના શોખીન છે.

આવા કહેવાતા સંતના બચાવમાં પહેલાં ઉમા ભારતી આવ્યાં. તે પછી વિશ્વ હિન્દુ પરિષદના વડા અશોક સિંઘલ મેદાનમાં આવ્યા. અશોક સિંઘલ કહે છે કે ૧૬ વર્ષની છોકરીનો આરોપ તે હિન્દુ સંતોને બદનામ કરવાનું કાવતરું છે. આસારામ કહે છે : ”આ તો મા-બેટા (સોનિયા- રાહુલ)ની સાજિશ છે.” આસારામ તો કાયદાની ચૂંગાલમાં ફસાયા છે. તેથી તે ગમે તે બોલે તે સમજી શકાય તેમ છે, પરંતુ અશોક સિંઘલ જેવા જૈફ હિન્દુ નેતા પણ દિવસને દિવસ અને રાતને રાત કહેવા તૈયાર નથી. તેમના ભગવાં કે શ્વેત વસ્ત્રોની ભીતર કોઈ શયતાન દેખાતો જ નથી. તેમને એક સફેદ દાઢીધારી, સ્ટેજ પર કનૈયાની જેમ નાચતો, સેક્સનો પાવર વધારવાની વાતો કરતો અને જમીનો હડપતો માણસ આરોપી તરીકે દેખાતો નથી, એથી ઉલટું એને બચાવવાની એમને ચિંતા છે. હિન્દુ સમાજના નેતા બની ઉત્તરપ્રદેશમાં ૮૪ કોષી પરિક્રમાના નામે ફલોપ રાજકીય યાત્રા કાઢતા અશોક સિંઘલને ૧૬ વર્ષની એક હિન્દુ બાળાની વેદના સ્પર્શતી નથી. શું તેઓ આસારામ જે કાંઈ કરી રહ્યા છે તેની સાથે સંમત છે? અશોક સિંઘલ અને પ્રવિણ તોગડિયાના કારણે જ અસલી હિન્દુ સંતો ઓજલ થઈ ગયા છે. અને સંતના વેશમાં શયતાનો પ્રગટ થઈ રહ્યા છે. અશોક સિંઘલ અને પ્રવિણ તોગડિયા એ વાત સમજી લે કે તેઓ હવે આઉટ ઓફ ડેટ હિન્દુ નેતાઓ છે. આ દેશનો અસલી હિન્દુ બુદ્ધિશાળી, ઉદાર અને સર્વધર્મ સમભાવમાં માને છે. આસારામ સામે દેશભરમાં જે જનાક્રોશ ફાટી નીકળ્યો છે તે પણ હિન્દુ સમાજનો જ જનાક્રોશ છે.

ગુજરાત સરકાર મૌન કેમ ?

આ પરિપ્રેક્ષ્યમાં સહુથી વધુ નોંધનીય વાત એ છે કે, આસારામે તેમના કારનામાઓની શરૂઆત અમદાવાદમાંથી જ કરી હતી. અમદાવાદ અને સુરતમાં કરોડોની જમીનો હડપ કરી દેવાના તેમની સામે આક્ષેપો છે. બે બાળકોના અપમૃત્યુથી માંડીને બીજા અનેક આરોપો તેમની સામે થયેલા છે. ગુજરાતના અખબારોના માલિકોની હત્યાની સોપારી આપવાના આરોપો પણ આસારામ સામે થયા છે. ગુજરાત સરકાર અખબાર માલિકોની હત્યાની સોપારીના આરોપની એફ.આઈ.આર. લેવા પણ તૈયાર નથી. આસારામ સામે ૧૮ જેટલી બીજી એફ.આઈ.આર. નોંધાયેલી છે છતાં ગુજરાત સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. ગુજરાતની પોલીસ માટે આસારામ કોઈ આરોપી નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુરક્ષિત કોઈ વી.વી.આઈ.પી. છે. ગુજરાતની પોલીસ, કલેક્ટરો, મામલતદારો, તલાટીઓ અને ગાંધીનગરમાં બેસતા સચિવો આસારામના ગુલામ જેવા લાગે છે. એકવાર વડોદરામાં આસારામ દ્વારા આયોજિત સત્સંગ રોકવા વહીવટીતંત્રે પ્રયાસ કર્યો ત્યારે આસારામે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથે લેતાં કહ્યું હતું કે, ”જે સત્સંગ રોકશે તે સ્વયં નષ્ઠ થઈ જશે.” દિપેશ, અભિષેકના મૃત્યુ બાદ કેટલાક લોકોએ આસારામનો વિરોધ કર્યો ત્યારે આસારામના સાધકોએ લાકડીઓ લઈ સાબરમતી વિસ્તારમાં નિર્દોષ લોકો પર આતંક ફેલાવ્યો હતો. છતાં આસારામને ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ સ્પર્શતી નથી. પૂરા દસ વર્ષથી ગુજરાતમાં ખતરનાક કરતૂતો કરી રહેલા આસારામ સામે દેશભરમાં ફાટી નીકળેલા જનાક્રોશ બાદ ગુજરાત સરકાર હમણાં થોડી સળવળી છે, પણ એ પૂરતું નથી.

આસારામના ગોડફાધર કોણ ?

કોણ છે ગોડમેન આસારામના ગોડફાધર ? કોને બનવું હતું વડાપ્રધાન ?એક આક્ષેપ એવો છે કે આસારામ તેમના જ્ઞાતિબંધુ એલ.કે. અડવાણીને વડાપ્રધાન બનાવવા માંગતા હતા, અને તેમને વડાપ્રધાન બનાવવા બાળકોના બલી ચડાવવાની તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી. ગુજરાતમાં આસારામ સામે અનેક ફરિયાદો હોવા છતાં જે કામ રાજસ્થાનની સરકાર કરી શકી તે કામ ગુજરાત સરકાર કેમ ના કરી શકી ? ઢગલાબંધ એફ.આઈ.આર. છતાં ગુજરાત સરકાર આસારામ પર આટલી મહેરબાની કેમ છે? આસારામની ધરપકડ કરવા માટે ૨૦૦૮માં જ ગુજરાત સરકાર પાસે પૂરતાં કારણો હતાં છતાં તે ચૂપ કેમ રહી? આસારામ પર કોઈ એકલ દોકલ આરોપ થયો નથી, પણ આરોપોની વણઝાર છે, છતાં આસારામ ગુજરાતને પોતાના માટે સહુથી વધુ સુરક્ષિત સ્વર્ગ શા માટે માને છે ? રાજસ્થાનની પોલીસ એક સગીરાની ફરિયાદના આધારે આસારામને સળિયા પાછળ ધકેલી દીધા તે કામ ગુજરાત સરકારે કરી દઈને વહીવટનું શ્રેષ્ઠ મોડેલ દેશ સમક્ષ પ્રસ્થાપિત કરવાની જરૂર હતી. હજુ પણ સમય છે. આસારામ સામેની જે ફરિયાદોમાં વજૂદ હોય તે ફરિયાદોના આધારે આગળ વધવું જોઈએ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ આ કામ કરી શકે તેમ છે. તેમનામાં હિંમત છે, ઊર્જા છે, નિર્ણય લેવાની શક્તિ છે. તેઓ જો એલ.કે. અડવાણીને ઠેકાણે લાવી શક્તા હોય તો આસારામને કેમ નહીં. મોદી એમ નહીં કરે તો આસારામ સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નર્મદાના જળ નાંખવાના પ્રસંગે મોદીને પાશમાં લઈ બોલ્યા હતા કે (મારા જેવા) ગુરુ રામદાસને શિવા (શિવાજી જેવો શિષ્ય) મળી ગયો- તેવું તે ફરી બોલશે અને નરેન્દ્રભાઈની ક્લિન ઈમેજને નુકસાન પહોંચાડશે. આસારામ પોતે ગુરુ અને નરેન્દ્ર મોદીને તેમના શિષ્ય તરીકે સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા છે, જે મોદીની ભાવિ કારકિર્દીને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. દેશના ખૂણામાં બનતી નાની અમથી ઘટના પર પણ ટ્વીટ કરતા નરેન્દ્ર મોદીએ આસારામ અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવો જોઈએ. આસારામ અંગે મોદીએ હવે માત્ર અભિપ્રાય આપીને જ અટકવાનું નથી પરંતુ આસરામ અંગેની તમામ ફાઈલો ખોલીને આસારામ સામે એકશન લેવાની કામગીરી શરૂ કરવી જોઈએ તેવી ‘મોદીના ગુજરાત’ની અપેક્ષા છે.

સીરિયાનું યુદ્ધ દુનિયાને દઝાડશે

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
સીરિયાનું યુદ્ધ દુનિયાને દઝાડશે
અમેરિકાને યુદ્ધની જરૂર છે,વિશ્વને નહીં

અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા તેમના પૂરોગામીઓની જેમ ફરી રેમ્બો બનવા થનગની રહ્યા છે. આખા વિશ્વમાં સહુથી વધુ આધુનિક અને સભ્ય ગણાતો દેશ વિશ્વના ઇતિહાસમાં સહુથી વધુ યુદ્ધખોર રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના હીરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકી લાખોને મોતને ઘાટ ઉતારનારો દેશ પણ અમેરિકા હતો. તે પછી તેણે ક્યૂબા પર હૂમલો કર્યો તે વખતે ફરી અણુયુદ્ધ ફાટી નીકળવાની સંભાવના ઉભી થઈ હતી. તે પછી તેણે આખા વિશ્વના મતની પરવા કર્યા વિના વિયેતનામ પર આક્રમણ કર્યું અને બોમ્બ ઝીંક્યા હતા. તે પછી તેણે રશિયનોને ખદેડવા અફઘાનિસ્તાન પર મિસાઈલો ત્રાટકી. તે પછી બે વખત ઇરાક પર હૂમલો કરી સદ્દામ હુસેનને ફાંસીએ લટકાવ્યો. હવે તેણે સીરિયાનો વારો કાઢયો છે. એ જાણી લેવું જોઈએ કે અમેરિકાનું અર્થતંત્ર જ યુદ્ધ આધારિત છે. તેને તેનો શસ્ત્ર સંરજામ વેચવા માટે દર થોડા થોડા વર્ષે વિશ્વમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધની જરૂરિયાત રહે જ છે. એ જ રીતે એનો ડોલર મજબૂત રહે અને તેલ પેદા કરતાં રાષ્ટ્રો તેની નીતિને અનુસરે તે એની કૂટનીતિ છે.

સીરિયાની સમસ્યા

સીરિયામાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. સીરિયાના રાષ્ટ્રપતિ તરીકે બશર અલ અસદ છે. તેમની સામે એક જૂથ બળવો કરી રહ્યું છે. તેઓ સુધારાવાદી ગણાય છે. પરંતુ ત્યાં પણ શિયા અને સુન્નીઓને ઝગડો છે. વિદ્રોહીઓને દબાવવા માટે તાજેતરમાં સીરિયાની સરકારે યુદ્ધ વિમાનો મારફતે કેમીકલ બોમ્બ ઝીંક્યા હોવાનો આક્ષેપ છે. આ રાસાયણિક શસ્ત્રોથી ૧૪૦૦ થી વધુ લોકોના મોત થયા. છેલ્લા બે વર્ષથી ચાલતા આ આંતરિક ગૃહયુદ્ધમાં સીરિયાના ૧,૧૦,૦૦૦ લોકો માર્યા ગયા છે. તેમાનાં મોટા ભાગના તો નાગરીકો જ છે. એ બધામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેમની સંખ્યા ૫૮૩૩ જેટલી છે. અમેરિકા ગમે ત્યારે યુદ્ધ કરશે એ દહેશતથી સીરિયન નાગરિકો દેશ છોડી આસપાસના દેશોમાં ભાગી રહ્યા છે.

અમેરિકાની તૈયારી

અમેરિકાના પ્રેસીડેન્ટ બરાક ઓબામાએ સીરિયા પર હુમલો અનિવાર્ય છે તેવો સંકેત આપ્યો છે. તેમણે એમ પણ કહ્યુ છે કે સાથી દેશોની મદદ વિના પણ અમે હુમલો કરીશું. પરંતુ તે મર્યાદિત હશે. સીરિયા પર કોઈપણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો તેનો સહુથી વધુ બોઝ અમેરિકા પર રહેશે. અલબત્ત, અમેરિકાના પ્રેસીડેન્ટ આ હૂમલા માટે તેમના દેશની સંસદની અનુમતી માંગી રહ્યા છે. સંસદ લીલી ઝંડીના આપે તો એ બરાક ઓબામા માટે પીછેહઠ હશે. અમેરિકાનું મીડિયા માને છે કે હાઉસ ઓફ રિપબ્લીકન્સ અને સેનેટ હાલ સ્થગીત હોઈ તા. ૯મી સપ્ટેમ્બર પછી જ આ બંને સદન તેમની કાર્યવાહી કરશે. અલબત્ત, આ વાતને દુનિયા જુદી દૃષ્ટિએ જોઈ રહી છે. નિષ્ણાતો માને છે કે અમેરિકાની સીરિયા પર હૂમલો કરવાની નીતિ પર પ્રેસીડેન્ટ અને તેમનું પ્રશાસન અમેરિકા પ્રજા અને વિશ્વની પ્રજાનો મત જાણી લેવા માંગે છે.

નિમિત્ઝ યુદ્ધ જહાજ

અલબત, સીરિયાને ડરાવવા માટે અમેરિકાએ યુએસએસ નિમિત્ઝ એર ક્રાફ્ટ કેરિયર અને બીજા ચાર યુદ્ધ જહાજોને રાતા સમુદ્રમાં મોકલી આપ્યા છે. આ સીરિયા પર હૂમલો કરવા ના યુદ્ધ અગાઉનું આયોજન છે. અલબત્ત, હજુ તેણે ભૂમધ્ય મહાસાગરમાં પ્રવેશવાના આદેશો મળ્યા નથી. અલબત્ત, ભૂમધ્ય મહાસાગરમાં ક્રુઝ મિસાઈલો ધરાવતા પાંચ ડસ્ટ્રોયર્સ અગાઉથી મોજૂદ છે. ક્રુઝ મિસાઈલ્સ અને એફ ૧૬ વિમાનો અમેરિકાના સહુથી વધુ સંહારક સાધનો છે. ક્રૂઝ મિસાઈલ જમીનથી બહુ ઊંચે નહીં એ રીતે ઉડે છે. તે પર્વત આવે તો આપોઆપ ઉપર જતી રહે છે અને ઢોળાવ આવે તો નીચે ઉડે છે. ક્રૂઝ મિસાઈલ્સ ને રડાર પકડી શકતું નથી એ જ રીતે એફ ૧૬ વિમાનો ન્યુક્લિઅર મિસાઈલ લઈને પણ ઉડી શકે છે. રાતના અંધારામાં પણ તે પ્રહાર કરી શકે છે. સીરિયા તરફ રવાના કરવામાં આવેલ નિમિત્ઝ એરક્રાફ્ટ કેરિયર ન્યુક્લિઅર પાવરથીસજ્જ છે. તેનીસાથે પિઉસરના નામનું એક બીજું યુદ્ધ જહાજ પણ કંપની આપી રહ્યું છે. બીજા જે ડિસ્ટ્રોયર જહાજો તેની સાથે છે તેમનાં નામ (૧) ધી વિલિયમ પી. લોરેન્સ (૨) સ્ટોકડેલ અને (૩) શાઉપ છે. અલબત્ત, અમેરિકાની કોંગ્રે મંજૂરી આપશે તો જ પ્રેસીડેન્ટ આ યુદ્ધ જહાજોને પ્રહાર કરવા હુકમ કરી શકશે.

રસીયન જહાજ

અમેરિકાના પ્રેસીડેનટના આ યુદ્ધ ઉન્માદ સામે રશિયાનો વિરોધ છે. સીરિયા વર્ષોથી રશિયાનું સાથી રહ્યું છે. સીરિયા પાસે જે યુદ્ધ વિમાનો અને શસ્ત્ર સરંજામ છે તે પણ રશિયા અને ચીનથી આવેલા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે સીરિયા પર હૂમલો કરતાં પહેલા અમેરિકાએ એ વાત પૂરવાર કરવી પડશે કે સીરિયન સરકારે ખરેખર રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો કે કેમ? અન જો રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ થયો હતો તો તે માટે જવાબદાર સીરિયાની સરકાર છે કે અન્ય કોઈ? તેથી અમેરિકા સીરિયાની સરકાર જ રાસાયણિક શસ્ત્રો માટે જવાબદાર છે તેવાં પૂરાવા સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતીને આપવા જોઈએ.

આ દરમિયાન રશિયાએ પણ અમેરિકાના સંભવિત હુમલા પહેલા એક જાસૂસી જહાજ ભૂમધ્ય મહાસાગરમાં ચૂપચાપ રવાના કરી દીધું છે. આ જહાજ રશિયાના યુક્રેઈન બ્લેક સી પોર્ટ ખાતેના નેવલ બેઝથી રવાના કરવામાં આવ્યું છે. આ જહાજનું નામ SSv201 PRIaizovye છે. આ સિવાય પણ રશિયાએ કેટલાક યુદ્ધ જહાજ ભૂમધ્ય મહાસાગરમાં રવાના કર્યા હોવાનુંમનાય છે.

સીરિયાની તૈયારી :

અમેરિકાના સંભવિત હુમલાનો સામનો કરવા સીરિયાએ પણ ઘરઆંગણે તૈયારીઓ કરી લીધી છે. સીરિયાના વડાપ્રધાન વાસેલ અલ હાલકીએ સરાકરી ટેલીવિઝન પર બોલતા કહ્યું છે કે અમારી સેનાઓ તૈનાત છે. અને અમે કોઈપણ હુમલાનો સામનો કરવા સજ્જ છીએ. પ્રાપ્ત થતી માહિતી મુજબ સીરિયાનું લશ્કર તેના શસ્ત્ર સરંજામમાં પરિવર્તન લાવી રહ્યું છે. સંભવિત હૂમલાના સંદર્ભમાં શસ્ત્રોને નાગરિકોના રહેઠાણ વિસ્તારોમાં અને મસ્જીદો તથા સ્કૂલોમાં ખસેડવા માં આવી રહ્યા છે. સીરિયામાં સરકાર વિરોધી આંદોલનનું સમર્થન કરી રહેલા દમાસ્કસ સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક ……….. આસમ અબૂ અબ્દુલ્લાનું કહેવું છે કે અમેરિકાએ હૂમલો કરતાં પહેલા બાકીના વિશ્વને પણ વિશ્વાસમાં લેવું જોઈએ.

વિશ્વ વિભાજીત છે

સીરિયા પર હુમલાનો વિરોધ કરવામાં રશિયા મોખરે છે. ચીન પણ વિરોધ કરી રહ્યું છે. ભારત પણ વિરોધ કરી રહ્યું છે. જ્યારે તેની સામે સાઉદી અરેબિયા અમેરિકાના સંભવિત હૂમલાનું સમર્થન કરી રહ્યું છે. યૂરોપના દેશોને લાગે વળગે છે ત્યાં સુધી ફ્રાન્સ જોરશોરથી અમેરિકાના સંભવિત હૂમલાને સમર્થન આપી રહ્યું છે. સીરિયા પર હૂમલો કરવા માટે ફ્રાન્સે તેનાં સાત જેટલા મિરાજ ૨૦૦૦ યુદ્ધ વિમાન તૈયાર રાખ્યા છે.

સીરિયાના પડોશી દેશ તુર્કીએ પણ કમર કસી લીધી છે. તુર્કી પાસે પાંચ લાખ જેટલા સૈનિકો છે. અને ૩૫૪ યુદ્ધ વિમાનો છે. દક્ષિણ તુર્કીમાં મિસાઈલ વિરોધી પેટ્રીયર મિસાઈલો તૈનાત કરી દીધીછે. તેની જવાબદારી અમેરિકી, જર્મન તથા નેધરલેન્ડના સૈનિકો સંભાળશે. ગલ્ફના દેશો અમેરિકાના સમર્થનમાં સૈનિકો નહી આપે પણ અમેરિકી અને ફ્રાન્સીસ સૈનિકો માટે જગા ઉપલબ્ધ કરી આપશે. ઇઝરાયેલ પણ સીરિયાનો પડોશી દેશ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુઅએ કહ્યું છે કે અમે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છીએ.

ટૂંકમં દુનિયા ફરી યુદ્ધના જ્વાળામુખી પર બેસી છે, પરંતુ એ બધુ હવે અમેરિકાની કોંગ્રેસના ડહાપણ અને વિવેકબુદ્ધિ પર નિર્ભર છે. દુનિયાનું જે થવાનું હોય તે થાય પણ આ યુદ્ધ થશે તો રૂપિયો વધુ ગગડશે. અને પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચશે. આ યુદ્ધની જરૂર અમેરિકાને હોઈ શકે છે. વિશ્વને તેની જરૂર નથી.

‘માતા-પિતાના જીવનકાળ દરમિયાન મુનિ નહીં બનું’

રાજકુમાર વર્ધમાન

મારો આ જન્મ મેં પૂર્વજન્મમાં કરેલી હિંસાનું પ્રાયશ્ચિત કરવા જ થયો છે

તા.૩૦ માર્ચ, ઈ.સ. પૂર્વે ૫૬૬.

આજથી અઢી હજાર વર્ષ પૂર્વેની વાત છે. વિદેહ નામના વિસ્તારનું એક નગર- ”ક્ષત્રિયકુંડ”. મંદ મંદ વાસંતી પવન વહી રહ્યો હતો. ઉપવન પુષ્પોથી છળકી રહ્યા હતા. જળાશય પ્રસન્ન હતાં. ક્ષત્રિયકુંડના શાસક મહારાજા સિદ્ધાર્થના પત્ની ત્રિશલાએ એક નવજાત શિશુને જન્મ આપ્યો. નગરમાં ખુશી છવાઈ ગઈ. કેદીઓને મુક્ત કરી દેવાયા. કેટલોક સમય વીત્યા બાદ બાળકના નામકરણનો પ્રસંગ આવ્યો. અતિથિઓ અને સંબંધીઓને બાળકના માતા-પિતાએ કહ્યું :”જે દિવસથી શિશુ ગર્ભમાં આવ્યો તે દિવસથી અમારા રાજ્યના ધન-ધાન્ય, સોનું- ચાંદી, મણિ- મુક્તા, કોશ- કોષ્ઠાગાર અને બળ-વાહનમાં વધારો થયો છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે આ શિશુનું નામ વર્ધમાન રાખવામાં આવે.”

'માતા-પિતાના જીવનકાળ દરમિયાન મુનિ નહીં બનું'

 ઉપસ્થિત સહુ લોકોએ એ પ્રસ્તાવ વધાવી લીધો.

કુમાર વર્ધમાનનું અધ્યયન શરૂ થયું. વર્ધમાન પ્રારંભથી જ પ્રતિભાસંપન્ન હતા. તેમને અતિન્દ્રિયજ્ઞાન પણ પ્રાપ્ત હતું. એ સમયે ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં બે મુખ્ય ધાર્મિક પરંપરાઓ ચાલતી હતી- એક શ્રમણ પરંપરા અને બીજી બ્રાહ્મણ પરંપરા. વર્ધમાનના પિતા સિદ્ધાર્થ અને ત્રિશલા શ્રમણ પરંપરાના અનુયાયી હતા. તેઓ ભગવાન ‘પાર્ર્શ્વના શિષ્યોને પોતાના ધર્માચાર્ય માનતા હતા. વર્ધમાનના પિતાનાં ત્રણ નામ હતાં- સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. તેમનું ગોત્ર કશ્યપ હતું. વર્ધમાનની માતા ત્રિશલાનાં પણ ત્રણ નામ હતાં- ત્રિશલા, વિદેહ દત્તા અને પ્રિયકારિણી. તેમનું ગોત્ર હતું- વશિષ્ઠ. વર્ધમાનના મોટાભાઈનું નામ નંદિવર્ધન અને ભાભીનું નામ જયેષ્ઠા. મોટી બહેનનું નામ સુદર્શના હતું. કુમાર વર્ધમાન વયસ્ક થતાં રાજકુમારી યશોદાના પિતા તરફથી લગ્ન માટે પ્રસ્તાવ આવ્યો. દિગંબર પરંપરા અનુસાર કુમાર વર્ધમાને એનો સવિનય અસ્વિકાર કર્યો. તેઓ બચપણથી જ અનાસક્ત હતા. તેઓ સદા બ્રહ્મચારી રહેવા માંગતા હતા. માતા-પિતાએ આ વિવાહ પ્રસ્તાવ સ્વીકારી લેવા બહુ જ આગ્રહ કર્યો પરંતુ વર્ધમાન એટલું જ બોલ્યાઃ ”માતા-પિતાના જીવનકાળ દરમિયાન હું મુનિ નહીં બનું.” અને તેઓ બ્રહ્મચારી રહ્યાં.

પરંતુ શ્વેતામ્બર પરંપરા અનુસાર વિવાહ પ્રસ્તાવ અંગે કુમાર વર્ધમાન માતા-પિતાના સ્નેહ આગળ ઝૂકી ગયા અને તેમણે લગ્ન કરી લીધું.

સુપ્રસિદ્ધ મુનિ શ્રી નથમલે વર્ણવેલી કથા અનુસાર એક દિવસ કુમાર વર્ધમાન આત્મ- ચિંતનમાં લીન હતા. એમનું નિર્મળ ચિત્ત અંતરના ઊંડાણમાં નિમગ્ન થઈ રહ્યું. તેઓ સૂક્ષ્મ લોકમાં ચાલ્યા ગયા. તેમને પુનર્જન્મની સ્મૃતિ થઈ. તેમની આંખો સમક્ષ અતીત ઉભરી આવ્યોઃ ”હું તો પૂર્વજન્મમાં ત્રિપુષ્ઠ નામનો વાસુદેવ હતો. એક રાત્રે રંગશાળામાં નૃત્ય-વાદ્યના સમારોહનું આયોજન થયું હતું. તેમાં મારા સભાસદો પણ ઉપસ્થિત હતા. મેં મારા અંગરક્ષકને કહ્યું : ”મને નિદ્રા ના આવે ત્યાં સુધી નૃત્ય- વાદ્ય ચાલુ રખાવજે. હું નિદ્રાધીન થઈ જાઉં તે પછી બંધ કરાવી દેજે.” હું થાકેલો હતો. તેથી મને રંગશાળામાં જ નિદ્રા આવી ગઈ. બાકીના સભ્યો મનોહર નૃત્ય અને વાદ્ય સંગીત માણતા રહ્યા. લાંબી નિદ્રા બાદ હું જાગ્યો અને મેં જોયું તો નૃત્ય-ગીત સમારોહ હજુ ચાલુ જ હતા. મારા જાગવાની સાથે મારો અહમ્ પણ જાગી ગયો. મેં મારા અંગરક્ષકને ક્રોધથી કહ્યું : ”હું ઊંઘી જાઉં તે પછી આયોજન બંધ કરી દેવાની મારી આજ્ઞાનું પાલન કેમ ના કર્યું ?” હકીકતમાં હું ક્યારે સૂઈ ગયો અને ક્યારે જાગ્યો તેનં ભાન જ નહોતું. મારી આજ્ઞાની અવગણના થતા મારો ક્રોધ સીમાપાર કરી ગયો. મેં તેના કાનમાં ઉકળતું સીસું રેડાવરાવ્યું. અંગરક્ષક મૃત્યુ પામ્યો. મારી હિંસા એનાં પ્રાણ લઈને જ શાંત થઈ.”

પૂર્વજન્મની આ સ્મૃતિથી રાજકુમાર વર્ધમાન હચમચી ગયા. તેમને લાગ્યું કે, ”મારો જન્મ મેં પૂર્વજન્મમાં કરેલી હિંસાનું પ્રાયશ્ચિત કરવા જ થયો છે. મારે બધી જ રૂચિ, બધી જ શ્રદ્ધા અને બધી જ ભાવના અહિંસાની આરાધનામાં જ લાગી રહી છે તેવી મને અનુભૂતિ થઈ રહી છે. હું ઈચ્છું છું કે જલદી એ દિવસ આવી જાય કે હું અહિંસાથી અભિન્ન થઈ જાઉં, કોઈ પણ જીવને કષ્ટ ના પહોંચાડું. મારે હવે દરેક આત્મા સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરવો પડશે. સમતાની વેદી પર મારે અહમ્નું વિસર્જન કરવું પડશે.”

અને કુમાર વર્ધમાન ઉદાસ થઈ ગયા. એ રાત્રે તેઓ માતા-પિતાના કક્ષમાં ગયા. પિતા સિદ્ધાર્થે કહ્યું : ”પુત્ર! હવે અમારી ઉંમર થઈ ગઈ છે. હવે મૃત્યુ અમને બોલાવે તે પહેલાં અમે શ્રમણ પરંપરા અનુસાર મૃત્યુને નિમંત્રણ આપવા ઈચ્છીએ છીએ. ભગવાન પાર્ર્શ્વએ અમને મૃત્યુની તૈયારીના પાઠ ભણાવ્યા છે. અમે હવે એ અવસરની રાહ જોઈએ છીએ.”

કુમાર વર્ધમાન આ વાત સાંભળી દ્રવિત થઈ ગયા. તેમનાથી માતા-પિતાનો વિયોગ સહન થાય તેમ નહોતો. તેઓ બોલ્યાઃ”પિતાજી! હું તો તમારા મૃત્યુનું નામ પણ સાંભળવા માંગતો નથી ત્યારે એની તૈયારીનો પરામર્શ કેવી રીતે કરી શકું?”

પિતાએ કહ્યું : ”પુત્ર! તું તત્ત્વદર્શી છે. સત્યનો પૂજારી છે, અભય છે, પણ પિતૃસ્નેહ અને માતૃસ્નેહથી મુક્ત નથી. શું આ દુર્બલતામાંથી બહાર આવવાની હિંમત નથી?”

”પિતાજી! હું આપ અને માતાના પ્રેમથી અભિભૂત છું. તેને દુર્બળતા જ સમજો કે જે કાંઈ સમજો.”

પિતાએ કહ્યું : ”પુત્ર! તું શું નથી ઈચ્છતો કે અમારું સમાધિ-મૃત્યુ થાય.”
”એ કેવી રીતે થાય?”
પિતાએ કહ્યું : ”તે માટે અમારે શરીર અને મનને પૂર્ણ રીતથી તૈયાર ના કરવું જોઈએ?”
કુમાર વર્ધમાને કહ્યું : ”કરવું જોઈએ!”
”એ તૈયારીમાં તું અમને સહયોગ આપીશ?”

વર્ધમાને કહ્યું : ”પિતાજી! જે કામ માટે આપની પ્રબળ ઈચ્છા છે તે કામ મારે કરવું જ જોઈએ.”

રાજા સિદ્ધાર્થે મોટા પુત્ર નંદિવર્ધન અને વડીલ સુપાર્ર્શ્વ સાથે પરામર્શ કર્યો અને સમાધિ- મૃત્યુની તૈયારીઓ થવા લાગી. સિદ્ધાર્થ અને ત્રિશલાએ ભોજનની માત્રા ઘટાડી નાંખી. અલ્પાહાર અને ઉપવાસ દ્વારા શરીરને સાધી લીધું. અનાસક્તિ, વૈરાગ્ય અને આત્મદર્શન દ્વારા મનને સંયમમાં કરી લીધું. એમણે મૃત્યુને એટલા શાંત ભાવથી વરી લીધું કે, મૃત્યુને પણ ખબર ના પડી કે તે ક્યારે આવી ગયું.

કુમાર વર્ધમાન તેમના માતા-પિતાને બહુ જ પ્રેમ કરતા હતા અને માતા-પિતા પણ વર્ધમાનને એટલો જ પ્રેમ કરતા હતા. પૂરા અઠ્ઠાવીસ વર્ષ સુધી તેઓ માતા-પિતાની છત્રછાયામાં રહ્યા. હવે તેમના મનમાં પ્રશ્ન ઊઠયો કે શું ખરેખર તે વાદળની છાયા હતી?માતાપિતાના સ્વર્ગવાસથી તેઓ વ્યથિત થઈ ગયા. જીવનની નશ્વરતાનો સિદ્ધાંત વ્યવહારમાં ઉતરી આવ્યો. સંયોગનો અંત છેવટે તો વિયોગમાં હોય છે. આ સત્ય તેમને સમજાઈ ગયું. તેઓ સ્નેહના એ ચરમબિંદુ પર પહોંચી ગયા હતા જ્યાં અનુરાગ વિરાગના સિંહાસન પર બિરાજમાન હોય છે. તેમના મનમાં વૈરાગ્યનું બીજ વવાઈ ચુક્યું હતું : પરિવારના સભ્યોએ એમને શાસન ધૂરા સંભાળવા કહ્યું પરંતુ તેમણે કહ્યું : ”હિંસા અને વિષમતાના વાતાવરણમાં કામ કરવા મારા મનમાં ઉત્સાહ

નથી.”

એક દિવસ સેવકો સાથે તેઓ ઉધાનમાં ફરવા ગયા. ત્યારે તેમણે કોઈનું કરુણ આક્રંદ સાંભળ્યું. કુમાર વર્ધમાને પૂછયું : ”આ કોની કરુણ ચીસો છે?”

સેવકે કહ્યું :”એક માલિક તેના દાસને મારી રહ્યો છે. દાસ એનો ખરીદેલો માણસ છે.”
કુમાર વર્ધમાને કહ્યું : ”આવો અધિકાર તેને કોણે આપ્યો?”

સેવકે કહ્યું : ”આપણા જ શાસને માત્ર કોઈને ખરીદવાનો જ નહીં પરંતુ ખરીદેલા દાસને મારવાનો પણ અધિકાર આપેલો છે.”

રાજકુમાર ઉત્પીડિત થઈ ગયા. તેઓ ઉદ્યાનમાંથી સીધા પાછા ફરી ગયા. તેમનું મન એક જ વાત વિચારતું હતું : ”આ કેવું શાસન જે એક મનુષ્યને મારવાનો બીજા માણસને અધિકાર આપે ?” એમનું મત શાસન પ્રતિ વિદ્રોહ કરી બેઠું. એમનું મન એવું જીવન જીવવા તડપી ઊઠયું જ્યાં શાસન જ ના હોય. એમણે શાસનની પરંપરાઓથી અને વિધિ-વિધાનોથી દૂર રહી એકલા જ જીવન જીવવાનો નિશ્ચય કર્યો. રાજ્ય શાસનમાં રસ લેવા તેમના ભાઈ નંદિવર્ધને તેમને બહુ સમજાવ્યા પરંતુ તેમણે કહ્યું : ” મને હવે સત્તાનું કોઈ આકર્ષણ નથી, જેમાં માનવીની દુર્દશતાને જ અવકાશ છે. મારું મન હવે સ્વતંત્રતા માટે તડપે છે. મને મારા ધ્યેય-પથ પર આગળ વધવાની આજ્ઞા આપો.”

કુમાર વર્ધમાનને સમજાવવા બહુ જ પ્રયાસો થયા પરંતુ તેઓ પોતાના લક્ષ્ય તરફ જવા મક્કમ હતા. છેવટે મોટાભાઈ નંદિવર્ધને કહ્યું : ”ભાઈ! હું તમને રોકવા માંગુ છું પણ કાયમ માટે નહીં.”

”તો ક્યાં સુધી?”

”માતા-પિતાના મૃત્યુનો શોક સમાપ્ત થઈ જાય ત્યાં સુધી તે પછી તમે અભિનિષ્ક્રમણ કરજો.”

”શોક ક્યાં સુધી મનાવવામાં આવશે?”
”બે વર્ષ સુધી.”
રાજકુમાર વર્ધમાને કહ્યું : ”અવધિ લાંબી છે પરંતુ મારી પણ એક શરત છે.”
”શું ?”

”હું ભલે ઘરમાં રહીશ પરંતુ એક સાધકનું જીવન જીવીશ. મને સાધકનું જીવન જીવવાની સ્વતંત્રતા હોય તો જ હું અહીં બે વર્ષ સુધી રહી શકીશ.”

રાજકુમાર વર્ધમાનની શરત માન્ય રાખવામાં આવી. એ પછી તેઓ ઘરની અંદર રહીને પણ જીવનના અર્થની ખોજમાં ચિંતન કરવા લાગ્યા. તેમણે સ્વતંત્રતાની સાધનાના ત્રણ આયામ ખોલી દીધા- એક અહિંસા, બીજું સત્ય અને ત્રીજું બ્રહ્મચર્ય, અહિંસાની સાધના માટે તેમણે સુક્ષ્મ જીવોની પણ હિંસા ના થઈ જાય એટલા માટે ના તો તેઓ સજીવ અન્ન ખાતા, ના તો સજીવ પાણી પીતા કે ના તો રાત્રી ભોજન કરતા. સત્યની સાધના માટે તેઓ ધ્યાન અને ભાવનાનો અભ્યાસ કરવા લાગ્યા. ‘હું એકલો જ છું’- એ ભાવના દ્વારા તેમણે અનાસક્તિની સાધના કરી અને એ દ્વારા આત્માની ઉપલબ્ધિના દ્વાર ખોલ્યાં. બ્રહ્મચર્યની સાધના માટે તેમણે અસ્વાદનો અભ્યાસ કર્યો. નીરસ ભોજન જ ગ્રહણ કરવા માંડયા.

અને બે વર્ષની અવધિ પૂરી થતાં કુમાર વર્ધમાને ઘર છોડી દીધું. પરંતુ બોધિજ્ઞાન પ્રાપ્ત કરવાનું હજુ બાકી હતું.

જૈનોના પર્યુષણ પર્વ પ્રસંગે ભગવાન મહાવીરની જીવનકથાના અંશ સૌ જૈન ભાઈ-બહેનોને અર્પણ છે.

(ક્રમશઃ)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

તમારે ૧૦૦ વર્ષ જીવવું છે?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

એક્ટર જિતેન્દ્રએ તાજેતરમાં ૭૦મો જન્મદિવસ ઊજવ્યો ત્યારે કોઈએ તેમની તંદુરસ્તીનું રહસ્ય પૂછયું : તમે તો હજુ ૧૭ વર્ષના લાગો છો. એનું કારણ શું?

એ પ્રશ્નના જવાબમાં જિતેન્દ્રએ કહ્યું : ” મારી તંદુરસ્તીના રહસ્યની ક્રેડિટ હું મારા જીનને આપું છું. આજે એક્ટર્સ તેમના દેખાવ માટે જેટલા સતર્ક રહે છે તેવું પહેલાં નહોતું. સ્ટારડમ આવ્યું એટલે મેન્ટેનન્સ ખતમ.

આ જગતમાં વસતી દરેક વ્યક્તિની ખ્વાહિશ છે કે ૧૦૦ વર્ષ જીવવું છે. એ એક નોંધનીય બાબત છે કે એક તરફ પૃથ્વી પર જન્મતાં જ મૃત્યુ પામનારાં, જન્મીને તરત જ મૃત્યુ પામનારાં, કુપોષણ અને બીમારીઓથી મૃત્યુ પામનારાં બાળકોનાં અકાળ અવસાનની સંખ્યા વધતી જાય છે ત્યારે બીજી બાજુ ૧૦૦ વર્ષ સુધી જીવનારાં લોકોની સંખ્યા પણ વધતી જાય છે. હવે ૬૦,૭૦, કે ૮૦ વર્ષની વય ધરાવતાં લોકો ઠેર ઠેર જોવા મળે છે. ખાસ કરીને તમે જો સ્વિટર્ઝલેન્ડની મુસાફરી કરશો તો રેલવે સ્ટેશન પર વૃદ્ધોની સંખ્યા વધુ જોવા મળશે. ઈંગ્લેન્ડની નેશનલ સ્ટેટિસ્ટિકસ કંપનીએ તાજેતરમાં એવું તારણ રજૂ કર્યું છે કે ગયા વર્ષે જે બાળકો જન્મ્યાં છે તેમાંથી એક તૃતીયાંશ તો ૨૧૧૨ સુધી જીવશે. ૨૦૫૦ સુધીમાં ઉંમરની શતાબ્દી ધરાવતા લોકોની સંખ્યા પાંચ લાખ હશે.

તમારે ૧૦૦ વર્ષ જીવવું છે?

લાંબું આયુષ્ય પ્રાપ્ત કરનાર શતાયુ લોકો શું કહે છે ?

જીન જેનેટિક ફેકટર

૧૦૦ વર્ષની વયના આ જાદુઈ આંકડાનો જવાબ વિજ્ઞાન જ આપી શકે છે. પહેલું કારણ તો પેનેસિલિનની શોધ છે. આજથી ૮૦ વર્ષ કે ૧૦૦ વર્ષ પહેલાં ટીબી, કોલેરા, ટાઇફોઈડ, ડિપ્થેરિયા, પ્લેગ અને ડાયેરિયા પણ જીવલેણ રોગ ગણાતા હતા. ઘણાં બેવકૂફો એલોપથીને સમજ્યા વગર ગાળો દે છે, પરંતુ એન્ટિબાયોટિક્સની શોધ થઈ ના હોત તો પૃથ્વીને વસ્તીવધારાની સમસ્યા હલ કરવાના પ્રશ્નો વિચારવા પડયા ના હોત. દીર્ઘ આયુષ્ય માટે પોષણયુક્ત ખોરાક અને લાઈફ સ્ટાઈલને મુખ્ય રીતે જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ યુનિર્વસિટી ઓફ બોસ્ટને તાજેતરમાં એક સંશોધન પેપર રજૂ કર્યું છે જેમાં તેણે જણાવ્યું છે કે લાંબા આયુષ્ય માટે જેનેટિક ફેકટર પણ મુખ્ય રોલ ભજવે છે. જેઓ ૮૦ કે ૮૫ વર્ષ સુધી કે તેથી વધુ વર્ષ જીવે છે તેઓ તેમને પ્રાપ્ત થયેલા જીન્સના કારણે એ લાભ પ્રાપ્ત કરે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ૧૦૦ વર્ષ કે તેથી વધુ આયુષ્ય ધરાવતી ૮૦૦ વ્યક્તિઓ પર એક અભ્યાસ કર્યો હતો. તેમનાં તથા બીજાં કંટ્રોલ્ડ ગ્રૂપનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આ અભ્યાસ પરથી માલુમ પડયું હતું કે ૨૮૧ જેટલાં જીનેટિક તત્ત્વો લાંબા આયુષ્ય માટે જવાબદાર હતાં.

આ સંશોધનના આધારે વૈજ્ઞાનિકો કહે છે કે ચાલો, તમે યુવાન છો, જિમમાં જાવ છો, સ્વિમિંગ કરો છો કે ચીઝ,બર્ગરથી દૂર રહો છો તે તો એક સારી વાત છે, પરંતુ ૧૦૦ વર્ષ સુધી તમારે જીવવું હોય તો તમારે તમારાં માતા-પિતા કે દાદા-દાદી પર જ આધાર રાખવો પડશે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે વારસામાં કેવા જીન્સ મળ્યા છે તેની પર તમારા લાંબા કે ટૂંકા આયુષ્યનો આધાર છે.

વિન્સ્ટન ચર્ચિલ

ઇંગ્લેન્ડમાં લાંબા આયુષ્ય પરના સંશોધન માટે ન્યૂ ઇંગ્લેન્ડ સેટરનેરિયન સ્ટડી હાથ ધરવામાં આવ્યો છે. ડો. થોમસ પલ્ઝ તેના વડા છે. આ સંસ્થાને આશ્ચર્ય એ વાતનું પણ છે કે વિશ્વના વિવિધ ભાગોનાં અંતરિયાળ જંગલોમાં અને રણમાં રહેતી કેટલીક જાતિઓ-ટ્રાઈબ્સના લોકો શહેરોમાં વસતા લોકો કરતાં વધુ લાંબું જીવે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ૧૦૦ વર્ષ પૂરાં કરનાર દરેક શતાયુ પાસે પોતાના લાંબા આયુષ્ય વિષે કહેવા લાયક કોઈ ને કોઈ સ્ટોરી છે. વળી દરેકની સ્ટોરી અલગ અલગ છે. કોઈ કહે છે કે હું હેલ્ધી લાઇફ જીવું છું. હું કસરત કરું છું. હું રોજ ચાલવા જાઉં છું. હું દારૂ કે સિગારેટ પીતો નથી. હું ઘી-તેલ ખાતો નથી.

પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ તંદુરસ્ત રહેવાના આ તમામ નિયમોનો ભંગ કરે છે છતાં લાંબું જીવે છે. ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ રોજ દોઢ બાટલી સ્કોચ પીતા અને ૨૦ ચિરૂટ પીતા હતા. તેમની ઓળખ જ તેમની ચિરૂટ હતી અને તેમ છતાં ૯૬ વર્ષ જીવ્યા હતા. અલબત્ત, ચર્ચિલનું આ દૃષ્ટાંત વાંચી તેમની નકલ કરવાની જરૂર નથી, કારણ કે ચર્ચિલને વારસામાં લાંબા આયુષ્યનું જીન મળેલું હોવું જોઈએ, જે બધાને પ્રાપ્ય નથી.

બોબ હોપ

ચાલો, બીજા રસપ્રદ દાખલા જોઈએ. અમેરિકાના વિખ્યાત કોમેડિયન બોબ હોપ ૨૦૦૩માં ૧૦૦ વર્ષના થયા. શતાબ્દી પૂરા થયાનાં થોડાં અઠવાડિયાં બાદ મૃત્યુ પામ્યા હતા, પરંતુ મૃત્યુ પામતાં પહેલાં તેમણે રમૂજ કરી હતી : હું એટલો બધો વૃદ્ધ થઈ ગયો છું કે તેઓએ મારું બ્લડ ગ્રૂપ કેન્સલ કરી નાંખ્યું છે. બ્રિટિશ બોર્ન આ કલાકાર છેલ્લી ઘડી સુધી શારીરિક રીતે ફિટ હતા. જવાબ આપવામાં ઝડપી હતા અને વુમનાઈઝર પણ હતા. બોબ હોપ એક ફેન્ટાસ્ટિક ગોલ્ફ પ્લેયર હતા અને ૯૦મા વર્ષ સુધી ગોલ્ફ રમતા હતા. તેમના લાંબા આયુષ્યનું રહસ્ય શું છે તે તો ખબર નથી, પરંતુ તેમનું લાંબું આયુષ્ય તેમનાં પત્ની માટે પણ ઇન્ફેક્શિયસ હતું. તેમનાં પત્ની ૧૦૨ વર્ષ જીવ્યાં હતા.

ક્વીન એલિઝાબેથ

ઇંગ્લેન્ડનો રાજવી પરિવાર મૂળ જર્મન છે અને લાંબું જીવે છે. પૂર્વ ક્વીન એલિઝાબેથ ૧૦૧ વર્ષ જીવ્યાં હતાં અને લાંબું જીવવા માટે તબીબી વિજ્ઞાને નક્કી કરેલા તમામ નિયમોનો તેમણે ભંગ કર્યો હતો. તેઓ અઠવાડિયામાં ૭૦ યુનિટ્સ શરાબ પીતાં હતાં. સ્ત્રીઓ માટે તબીબી વિજ્ઞાને માન્ય કરેલાં ધોરણો કરતાં તેઓ પાંચ ગણો વધુ દારૂ પીતાં હતાં. તેમના ફેવરિટ શરાબમાં જીન, ડયુબોનેટ, ક્લેરેટ અને શેમ્પેઇનનો સમાવેશ થાય છે. તેઓ તેમની સેન્સ ઓફ મિસ્ચિફ માટે જાણીતાં હતાં. તેઓ સામાજિક મેળાવડાઓમાં બહુ જતાં અને એકલાં હોય ત્યારે નવલકથાઓ વાંચતાં.

જીની કેલ્મેન્ટ

જીની કેલ્મેન્ટ એક ફ્રેન્ચ મહિલા હતાં. ૧૯૯૭માં તેઓ મૃત્યુ પામ્યાં ત્યારે તેમની ઉંમર ૧૨૯ વર્ષની હતી. આ જગતમાં જેઓ ૧૧૦ વર્ષ કે તેથી વધુ જીવ્યા. તેઓ સુપર સેન્ચ્યુરિયન ગણાય છે. જીની કેલ્મેન્ટ પણ સુપર સેન્ચ્યુરિયન ગણાય છે. જીની કેલ્મેન્ટ જીવતાં હતાં ત્યારે તેમણે તેમના લાંબા આયુષ્ય માટે ઓલિવ ઓઈલને જવાબદાર ગણાવ્યું હતું. તેઓ હંમેશાં ઓલિવ ઓઈલમાં જ તેમની રસોઈ બનાવતાં. તેઓ સતત એક્ટિવ રહેતાં અને ૯૦મા વર્ષ પછી પણ સાઇકલ ચલાવતાં રહેતાં. અલબત્ત, થોડાં વ્યસનો પણ હતાં. તેઓ શરાબ પીતાં હતાં અને એક અઠવાડિયામાં એક કિલો ચોકલેટ ખાઈ જતાં હતાં. ૧૧૭ વર્ષની વય સુધી માફકસરનું ધૂમ્રપાન પણ કરતાં હતાં.

જ્યોર્જ બર્ન્સ

જ્યોર્જ બર્ન્સ અમેરિકન કોમેડિયન હતા. ૧૯૯૬માં ૧૦૦ વર્ષ પૂરાં કર્યા બાદ મૃત્યુ પામ્યા. તેઓ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા ત્યાં સુધી રોજની ૧૦થી ૧૫ જેટલી તેમની ટ્રેડમાર્ક સિગાર પીતા હતા. સાથે ર્માિટનીનો ગ્લાસ તો ખરો જ. તેમણે એક પુસ્તક લખ્યું હતું. અને એ પુસ્તક તેમની સારવાર કરનાર ડોક્ટરોની વિધવાઓને અર્પણ કરતાં લખ્યું હતું કે to the widows of Last six, my doctors, ટૂંકમાં જ્યોર્જ બર્ન્સનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની સલાહ અને સારવાર આપનાર છ ડોક્ટરો તેમના પહેલાં મૃત્યુ પામ્યા હતા. ટૂંકમાં આ બધા જિંદગીને ચાહનારા હતા.

કેટલાંક બીજા…

૧૯૯૮માં ૧૧૫ વર્ષની વયે મૃત્યુ પામનાર કેલિકોર્નિયાના ક્રિસ્ટીયન મોર્ટેન્સને તેમના લાંબા આયુષ્ય માટે મિત્રો, સારી સિગાર, ખૂબ પાણી પીવું, નો આલ્કોહોલ, પોઝિટિવ થિંકિંગ અને પુષ્કળ ગીતો ગાવાની ટેવને જવાબદાર ગણાવ્યાં હતાં. જાપાનનાં તાનેઈકાઈ ૧૧૬ વર્ષ જીવ્યાં હતાં અને દિવસમાં ત્રણ વાર જમતાં હતાં. ઓક્સફર્ડશાયરનાં ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ મધર આવાં મારલી ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યાં છે. તેઓ કહે છે : મેં કદી ધૂમ્રપાન કર્યું નથી. કદી દારૂ પીધો નથી પણ હું મારી જાતને સતત પ્રવૃત્તિમય રાખું છું. આખો દિવસ સોય લઈને કાંઈક ને કાંઈક સીવું છું અને એમ્બ્રોઇડરી કામ કરું છું. તે પછી નવરાશના સમયમાં ક્રોસવર્ડ પઝલ્સ ઉકેલવામાં સમય પસાર કરું છું.

મિનેસોટાનો રેલવે ક્લાર્ક વોલ્ટર બ્રનિંગ ૨૦૧૧માં ૧૧૪મા વર્ષમાં પ્રવેશ્યા પછી મૃત્યુ પામ્યો. તે ૧૧૪ વર્ષની વય સુધી કેલિસ્થેનિક્સ કસરત કરતો હતો. આ શરીરની તાકાત વધારવા માટેની એક કસરત છે. તે સવારે હેવી બ્રેકફાસ્ટ લેતો. હળવું ભોજન લેતો. પાછલી વયે રાતનું ભોજન ત્યાગ કરતો. લાંબું આયુષ્ય ભોગવનારા શતાયુ લોકોની આવી અનેક કથાઓ છે. દરેકને પોતાનાં આગવાં કારણો છે, પરંતુ સારો પોષક ખોરાક, સતત પ્રવૃત્તિમય જીવન, વ્યસનોથી દૂરી, નિયમિત વ્યાયામ, પોઝિટિવ થિંકિંગ, મા બાપનો જીન વારસો, પ્રભુમય જીવન અને ઈશ્વરની કૃપા એ જ લાંબા આયુષ્યનાં સાચુકલાં રહસ્ય છે.

Page 33 of 43

Powered by WordPress & Theme by Anders Norén