એક અભણ દાદાની “ગ્લોબલ” બનેલી પૌત્રીની આ કથા છે.
લ્યો, એ દિકરીના જ શબ્દોમાં જ એને વાંચો. એ કહે છે :
અમેરિકાના ગ્રીન કેસલ નામના નાનકડાં શહેરમાં ઇ.સ.૧૯૮૫માં મારો જન્મ થયો. અમેરિકામાં જન્મનારા બધા બાળકો ટકલુ હોય છે. હું ગાઢા, કાળા, ભરચક વાળ, અસામાન્ય બોલકી મોટી આંખો સાથે જન્મી. હોસ્પિટલમાં સહુને આ વાતનું કુતૂહલ. વોર્ડની મુખ્ય નર્સે તમામ હોસ્પિટલ સ્ટાફને બોલાવી એક ‘અપૂર્વ’ બાળકી જન્મ્યાના સમાચાર આપ્યા. એ ખડકાળ નાનાં એવા નગરની મોટી ઘટના. મારું નામ અપૂર્વા. પૂર્વમાં જન્મ થવાને બદલે પશ્ચિમમાં જન્મ થયો એટલે અપૂર્વા. મોટી થયા પછી પપ્પાએ કહ્યું. ‘પુ.લ.દેશપાંડે’ નામના તેમના પ્રિય લેખકના ‘અપૂર્વાઇ’ પુસ્તક પરથી મારું નામ રાખ્યું. હું દોઢ વર્ષની થઇ ત્યારે મારા પિતાની કામગીરી બદલાતાં અમે મુંબઇ આવ્યાં. ફરી એકવાર પપ્પાને ઇન્ટરનેશનલ મોનેટરીફંડની અમેરિકા ખાતેની કચેરીમાં એસાઇનમેન્ટ મળતાં અમે વોશિંગ્ટન આવ્યા. ત્યાં હાઇસ્કૂલમાં મારું માધ્યમિક શિક્ષણ શરૂ થયું. મારો સોળમો જન્મદિવસ. પ્રેઝન્ટસ એકઠા કરવાની ધમાલ. પણ મમ્મી-પપ્પા મને અમારા સ્ટડી રૂમમાં લઇ ગયા. ત્યાં અમારા પરિવારના ભગવાન ગોઠવેલા હતા. એ ભગવાન મારા ‘સોના’ દાદીને તેમના સાસુમા તરફથી મળ્યા હતા. નાની નાના એ ઇ.સ.૧૯૫૬ માં બૌદ્ધધર્મ અંગીકાર કર્યો. ખરું તો ડો. બાબાસાહેબના આદેશ અનુસાર આ ભગવાનનું વિસર્જન કરવું જોઇતું હતું. સોના દાદી એમ કરી ન શક્યા. એમણે ખોટું બોલીને ભગવાન સંતાડી દીધા. એમની ખાસ પરવાનગીથી પપ્પા ભગવાનને અમેરિકા લઇ આવ્યા. અને હવે એ જ ભગવાન મોટી મોટી આંખોથી મારી સામે જોઇ રહ્યા હતા. મેં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીને તેમના આશીર્વાદ માંગ્યા. ‘ર્રૃ રટ્વદૃી ર્ષ્ઠદ્બી ટ્વ ર્ઙ્મહખ્ત ટ્વઅ હ્વટ્વહ્વઅ’ એવું જાણે ભગવાન મને કહી રહ્યા હતા.
હું છું અપૂર્વા કેવળ અપૂર્વા. કોઇપણ જાતિ ધર્મના લેબલ વગરની ભારતીય વંશની એક ગ્લોબલ સિટિઝન. મને દલિત હોવાનું કોઇ ભાન કરાવતું નથી. કોઇ દલિત તરીકે મને ઉભરતુ લેખતુ હોય તો મને એની પરવા નથી. They have a problem. They need prsychiatric treatment.
મારા પપ્પા જરથુષ્ટનું એક વાક્ય હંમેશા ટાંકે છે. ‘જે લોકો ભૂતકાળ ભૂલી જાય છે તેમને ભવિષ્યકાળ ક્યારેય માફ કરતો નથી.’ હું મારો ભૂતકાળ ભૂલીશ નહિ. મારા પૂર્વજો પર કેટલાકે અન્યાય કર્યો. તેથી હું આજે અન્યાય કરનાર એ લોકો પ્રત્યે દ્વેષ રાખીશ નહિ. મારા પૂર્વજોએ વેઠનો ભાર વેંઢાર્યો, હલકું અમાનવીય જીવન જીવ્યાં. તેમના ત્યાગ, પારાવાર કષ્ટ, જહેમત પર હું ઊભી છું, તેમના ખભા પર ઊભી હોવાને કારણે મને દૂરની ક્ષિતિજ દેખાય છે, મને બોલાવે છે. મનુષ્યત્વને ધર્મ માનનાર ભારતીય વંશની ગ્લોબલ સિટિઝન છું. ડો. બાબાસાહેબે મારા હાથમાં પ્રજવલિત મશાલ આપી છે. એ મશાલથી હું સમગ્રને અજવાળીશ. મારું ભવિષ્ય હું જાતે ઘડવાની છું. મને કોઇ અટકાવી શકશે નહિ.”
તબીબી વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલ આ તરુણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ અને પૂણે યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડો. નરેન્દ્ર જાધવની દીકરી છે. અપૂર્વાના પિતા ડો. નરેન્દ્ર જાધવ હાલ ભારત સરકારના પ્લાનીંગ કમિશનના સભ્ય છે અને આ કમિશનના શિક્ષણ વિભાગના વડા તરીકે વડાપ્રધાન ડો. મનમોહનસિંહના સલાહકાર પણ છે.
આજે સિદ્ધિના ઉચ્ચ શિખરે પહોંચેલ ડો. નરેન્દ્ર જાદવના પરિવારની મૂળ મરાઠી ભાષામાં લખાયેલ કુળ કથા ‘આમચા બાપ આન આમ્હી’ જેનો ગુજરાતી ભાષામાં ‘અમારો બાપ અને અમે’ અનુવાદ એક સામાન્યોમાંના અસામાન્યની કથા છે. કથાના નાયક એટલે કે અપૂર્વાના દાદા દામોદર રુંજાજી જાધવ. તેઓ દીકરાઓને કહેતાઃ “તું જે કર, એમાં ટોપ પર જવું જોઇએ. તું ડોકટર થા, એન્જિનિયર થા, બારિસ્ટર થા, પણ તું કોઇનુંય સાંભળતો નહિ. તું તારી બુદ્ધિને યોગ્ય લાગે એજ બનવાનો પ્રયત્ન કર. હું પણ તને કહેવાનો નથી. થા, થા, ગમે તે થા, પણ મારે એટલું જ કહેવું છે, તું જે કરે એમાં ટોપ પર જવું જોઇએ. તારે ચોર થવું છે? કોઇ બાત નહિ! પણ પછી એવો ચોર હોય કે દુનિયાને સલામ મારવી જ પડે. તારે જુગાર રમવો છે ! વાંધો નહિ પણ એવો અઠંગ જુગારી થા કે બધા લોકોએ કહેવું પડે, ઇસકો બોલતા હૈ જુગારી!”
પોતાના દીકરાઓને ઓપન ચોઇસ આપનાર આ અભણ બાપ શિક્ષણનું મહત્ત્વ સમજી શક્યા હતા. ડો. આંબેડકરનો જ્ઞાન, તપ,સંઘર્ષનો અંત પોતાના જીવનમાં ઉતાર્યો હતો. શિક્ષણનું મહત્ત્વ એમને અંગ્રેજ સાહેબો સાથે રહેવાથી ધ્યાને આવ્યું હતું. કુરલા સ્ટેશને પાણીની ડોલ લઇ જતાં પુલ નીચે માણસોની ભીડ જોઇ એમણે પૂછપરછ કરી. એક જણે કહ્યું કે કામની ભરતી ચાલુ છે. પણ અંદર ગોરા સાહેબ પાસે જવાની કોઇનામાંય હિંમત ન હતી. એ અંદર ગયા. સાહેબને સલામ કરી અને ગોરા સાહેબે મારા દાદાને ભરતી કર્યા. એ વખતે રેલવેમાં દાદા રેગ્યુલર કામદાર તરીકે જોડાયા. એ સાથે જ નિર્ણય કર્યો કે મારા છોકરાને ગમે તેમ કરીને સારી નિશાળમાં ભણાવીશ. મોટો દીકરો ચોથા ધોરણમાં પાસ થયો. પાંચમાં ધોરણમાં મોટી શાળામાં નામ લખાવવા દાદરની કિંગ જોસ સ્કૂલમાં ગયા. ત્યાં જાતિ આડે આવી. ત્યાંથી બીજી નિશાળમાં ગયા. છ વાગી ગયા હતા. ચોકીદારે રોક્યા. એને આઠ આના આપ્યા. અંદર એક માણસ હતો. એણે પૂછયું ‘શું જોઇએ?’ મારા દાદાએ સાહેબને મળવાનું કહેતાં જ એણે કહ્યું ‘હવે અમારે ત્યાં જગા નથી.’ મારા દાદાની આંખોમાં પાણી ભરાઇ આવ્યું. ખૂબ વિનંતી કરી. પછી મારા દાદાએ પેલા સાહેબને કહ્યું ‘જ્યાં સુધી મારા છોકરાને તમે શાળામાં લેશો નહિ, ત્યાં સુધી હું અનાજ પાણી લઇશ નહિ. મને પોલીસ લઇ જશે તો ય હું અનાજ-પાણી લઇશ નહિ. આંખોમાંથી સતત આંસુ ટપકતા હતા. આ બધું એણે જોયું. એને દયા આવી અને મારા દાદાને કહ્યું: ‘આવતીકાલે અગિયાર રૂપિયા લઇને આવજો.એ છોકરાનું નામ લખી લીધું.’ સવારે મારા દાદા પૈસા અને છોકરાને સાથે લઇ સ્કૂલમાં ગયા. પૈસા ભરીને વર્ગમાં લઇ ગયા ત્યારે તેમના મનને શાંતિ થઇ. મોટો છોકરો શાળામાં ગયો અને એ છોકરો એટલે કે મારા પિતા ડો. નરેન્દ્ર જાદવ એક દિવસ પૂણે યુનિવર્સિટીના કુલપતિ બની ગયા.
અત્યંત દારૂણ સ્થિતિમાં બાળકોના શિક્ષણ માટે આમરણાંત ઉપવાસનો નિર્ધાર કરનાર એક અભણ દાદાની આ અસામાન્ય કથાનો ગુજરાતી ભાષામાં પ્રાસાદિક, સરળ અનુવાદ કિશોર ગૌડે કરીને ગુજરાતી સાહિત્યને એક અનન્ય સાહિત્યકૃતિ ભેટ ધરી છે. મરાઠી ભાષામાં ચાર આવૃત્તિઓ વચ્ચે ઓગણીસ પુનઃમુદ્રણ થનાર આ પુસ્તકનો સહુ પ્રથમ અનુવાદ ફ્રાંસની ‘ફાયા’ પ્રકાશન સંસ્થાએ ફ્રેન્ચ ભાષામાં કર્યો. ત્યારબાદ અમેરિકાની પ્રસિદ્ધ સાયમન એન્ડ સ્યુટર સંસ્થાએ ઓનલાઇન હરાજી દ્વારા આ પુસ્તકના અનુવાદનો કરાર કરી અંગ્રેજીમાં પુસ્તક પ્રસિદ્ધ કર્યું. અંગ્રેજી બાદ યુરોપમાં સૌથી વધુ બોલાતી સ્પેનિશ ભાષામાં અને ત્યારબાદ કોરિયન ભાષામાં આ પુસ્તક અનુવાદિત થયું. એક પ્રાદેશિક ભાષાની કૃતિ ગ્લોબલ બની. ‘બાપ’ ગ્લોબલ બન્યો છતાં ભારતની અન્ય પ્રાદેશિક ભાષામાં આ પુસ્તક પહોંચ્યું જ ન હતું. પરંતુ દેશમાં સૌ પ્રથમ આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં અનુવાદ થયો. ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરને કારણે અસ્મિતા જાગૃત થયેલ એક પરિવારની કથાના પ્રારંભે ડો. નરેન્દ્ર જાધવ કહે છે. અમારા માતા-પિતાએ અમને જન્મ આપ્યો છતાં માણસ તરીકે અમને જીવવાનો અધિકાર સંપૂર્ણપણે ડો. આંબેડકરે મેળવી આપ્યો એટલે જ આ યશોગાથાના મૂકનાયક વ્યાપક અર્થમાં અમારા સહુના ‘બાપ’ડો. બાબાસાહેબ આંબેડકર છે.
અપૂર્વા જાધવ હાલ ‘ઇન્ટર સેકશન ઓફ ફર્ટિલિટી એન્ડ માઇગ્રેશન’ પર અમેરિકામાં પીએચડી કરી રહ્યાં છે. એજ રીતે ડોમેસ્ટિક વાયોલન્સ અને ર્ફિટલીટી પર પણ શોધ નિબંધ રજૂ કરી ચૂક્યાં છે. તેઓ યુનોના પોપ્યુલેશન ફંડ માટે કામ કરી ચૂક્યાં છે. તેમણે અમેરિકાની જહોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પબ્લિક હેલ્થના વિષયમાં બેચલર ડિગ્રી અને એનરોય યુનિવર્સિટી દ્વારા માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે.
દાદા અભણ હતા. દલિત હતા. છતાં તેમના ડો.પુત્ર નરેન્દ્ર જાધવ પૂણેની યુનિવર્સિટીના કુલપતિ બન્યા. હવે તેઓ ભારત સરકારના પ્લાનિંગ કમિશનમાં ઉચ્ચ શિક્ષણના વડા છે અને તેમની પુત્રી અપૂર્વા જાદવ તબીબી ક્ષેત્રની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનવાની ખ્વાહીશ રાખી રહી છે.
શિક્ષણ શું નથી કરી શકતું. ચમત્કારો શા માટે બીજે શોધવા ?

NIRANJAN K. JOSHI
داداجی کن تل سن تو به تهه توپپربط تو سی توبه ا توپر یس نو گود این انی سوکیتی چر یس نوت رسپکتد اند سالوتداس حس پلاکه یس این تهه جیل اند پوپله دنونکهیم چیلدرن شولد به انکراگد تو فولووو گود اند رسپکتابله جبس سو تحت تهی اره هونورد اند لیو وته حق هد . گامبلارص اره الصو نوت رسپکتد اند ولکومد بی تهه سوکیتی .این ور سوکیتی پارنتس ادویکه تحیر چیلدرن تو به آوای فرم سکه پوپله .داداجی شولد نوت هاو گیون ءآاته آنا تو چقدر فر انترینگ اینطو تهه وففیکه.ماسونگ چودهری حس سید تحت اس ءءپراجانی ند پرخو پراتراکار یور پن حس الویس بان ون تهه سیده اف ءءستیاءء اند ءءستیامو جایتئء دهانیاواد