‘ભારત વિશ્વનો મહાન દેશ છે અને ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે.’ એવી દુહાઈ દેનારા લોકો માટે છેલ્લા કેટલાંક સમયથી દેશમાં ગેંગરેપની ઘટનાઓથી આવેલી તેજીથી ફરી એક વાર ભારત અને ભારતીય સંસ્કૃતિ વિશે આંતરખોજ કરવાનો સમય આવી ગયો છે. એક દિવસ એવો પસાર થતો નથી કે દેશમાં ક્યાંકને ક્યાંક બળાત્કારની ઘટના ઘટતી ના હોય. વિશ્વના કોઈ પણ દેશમાં બળાત્કારની આટલી ઘટનાઓ જોવા મળતી નથી. આજે જેમના ઘરમાં દીકરી છે તે તમામ પરિવારો ભયભીત છે. ઘરની બહાર નીકળતી દીકરી સહી સલામત પાછી આવશે કે કેમ તેની કોઈ ખાતરી સમાજ, તંત્ર, પોલીસ કે સરકાર આપી શકે તેમ નથી.
ઝૂંપડપટ્ટીઓ ને ગુનેગારો
બળાત્કારના આ સિલસિલામાં ચોંકાવનારી વાત એ છે કે નાની ચાર કે પાંચ વર્ષની ફૂલ જેવી કોમળ દીકરીઓને પણ નરાધમો તેમની વાસનાનો ભોગ બનાવે છે. નાની બાળકીઓ લોહીલુહાણ થઈ જાય, બેહોશ બની જાય તે પછી પણ કેટલાંક જંગલીઓ તેમનું દુષ્કૃત્ય ચાલુ રાખે છે. આવું કામ કોઈ રાક્ષસ જ કરી શકે. નોંધનીય વાત એ છે કે આવી ઘટનાઓમાં સામેલ જણાતા યુવકો મોટેભાગે ઝૂંપડપટ્ટી કે મજૂર વર્ગમાંથી જ આવતા જણાય છે. શહેરના ભદ્ર વિસ્તારના નાગરિકો કે આભિજાત્ય પરિવારના સુશિક્ષિત યુવકો આવાં દુષ્કર્મોમાં ખાસ જણાતા નથી. બસ ચલાવનારા ડ્રાઈવરો, ક્લિનરો, મજૂરો તથા નોકરી ધંધા વગર રખડતા યુવકો વધુ ને વધુ આવા ગુનાઓમાં પકડાયા છે. તા. ૧૬મી ડિસેમ્બરે દિલ્હીમાં એક બસમાં એક યુવતી પર તેના જ મિત્રની હાજરીમાં ગેંગ રેપ કરી લોહીલુહાણ કરી રસ્તા પર નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી દેનારા લોકો પણ આ પ્રકારના જ હતા.
સામાજિક સમસ્યા
ગેંગ રેપની ઘટનાઓનો વિસ્ફોટ એ હવે રાજનૈતિક મામલો નહીં પરંતુ એક સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. સમાજશાસ્ત્રીઓએ અને મનોવૈજ્ઞાનિકોએ હવે એ તપાસવાનો સમય આવી ગયો છે કે, આવી ઘટનાઓની પાછળ પોર્ન ફિલ્મો જવાબદાર છે કે પછી બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં મહિલાઓને આઈટમગર્લ તરીકે પેશ કરવાની ફેશન ? એ વાત નિઃશંક છે કે,ઈન્ટરનેટના કારણે સામાન્યમાં સામાન્ય માણસ પણ આસાનીથી તેના ટીવી સ્ક્રીન પર પોર્ન ફિલ્મ નિહાળી શકે છે. એ જ રીતે જે દેશ- ”મધર ઈન્ડિયા”, ”મૈં ચૂપ રહુંગી”, ”ગુંજ ઉઠી શહનાઈ”, ”મોગલે આઝમ”, ”પાકિઝા”,”ચિરાગ કહાં રોશની કહાં”, ”ગૃહસ્થી” જેવી ફિલ્મો બનાવી હતી એ જ દેશમાં હવે કેટરીના કૈફથી માંડીને કરિશ્મા કપૂર પણ હવે આઈટમગર્લનો રોલ કરવા તૈયાર છે. બીજા શબ્દોમાં બોલિવૂડ હવે શુદ્ધ મનોરંજનના બદલે સેક્સ વેચીને જ ધંધો કરવા તૈયાર છે. બોલિવૂડની કેટલીક ફિલ્મો હવે નગ્નતાની વધુ નજીક જઈ રહી છે એમાં ‘મુન્ની બદનામ હુઈ’ થી માંડીને ‘ચિકની ચમેલી’ એ બધું જ આવી ગયું. સેન્સર બોર્ડ પણ તેની સામે લાચાર જણાય છે. આવું જ ચાલુ રહેશે તો નેધરલેન્ડ કે સ્કેન્ડીનેવીયન કન્ટ્રીઝની જેમ ભારતનાં થિયેટરોમાં પણ સેન્સર બોર્ડની કૃપાથી ”એએ” ર્સિટફિકેટસ સાથે પોર્ન ફિલ્મો રજૂ થશે.
બેઝિક ઈન્સ્ટિકટ
સમાજશાસ્ત્રીઓ માટે તપાસનો મુદ્દો એ છે કે બળાત્કારની આ ઘટનાઓ પાછળ દેશમાં બાળકીઓની ભ્રૂણ હત્યાના કારણે સમાજમાં છોકરીઓનું ઘટતું જતું પ્રમાણ તો નથી ને ! માનવ વિજ્ઞાનની દૃષ્ટિએ સેક્સ એ માનવીની બેઝિક ઈન્સ્ટિંકટ છે. એને રોકી ના શકાય. અશિક્ષિત અને અસંસ્કૃત માણસોને જ્યારે તેમને પ્રાકૃતિક રીતે તેમની આવી સહજ વૃત્તિ સંતોષવાની તક મળતી નથી ત્યારે તે વધુ આક્રમક થઈને નાની બાળકીઓને પણ પોતાનો શિકાર બનાવી દે છે. ગરીબી એ અભિશાપ છે પરંતુ ગરીબી સામાજિક બીમારી પણ લાવે છે. ગરીબોના સંતાનો ભણતાં નથી. સંસ્કાર પ્રાપ્ત થવાની કોઈ તક તેમની પાસે નથી. તેમને સારા નરસાનો ભેદ સમજાવનારું કોઈ હોતું નથી. એ કારણે સ્લમ્સમાંથી જ વધુ ને વધુ ગુનેગારો પેદા થાય છે. સ્લમ્સ ગુનેગારો પેદા કરવાની યુનિર્વિસટી બની જાય છે.આ કડવું સત્ય સમાજે અને સરકારે સમજી લેવાની જરૂર છે. એનો ઉપાય એ ગરીબોને હટાવવાનો નથી પરંતુ તેમની ગરીબી હટાવવામાં રહેલો છે. ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો કુટુંબનિયોજનથી જોજાનો દૂર છે. સેક્સ એજ તેમનો મફતમાં મળતો શ્રેષ્ઠ આનંદ હોઈ બાળકોના ઢગલા કરી દે છે. આ બાળકોને ઉછેરવાની, ભણાવવાની, સારી તાલીમ આપવાની, સ્પોર્ટ્સ કેન્દ્રો મોકલવાની કોઈ સુવિધા તેમની પાસે ના હોઈ છેવટે એવા સંતાનોને રેઢાં મૂકી દેવામાં આવે છે. તેઓ રખડેલ બનીને છેવટે તો નાની મોટી ગુનાખોરીમાં સામેલ થઈ છેવટે સમાજ માટે સમસ્યાઓ જ ખડી કરી દે છે.
૩૦૦ ટકા વધારો
૨૦૦૧થી ૨૦૧૧ સુધીમાં નાની બાળકીઓ પર થતા બળાત્કારમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. વળી કેટલીક ઘટનાઓ તો પોલીસ ચોપડે નોંધાતી જ નથી. કેટલીક વાર તો પોલીસ જ બળાત્કારની ઘટનાઓ નોંધવાનો ઈનકાર કરી દે છે. જે પોલીસ અધિકારીઓને પ્રમોશન કે ચાવીરૂપ જગાએ પોસ્ટિંગ જોઈએ છે એ અધિકારીઓ તેમનો રેકોર્ડ ના બગડે એટલા માટે પીડિતાઓને કે તેમના માતા-પિતાને પૈસા લઈ હવસખોરો સાથે સમાધાન કરી લેવાની સલાહ આપે છે. પોલીસની નિષ્ક્રિયતા ચિંતાજનક છે. ગેંગ રેપની બાબતમાં સખત કાનૂન લાવવાની વાતો બહુ થાય છે પરંતુ કાયદો હજુ કાગળ પર જ છે. બળાત્કાર કરનારાઓને કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ નથી. જ્યાં સુધી એક બળાત્કારીને ફરિયાદ નોંધાયાના ૧૫ જ દિવસમાં જાહેરમાં ફાંસીએ લટકાવી દેવામાં નહીં આવે ત્યાં સુધી હવસખોરો દેશની બાળકીઓને તેમના શિકાર બનાવતા રહેશે. અખાતના કેટલાક દેશોમાં આવા ક્રિમિનલ ઓફેન્સ માટે સખત કાનૂન છે. ચોરી કરનારના હાથ કાપી લેવાથી માંડીને બળાત્કારને જાહેરમાં ફાંસી આપવાના કડક કાનૂન છે. આવા ગુનેગારો માટે કેટલાક ઈસ્લામિક દેશો કડકાઈથી કામ લે છે. ભારતે પોતાની ભારતીય સંસ્કૃતિના ખોટાં ગાણાં ગાવાના બદલે ભારતીય બાળકીઓને સંરક્ષણ આપવાની જરૂર છે. ”યત્ર નાર્યાતુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ” એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે” એવી ઉક્તિઓ નિબંધો લખવા માટે સારી છે. બાકી આ દેશમાં તો ૫૦૦૦ વર્ષ પહેલાં જ ભરી સભામાં દ્વૌપદીનાં ચીર ખેંચાયા હતાં. પુરાણ કથાઓ પ્રમાણે સ્વર્ગમાં વસતા દેવતાઓ પણ તેમના દરબારમાં અપ્સરાઓને નચાવતા હતા. ઋષિમુનિઓના તપોભંગ માટે ઈન્દ્ર પણ અપ્સરાને પૃથ્વી પર મોકલતો હતો. ભારતની સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ચીર ખેંચવાની પરંપરા હજારો વર્ષથી ચાલી આવે છે. ફરક એટલો પડયો છે કે એ વખતે વયસ્ક સ્ત્રીઓનાં ચીર ખેંચાતાં હતાં. હવે ચાર કે પાંચ વર્ષની બાળકીઓનાં પણ ચીર ખેંચાય છે. આ ભારતીય સંસ્કૃતિની પ્રગતિ કે અદ્યોગતિ ?
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "