ઇડિપસ એક ગ્રીક માયથોલોજી છે. પૌરાણિક ગ્રીક રાજાના જીવનની કરુણતમ ઘટનાની કહાણી છે. આ ટ્રેજેડી સોફોક્લિસ નામના ગ્રીક લેખકની નાટયકૃતિ છે. કથાનો મુખ્ય નાયક ઇડિપસ છે. ‘ઇડિપસ’નો અર્થ ‘સૂજી ગયેલા પગ’.’ઇડિપસ’ થીબ્સ નામના એક ગ્રીક રાજ્યના રાજા લાયસ અને ક્વીન જોકાસ્ટાનો પુત્ર હતો. લાયસ-જોકાસ્ટાનાં લગ્નના ઘણા સમય સુધી સંતાનપ્રાપ્તિ થઈ નહોતી. રાજા લાયસે એપોલો મંદિરના એક ભવિષ્યવેત્તાને સંતાનપ્રાપ્તિ માટે પૂછપરછ કરી. ભવિષ્યવેત્તાએ કહ્યું, “તમારાં રાણીને જે સંતાન થશે તે તેના પિતાની એટલે કે તમારી હત્યા કરી નાખશે અને તેની માતા સાથે લગ્ન કરશે.”આ ભવિષ્યવાણીને ખોટી પાડવા રાણીએ સગર્ભા બનવાનું અને બાળકને જન્મ આપવાનું પસંદ કર્યું. બાળકનો જન્મ થતાં જ તેના બંને પગ સખત રીતે બાંધી દેવામાં આવ્યા, જેથી બાળક બે હાથ અને બે પગે ચાલી જ શકે નહીં. એ પછી એ તાજા જન્મેલા બાળકને નજીકના પર્વત પર ત્યજી દેવાનું કામ મહેલના એક સેવકને સોંપવામાં આવ્યું. રાજાને હતું કે, બાળકના બંને ઘૂંટણ સખતાઈપૂર્વક બાંધેલા હોઈ તે ચાલી શકશે નહીં અને મૃત્યુ પામશે. નોકરને દયા આવતાં બાળક પર્વત પર ત્યજી દેવાને બદલે તેણે કોરિન્થ નામના બીજા એક ગ્રીક રાજ્યમાં રહેતા ભરવાડને આપી દીધું. એ ભરવાડે એ બાળક બીજા એક ભરવાડને આપ્યું. એમ કરતાં કરતાં બાળક કોરિન્થના રાજા પોલિબસ અને ક્વીન મેરોયી પાસે પહોંચ્યું. કોરિન્થનો આ રાજા નિઃસંતાન હતો. તેણે આ નાનકડા બાળકને દત્તક લીધું. બાળકના બંને પગ સખતાઈપૂર્વક બાંધી દેવાયેલા હોઈ તેના બંને પગ સૂજી ગયા હતા, તેથી બાળકને ‘ઇડિપસ’ નામ અપાયું.
ઇડિપસ હવે કોરિન્થ રાજ્યના રાજકુમાર તરીકે મોટો થવા લાગ્યો. એક વાર તેના એક મિત્રએ શરાબના નશામાં તેને કહી દીધું, “તું કોરિન્થના રાજા અને રાણીનો પુત્ર છે જ નહીં. તું તો દત્તક લેવાયેલો પુત્ર છે.” આ સાંભળ્યા બાદ ઇડિપસ વિક્ષુબ્ધ થઈ ગયો. તે સીધો જ કોરિન્થના રાજા પોલિબસ પાસે ગયો અને પૂછયું, “શું એ વાત સાચી છે કે તમે મારાં અસલી માતા-પિતા નથી?” રાજા પોલિબસ અને ક્વીન મેરોયીએ કહ્યું, “તને જે કોઈએ આ વાત કહી છે તે ખોટી છે. તું અમારું જ સંતાન છે.” પણ ઇડિપસને એમના ખુલાસાથી સંતોષ ન થયો. ઇડિપસે હવે ડેલ્ફીના એપોલો મંદિરના એ જ ભવિષ્યવેત્તાનો સંપર્ક સાધ્યો. એ ભવિષ્યવેત્તાનું નામ ટાયરેસિયસ હતું. ટાયરેસિયસ અંધ હતો. તેણે ઇડિપસને એટલું જણાવ્યું કે, “તારા નસીબમાં તારા જ હાથે પિતાનું મૃત્યુ લખાયું છે અને તે પછી તું તારી માતા સાથે લગ્ન કરીશ એમ પણ લખાયું છે.” આ ભવિષ્યવાણી ખોટી પાડવા ઇડિપસે કોરિન્થ પાછા જવાનું માંડી વાળ્યું, કારણ કે હજુ તેના મનમાં એ જ હતું કે કોરિન્થના રાજા અને રાણી જ તેનાં પિતા અને માતા છે. ભૂલથી પણ તેમની હત્યા થઈ જાય તો! એ વિચાર સાથે ઇડિપસ તેનો રથ લઈ ડેલ્ફી રાજ્યની નજીક આવેલા થીબ્સ તરફ જવા રવાના થયો. રસ્તામાં એક સ્થળે ત્રણ રસ્તા આવતા હતા. એક તરફથી એક વ્યક્તિ રથ લઈને એ જ રસ્તે જવા માગતી હતી. એ વખતે પહેલા કોનો રથ આગળના રસ્તે જાય તે મુદ્દા પર બેઉ વચ્ચે ઝઘડો થયો અને યુવાન ઇડિપસે બીજા રથ પર સવાર થયેલી વ્યક્તિની સ્વરક્ષણ માટે હત્યા કરી નાખી. ઇડિપસને એ વખતે ખબર નહોતી કે અજાણતાં જ તેણે જેની હત્યા કરી છે, તે અસલમાં તેના પિતા અને થીબ્સના રાજા લાયસ હતા. આ ઘટનાનો સાક્ષી રાજા લાયસનો એકમાત્ર વફાદાર ગુલામ હતો અને તે ગભરાઈને ત્યાંથી ભાગી ગયો. ભવિષ્યવેત્તાની પહેલી ભવિષ્યવાણી સાચી પડી, પરંતુ ઇડિપસ એનાથી અજાણ હતો. આ ઘટના બાદ ઇડિપસે રથમાં જ તેનો થીબ્સ જવાનો પ્રયાસ જારી રાખ્યો. રસ્તામાં સ્ફિન્ક્સ તરીકે ઓળખાતું એક પ્રાણી રહેતું હતું અને તે તમામ વટેમાર્ગુ ને પ્રવાસીઓને હેરાન કરતું હતું. સ્ફિન્ક્સ એક પ્રકારનું રાક્ષસી પ્રાણી હતું, જેનો ચહેરો સ્ત્રી જેવો પણ બાકીનો દેહ સિંહનો હતો. આ રસ્તા પરથી પસાર થતી દરેક વ્યક્તિને તે ઉખાણું પૂછતું અને જે તેનો જવાબ આપી ન શકે તેને મારીને તે ખાઈ જતું. જે સાચો જવાબ આપે તેને તે જવા દેતું. સ્ફિન્ક્સે ઇડિપસને રોક્યો અને એક ઉખાણું પૂછયું, “એવું કયું પ્રાણી છે, જે સવારે ચાર પગે ચાલે છે, બપોરે બે પગે ચાલે છે અને સાંજે ત્રણ પગે ચાલે છે?” ઇડિપસે તરત જ જવાબ આપ્યો, “માણસ, જે જન્મે છે ત્યારે શરૂઆતમાં બે હાથ અને બે પગથી ફર્શ પર ચાલે છે. યુવાનીમાં તે બે પગે ચાલે છે અને વૃદ્ધ થાય છે ત્યારે લાકડીનો સહારો લે છે, તેથી જીવનની સાંજે ત્રણ પગે ચાલે છે.” આ જવાબ સાંભળી સ્ફિન્ક્સે સંતોષ વ્યક્ત કર્યો પછી તેણે દરિયામાં ડૂબી જઈને આત્મહત્યા કરી લીધી અને એ રીતે થીબ્સના લોકોને સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ મળી. એ વખતે થીબ્સના મૃત્યુ પામેલા રાજાની પત્નીના ભાઈ ક્રિયોને એવી જાહેરાત કરેલી હતી કે, “જે કોઈ વ્યક્તિ થીબ્સના લોકોને સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ અપાવશે તેને થીબ્સનો રાજા ઘોષિત કરાશે અને હમણાં જ વિધવા થયેલાં રાણી જોકાસ્ટાનો હાથ પણ તેને સોંપાશે.” એટલે થીબ્સના લોકોએ સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ અપાવનાર ઇડિપસને થીબ્સનો રાજા ઘોષિત કરી દીધો અને વિધવા થયેલી ક્વીન જોકાસ્ટાને ઇડિપસ સાથે પરણાવી દીધી. ઇડિપસ અજાણતાં જ તેની માતાને પરણ્યો. આ રીતે ભવિષ્યવેત્તાની બીજી ભવિષ્યવાણી પણ સાચી પડી. ઇડિપસ અને જોકાસ્ટાનાં લગ્નનાં ઘણાં વર્ષો બાદ થીબ્સ પર આફતના ઓળા ઊતર્યા. ભયંકર દુષ્કાળ પડયો. ખેતરોમાં અનાજ ઊગવાનું બંધ થઈ ગયું. વૃક્ષોએ નવાં પર્ણો આપવાનું બંધ કરી દીધું. સ્ત્રીઓ ગર્ભવતી થતી બંધ થઈ ગઈ. થીબ્સમાં ‘પ્લેગ ઓફ ઇર્ન્ફિટલિટી’ની આપત્તિ ઊભી થઈ. પશુઓએ પણ વાછરડાં કે બચ્ચાં આપવાનું બંધ કરી દીધું. થીબ્સનો રાજા બનેલો ઇડિપસ ચિંતામાં પડયો. એણે ક્વીન જોકાસ્ટાના ભાઈ ક્રિયોનને ડેલ્ફીના એપોલો મંદિરના પૂજારી પાસે આ ભયંકર આફતનું કારણ જાણવા મોકલ્યો. ક્રિયોને પાછા આવીને કહ્યું કે થીબ્સના અગાઉના રાજા લાયસની હત્યા કરનાર વ્યક્તિને પાઠ ભણાવવા કુદરત આમ કરી હતી છે. ઇડિપસે તેની પત્ની અર્થાત્ તેની માતા જોકાસ્ટાને કહ્યું, “રાજા લાયસનો હત્યારો જે દિવસે મળી આવશે તે જ દિવસે તેને હું દેશનિકાલ કરી દઈશ.” ઇડિપસે હવે સચોટ આગાહી કરવા માટે જાણીતા અંધ મહાત્મા ટાઇરેસિઅસની શોધ આદરી. ક્રિયોને ટાઇરેસિઅસને શોધી કાઢયો. ટાઇરેસિઅસે રાજા લાયસના હત્યારાની શોધ નહીં કરવા ચેતવણી આપી. ક્રિયોન અને ભવિષ્યવેત્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા ટાઇરેસિઅસે કહી દીધું, “તારે જાણવું જ છે તે! તો જાણી લે કે થીબ્સના રાજા કિંગ લાયસનો હત્યારો ખુદ ઇડિપસ છે અને ઇડિપસ ખુદ તેનાં માતા-પિતા કોણ છે તે જાણતો નથી અને શરમજનક જિંદગી જીવી રહ્યો છે.” ક્રિયોને આ વાત રાજા ઇડિપસને કરી તો ઇડિપસ ખિજાયો અને કહ્યું, “તું ખોટી રીતે મારી પર રાજા લાયસની હત્યાનો આરોપ મૂકી રહ્યો છે.” આ ઉગ્ર ચર્ચા વખતે જ રાણી જોકાસ્ટાએ પ્રવેશ કર્યો અને ઇડિપસને શાંત પાડતાં કહ્યું, “મારે જે પહેલું સંતાન અવતર્યું હતું તેેને અમે મારી નાખવા માટે પગ બાંધીને પર્વત પર છોડી દીધું હતું.” આ વાત સાંભળી ઇડિપસ ઢીલો પડી ગયો. એને લાગ્યું કે, “રાજા લાયસની હત્યા કદાચ મારા હાથે જ થઈ હોવી જોઈએ.” એવામાં સમાચાર આવ્યા કે કોરિન્થના રાજા પોલિબસનું મૃત્યુ થયું છે. જોકે, ઇડિપસ હજુ રાજા પોલિબસને જ પોતાના પિતા સમજતો હતો. રાજા પોલિબસનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાથી ભવિષ્યવાણી ખોટી પડી રહી છે એવો પણ ખ્યાલ તેને આવ્યો. ઇડિપસે રાજા પોલિબસના અંતિમ સંસ્કારની વિધિ વખતે હાજરી આપવા ઇન્કાર કર્યો ત્યારે કોરિન્થથી આવેલા સંદેશવાહકે સ્પષ્ટતા કરી, “રાજા ઇડિપસ! સાચી વાત એ છે કે તમે રાજા પોલિબસના અસલી નહીં દત્તક પુત્ર છો. તમે તો એક પર્વત પરથી મળી આવેલા અનાથ બાળક હતા.” રાણી જોકાસ્ટાને ખ્યાલ આવી ગયો કે, ઇડિપસ કે જે હાલ તેનો પતિ છે તે હકીકતમાં તેનું જ સંતાન છે. રાણી જોકાસ્ટાએ ઇડિપસને રાજા લાયસના હત્યારાની શોધ ન કરવા જણાવ્યું. છતાં ઇડિપસે એ વ્યક્તિને બોલાવી જેને પોતાને નાની વયમાં જ પર્વત પર મૂકી આવવાની જવાબદારી સોંપી હતી. મહેલના ગુલામે બધી વાત ઉઘાડી કરી નાખી. રાણી જોકાસ્ટાને ખ્યાલ આવી ગયો કે જેને તે પરણી છે અને જેનાથી તે ત્રણ સંતાનોની માતા બની છે તે ઇડિપસ તેનો જ પુત્ર છે. આ આઘાત સહન ન થતાં ક્વીન જોકાસ્ટાએ પોતાના શયનખંડમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. રાજા ઇડિપસને ખ્યાલ આવી ગયો કે અજાણતાં જ એણે પિતાની હત્યા કરી હતી અને ખુદની જ માતા સાથે પરણ્યો હતો. આ ભયંકર અપરાધના કારણે જ ઈશ્વર થીબ્સ પર રૂઠયો હતો અને થીબ્સ પર ભયંકર આફતના ઓળા ઊતર્યા હતા. ઇડિપસ રાણી જોકાસ્ટાને મળવા ગયો પણ રાણીએ આત્મહત્યા કરી લીધી હતી. ઇડિપસે રાણી જોકાસ્ટાનાં વસ્ત્રોમાંથી એક અણીદાર પીન ખેંચી કાઢી અને એ પીન પોતાની આંખોમાં ઘોંચી જાતે જ પોતાની આંખો ફોડી નાખી. પશ્ચાત્તાપ માટે એણે પીડા ભોગવવાનું નક્કી કરી લીધું. આંખો ફોડી નાખ્યા બાદ એણે જાતે જ પોતાની જાતને દેશનિકાલ કરી દીધી. એણે અગાઉ પણ કહ્યું હતું કે, “રાજા લાયસની હત્યા કરનારને તે દેશનિકાલ કરી દેશે.” અંધ બની ગયા બાદ ઇડિપસ તેની પુત્રી એન્ટીગોનના ખભે હાથ મૂકી ઠેરઠેર ભટકવા લાગ્યો. ભારે પશ્ચાત્તાપ સાથે દુઃખ અનુભવતો ઇડિપસ પુત્રીના સહારે એથેન્સ પહોંચ્યો. એથેન્સના રાજા થેલિયસે તેને આશ્રય આપ્યો, પરંતુ ખૂબ જ દુઃખી હાલતમાં તે મૃત્યુ પામ્યો. તેના કેટલાક સમય બાદ ઇડિપસના બે પુત્રોએ થીબ્સ પર રાજ કરવા માટે નક્કી થયેલી શરતોનો ભંગ થતાં લડાઈ કરી અને લોહિયાળ જંગમાં બંને ભાઈઓએ એકબીજાની હત્યા કરી નાખી. અલબત્ત, દંતકથા એવી છે કે ઇડિપસ મૃત્યુ પામ્યો ત્યારે થીબ્સના અંદરોઅંદર લડતા લોકો ઇડિપસને થીબ્સમાં લાવવા માગતા હતા. તેઓ માનતા હતા કે, ઇડિપસ પાછો ફરશે તો થીબ્સનું નસીબ પણ પાછું આવશે. પણ તેમ ન થયું. ઇડિપસ એથેન્સમાં કોલોનસ નામનાં વૃક્ષોના જંગલમાં મૃત્યુ પામ્યો. આ જંગલમાં જ ક્યાંક તેની કબર હોવાનું મનાય છે અને એમ પણ કહેવાય છે કે ઇડિપસના આગમન પછી એથેન્સનું નસીબ પાછું ફર્યું. ઇડિપસ એથેન્સમાં મૃત્યુ પામ્યો તે પછી એથેન્સની પ્રગતિનો ઉદય થયો. ‘ઇડિપસ’ની આ દંતકથા અનેક વાર કહેવાઈ છે. અનેક વાર લખાઈ છે. ઇડિપસ લેટિન સાહિત્યની એક યાદકાર કૃતિ-ટ્રેજેડી છે. ઇજિપ્તના પિરામિડોમાં એક વિશાળ ‘સ્ફિન્ક્સ’ પણ જોવા મળે છે. અલબત્ત, ‘ઇડિપસ’ની આ કથા ગ્રીક કવિ અને નાટયલેખક સોફોક્લિસની કૃતિ પર આધારિત છે. સોફોક્લિસ ઈસુના જન્મ પૂર્વ ૪૦૬ની સાલની આસપાસ થઈ ગયા. તેમણે કુલ સાત કરુણાંતિકાઓ લખી હતી. તેમાંથી આજે જે કૃતિઓ વિશ્વ પાસે બચી છે તેમાં (૧) Ajax. (૨) Odepus Rex. (૩) Antigone અને (૪) Odeipus at Cononus છે. સોફોલિક્સ શબ્દ બે શબ્દોમાંથી બનેલો છે. ‘Sofo’નો અર્થ છે Wise અને ‘Cles’નો અર્થ છે Glorius-famous. Famous for wisdom અર્થાત્ ડહાપણ માટે જે વ્યક્તિ જાણીતી હતી તે. ‘ઇડિપસ’ની આ કથા અને તેમાં અભિપ્રેત ભાવના આધારે ઘણાં વર્ષો પછી આધુનિક મનોવિજ્ઞાાનના પિતા એવા જર્મનીના મનોવૈજ્ઞાાનિક ડો. સિગ્મંડ ફ્રોઇડે ‘ઇડિપસ’ના નામના આધારે માનવીના કેટલાંક વર્તન માટે ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’ એવું નામ આપ્યું હતું. આવી ગ્રંથિથી પીડાતાં બાળકો માતાને પ્રેમ કરતા તેના પિતાથી પણ ઈર્ષા અનુભવતા હોય છે. આ ગ્રંથિની તીવ્રતા પરાકાષ્ઠાએ હોય ત્યારે બાળક અજાણતાં જ તેના પિતાનું મૃત્યુ ઇચ્છતું હોય છે. આવી મનોવિકૃતિ ધરાવનાર બાળકો કે વ્યક્તિઓ ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’થી પીડાય છે તેમ કહેવાય છે. અલબત્ત, ગ્રીક લેખકની દંતકથાનો નાયક ઇડિપસ સ્વયં આવી કોઈ માનસિક બીમારીનો રોગી નહોતો. એણે તો અજાણતાં જ માતા સાથે લગ્ન કર્યું હતું અને અજાણતાં જ પિતાની હત્યા કરી નાખી હતી. |
|
|
Produktdetails isbn 978-3-411-86196-5 erscheinungsjahr 2010 format 17,0 x 24,0 cm marke cornelsen scriptor ähnliche produkte im shop sms bachelorarbeit schreiben lassen auf englisch deutsch – aufsatz 5.

What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "