Devendra Patel

Journalist and Author

Date: May 6, 2014

ચૂંટણી સમયે રાહુ કાળથી ડરતા દેશના રાજનેતાઓ

કભી કભી – દેવેન્દ્ર પટેલ

જયલલિથાએ તેમના બધા જ ઉમેદવારોને એક ચોક્કસ સમયે ઉમેદવારી ફોર્મ ભરાવ્યું

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ૨૪મી એપ્રિલે વારાણસીથી ઉમેદવારીપત્ર ભર્યું. ઝોમની જન્મ તારીખ તા.૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૦ છે. બપોરે ૧૨-૨૧ મિનિટે તેમનો જન્મ થયો હતો. ઝા. ૨૪મી એપ્રિલે ભદ્રાકાળ હોવાનું જ્યોતિષીઓએ શોધી કાઢયું હતું. ભદ્રાએ શનિદેવના બહેન છે અને સૂર્યદેવના પુત્રી છે. ભદ્રાના ૧૧ નામો છે. દેવતાઓ પણ ભદ્રાથી ગભરાય છે. રૃમ છતાં જ્યોતિષીઓ માને છે કે ભદ્રાનો અર્થ જ કલ્યાણ છે તેથી આ દિવસે કેટલીક પૂજાવિધિ કરાવ્યા બાદ ફોર્મ ભરવામાં વાંધો નથી એવો જ્યોતિષીઓનો મત હતો. કહેવાય છે કે ભદ્રાકાળની ઘડી વીતિ ગયા બાદ જ ફોર્મ ભરવામાં આવ્યું હતું.

ચૂંટણી સમયે રાહુ કાળથી ડરતા દેશના રાજનેતાઓ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓના કારણે માઈકવાળા, મંડપવાળા, ભાડાની જીપવાળા, પ્રિન્ટિંગ પ્રેસવાળા, એડ. કંપનીવાળા અને રેલીઓમાં લોકોને લાવવાવાળા કોન્ટ્રાક્ટરોને તો તડાકો છે જ પરંતુ જ્યોતિષીઓ અને તાંત્રિકોને પણ ભારે મોટી ઘરાકી નીકળી છે. ચૂંટણીનું ફોર્મ ભરતા પહેલાં લગભગ તમામ ઉમેદવારોને જ્યોતિષીઓ પાસે જઈ વિજય મુહૂર્તની જ ખોજ કરાવી છે. દ્ધાજરાત અને દેશના ઘણા દિગ્ગજનેતાઓને પોતાના પ્રાઈવેટ ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી એસ્ટ્રોલોજર અને પરિવારના ‘ગુરુ’ છે, તેમાં તાંત્રિક પણ ટ્વૈ શકે છે.

દક્ષિણ ભારતમાં

આ વખતે પહેલી જ વાર દેશભરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભારે મતદાન થઈ રહ્યું છે. પરંતુ દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ,તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટક અને કેરલમાં રાહુકાળમાં મોટાભાગના રાજનેતાઓ ફોર્મ ભરતા નથી, કારણ કે હિન્દુ શાસ્ત્રોમાં આ ઘડીને અશુભ દર્શાવવામાં આવી છે. દેશના બાકીના હિસ્સાની જેમ દક્ષિણ ભારતની રાજનીતિ શુકન, અપશુકન અને અંધ વિશ્વાસના સહારે ચાલે છે. રૃમ તો આખા દેશમાં મોટાભાગના હિન્દુઓ રાહુ કાળથી ડરતા હોય છે પરંતુ દક્ષિણ ભારતના રાજનેતાઓ આ સમયગાળામાં સહુથી વધુ સાવધાની રાખે છે. રૃ ડરના કારણે જ તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિથાએ પુડુચેરીની એક સીટ સહિત પોતાના તમામ ૪૦ ઉમેદવારોને સૂચના આપી હતી કે તેઓ તા.૧લી એપ્રિલે બપોરે ૧૨-૪૦ થી ૩ વાગ્યાની વચ્ચે જ તેમના ઉમેદવારી પત્ર ભરે. રૃ સમયગાળાને જ્યોતિષીઓએ સહુથી વધુ શુભ માન્યો હતો. રૃડીએમટ્વૈ સુપ્રીમો તામિલનાડુની બધી જ ૪૦ બેઠકો જીતવા માંગે છે, જેથી તેઓ વડા પ્રધાનપદ માટે દાવો કરી શકે. રૃડીએમકેના બધા જ ૪૦ ઉમેદવારોએ એ સમયગાળા દરમિયાન જ ઉમેદવારીપત્રો ભર્યાં હતા. રૃ દિવસે માત્ર એડીએમકેના જ ઉમેદવારોએ જ નહીં પરંતુ ભાજપાની સહયોગી પાર્ટી એમડીએમકેના પ્રમુખ વાઈકોએ પણ બપોરે ૧-૪૦ વાગે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. વાઈકો આમ તો રેશનલ એટલે કે તર્કવાદી દ્રવિડ વિચારધારાના સમર્થક માનવામાં આવે છે પરંતુ તેમણે પણ શુભ ઘડી જોયા બાદ જ ફોર્મ ભર્યું. રૃલબત્ત, વાઈકો સાર્વજનિક ટ્વૈ આ વાત સ્વીકારશે નહીં. રૃ જ ટ્વૈ કેટલાક સપ્તાહ પૂર્વે આકરી ગરમીમાં ડીએમકેના સમર્થકોને તેમના નેતા સ્તાલિનને સાંભળવા એક કલાક કરતાં વધુ સમય ઈઙ્મતજાર કરવો પડયો, કારણ કે સ્તાલિન એ દિવસે ‘રાહુકાળ’થી બચવા માગતા હતા.

નંદન નિલેકણી

આ તો પારંપારિક નેતાઓની વાત થઈ પરંતુ નંદન નિલેકણી કે જેમણે મધ્યમ વર્ગની પૃષ્ઠભૂમીમાંથી બહાર નીકળીને સર્વશ્રેષ્ઠ કોલેજ અને યુનિર્વિસટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને અબજોપતિ બન્યા છે પરંતુ તેમને પણ જ્યોતિષીઓએ ફદ્બાવી દીધા. જ્યોતિષીઓએ નંદન નિલેકણીને એવી સલાહ આપી કે તેમણે શુક્રવારે બપોરે ૧૨-૨૬ વાગે જ પોતાનું ઉમેદવારીપત્ર ભરવું,કારણ કે આ જ સહુથી વધુ શુભ મુહૂર્ત છે. નિલેકાણી દક્ષિણ બેંગલુરૃની સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રૃમણે ચૂંટણીના રિર્ટિંનગ ઓફિસરને બપોરના ૧૨-૧૫થી ૧૨-૪૫નો સમય અનામત કરાવ્યો હતો. પરંતુ એક અપક્ષ ઉમેદવાર એ પહેલાં એ જ સમયે ઘૂસી ગયો અને નિલેકણી બપોરે ૧૨-૩૫ વાગે જ પોતાનું ફોર્મ ભરી શક્યા. ઝો પછી નિલેકણીના સમર્થકોએ આરોપ મૂક્યો કે ભાજપાવાળાઓએ જ એ અપક્ષ ઉમેદવારને પ્લાન્ટ કર્યો છે.

હ્લાળો જાદુ

મેંગલોરના બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર નરેન્દ્ર નાયકે કર્ણાટકના એ વખતના મુખ્યમંત્રી યદુયરપ્પા પર એવો આરોપ મૂક્યો હતો કે,યદુયરપ્પા તેમની ખુરશી બચાવવા કાલા જાદુ અને તાંત્રિકોને શરણે ગયા હતા, પરંતુ એવો કોઈ જાદુ કામ આવ્યો ન હોતો અને યઢ્ઢુયરપ્પાએ સત્તા છોડવી પડી હતી. યદુયરપ્પા તેમની ખુરશી બચાવવા કેટલાંયે મંદિરોમાં જઈ માથું ટેકવી આવ્યા હતા. ઝોઓ જે મંદિરોમાં જતા હતા તે મંદિરો કેટલાંક તો સાવ નિર્જન જ હતા.

લાલુનો સ્વિમિંગ પૂલ

બિહારના ચર્ચાસ્પદ નેતા લાલુપ્રસાદ યાદવે તાજેતરમાં તેમના નિવાસસ્થાને એક સ્વિમિંગ પૂલ બનાવરાવ્યો હતો. ઝો પછી તેમના પક્ષમાં બળવો થયો. કોઈ જ્યોતિષીએ કહ્યું કે, આ સ્વિમિંગ પૂલ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ખોટી દિશામાં છે, તેનું સ્થળાંતરણ કરી નાંખો. રૃ સ્વિમિંગ પૂલના કારણે જ પક્ષમાં બગાવત થઈ છે તે પછી લાલુએ એ સ્વિમિંગ પૂલમાં માટી ભરી તેન પૂરી દીધો. લાલુપ્રસાદનો એક અઘોરી જેવો ગુરુ પણ છે અને અવારનવાર આ સાધુ પાસે જઈ કેટલીક વિધિઓ કરાવે છે. જીલમાં જવું ના પડે તે માટે પણ તેઓ સાધુ પાસે ગયા હતા અને જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ અઘોરી જેવા સાધુ પાસે ગયા હતા. ગ્દવે પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાની વાત. દેવેગૌડાએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાનની બધી જ બારીઓ અને દરવાજાની દિશા બદલાવી નાંખી હતી કારણ કે જ્યોતિષીઓની એવી સલાહ હતી કે સત્તા ટકાવી રાખવા તમારે આમ કરવું પડશે પરંતુ દેવેગૌડાએ સત્તા છોડવી પડી અને સહુથી ઓછા સમય માટે વડાપ્રધાન તરીકે રહ્યા.

વસુંધરાનો ૧૩નો આંકડો

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ૧૩-૧૩ વાગેના એટલે કે ૧ વાગીને ૧૩ મિનિટે મુખ્યમંત્રીપદ તરીકે શપથ લીધા હતા તેમના ઘરનું સરનામું પણ ૧૩, સિવિલ લાઈન્સ છે. ન્ન્ કે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું સરનામું ૮, સિવિલ લાઈન્સ છે પરંતુ વસુંધરા રાજે ૧૩ નંબરનો બંગલો જ પસંદ કર્યો છે. ઝોમના પ્રારંભિક મંત્રીમંડળની સંખ્યા પણ ૧૩ હતી. રાજનેતાઓ ભલે અલગ અલગ વિચારધારા ધરાવતા હોય પરંતુ પોતાના ચૂંટણી અભિયાનની શરૃઆત તો કોઈને કોઈ ધર્મસ્થળ પર જઈ માથું ટેકવીને જ કરે છે. સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી પણ ઈન્દોર નજીક આવેલા એક પ્રાચીન ટ્વૈ મંદિરના મુખ્ય પૂજારી ઋષભ બાપજી મહારાજના આશીર્વાદ લેવા ગયા હોવાનું કહેવાય છે. મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા અને પછી શિવરાજસિંહ ચટ્વૈ પણ આ જ મંદિરમાં આશીર્વાદ લેવા ગયા હતા, મોહન ભાગવત પણ.

ભ્લડ ગ્રૂપ અને સત્તા

આઝાદી બાદ દેશની રાજનીતિમાં સહુથી વધુ નહેરુ- ગાંધી પરિવાર છવાયેલું રહ્યું. દિલ્હીની ગલિયારોમાં એક એવી માન્યતા પણ છે કે સત્તાનો લોહીના બ્લડ ગ્રૂપ સાથે નિકટનો સંબંધ છે. રૃખિલેશ યાદવ અને મુલાયમસિંહ બી પોઝિટિવ બ્લડ ગ્રૂપ ધરાવે છે,અને તે બંને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. નહેરુ પરિવારમાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પરિવારનું બ્લડ ગ્રૂપ ઓ નેગેટિવ હતું અને તે બંને દેશના વડાપ્રધાન બન્યા. ઁહુલ ગાંધી અને તેમની મટ્વૈ સોનિયા ગાંધીનું બ્લડ ગ્રૂપ ઓ પોઝિટિવ છે. સંજોગોના કારણે બંને આજ સુધી વડાપ્રધાન બની શક્યાં નથી. સોનિયા ગાંધી માટે તેમનું વિદેશી મૂળ નેગેટિવ ફેક્ટર બન્યું અને તેઓ વડાપ્રધાન ના બની શક્યાં. રૃ જ ટ્વૈ રાહુલ ગાંધી સરકાર વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે. પરંતુ રાહુલની બહેન પ્રિયંકા ગાંધીનું બ્લડ ગ્રૂપ ઓ નેગેટિવ છે જે ઈન્દિરા ગાંધીનું હતું, તો ભવિષ્યમાં શું પ્રિયંકા ગાંધી એક દિવસ વડાપ્રધાન બનશે ?

–          દેવેન્દ્ર પટેલ

ભાષણો, ગાળાગાળી, પૈસાની રેલમછેલથી ભરપૂર ચૂંટણી !

ભૂખમરાથી ત્રસ્ત ગરીબ દેશમાં નેતાઓની ફાઈવ સ્ટાર લક્ઝરીથી ભરેલી આ છે ચૂંટણી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ભારતના લોકતાંત્રિક ઇતિહાસની સહુથી ખર્ચાળ ચૂંટણી તરીકે ઓળખાશે. ભાષણોની બાબતમાં અત્યંત નિમ્ન સ્તરની ચૂંટણી તરીકે પણ ઓળખાશે. ગાળાગાળી અને ઝેર ઓક્તા આવા ભાષણો અગાઉ કદી સાંભળવા મળ્યા નથી.

ભાષણો, ગાળાગાળી, પૈસાની રેલમછેલથી ભરપૂર ચૂંટણી !

રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે વ્યક્તિગત આક્ષેપો જ આ ચૂંટણીના ભાષણોમાં પ્રભાવી રહ્યા. ચૂંટણીપંચ દ્વારા ખર્ચાનારી રકમ કરતાં દેશની વિવિધ પોલિટિકલ પાર્ટીઓ અને ઉમેદવારો તરફથી ખર્ચાઈ રહેલી રકમ હજારો કરોડની થવા પામે છે. જે દેશની ૪૦ કરોડની પ્રજા ગરીબની રેખા હેઠળ આવતી હોય તે દેશની રાજકીય પાર્ટીઓ અને તેમના ઉમેદવારોને હજારો કરોડ આપે છે કોણ? શું આ ચૂંટણીઓ દેશના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ લડી રહ્યા છે? મોટા ભાગના ઉમેદવારો પૂંજીપતિઓના જ પ્રતિનિધિઓ છે? શું દેશના કોર્પોરેટ વર્લ્ડે ૨૦૧૪ની ચૂંટણીઓમાં રાજકીય પક્ષોને પૈસા આપી એક પ્રકારનું મૂડીરોકાણ જ કર્યું છે? કોઈ પણ પક્ષની સરકાર રચાય તે પછી સત્તાધારી પક્ષ પાસેથી દેશની પ્રાકૃતિક સંપદાને લૂંટવાના પરવાના લેવાના છે? રાજકીય પક્ષોને આપેલાં અબજોનાં નાણાંનો બદલો તેઓ વીજળી, પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ભાવવધારો કરાવી વસૂલ કરવાના છે?

રૃ.૪૦થી ૫૦ કરોડ જોઈએ

વિશ્વના સહુથી મોટા લોકતંત્રના ચૂંટણી મહાપર્વ દરમિયાન ચૂંટણી પંચે પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ રૃ. ૭૦ લાખના ખર્ચની મર્યાદા બાંધી છે, પરંતુ મોટાભાગના ઉમેદવારો ચૂંટણી પંચની આ આચારસંહિતાની હાંસી ઉડાવી કરોડોનું ખર્ચ કરી રહી છે. આજે અમદાવાદની આસપાસ વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો પણ રૃ. ૫ કરોડ ખર્ચવા પડે છે જ્યારે આ તો લોકસભાની ચૂંટણી છે. તેમાં ઉમેદવારે ૧૫થી ૧૮ લાખ મતદારો સુધી પહોંચવાનું હોય છે. કાગળ પર જે ચૂંટણી ખર્ચ દર્શાવવામાં આવે છે તે તો ચૂંટણી પંચની આંખમાં ધૂળ નાંખવા જેવી વાત હોય છે. દેશના બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ જેવા વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓ ક્યાં તો એક જ ટંક જમે છે અથવા તો કીડા-મંકોડા ખાઈ પેટ ભરે છે તે દેશના તમામ મુખ્ય આઠ રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ લકઝુરિયસ પ્રાઈવેટ જેટમાં ઊડી લોકોને સંબોધવા જાય છે. જે દેશના સેંકડો ખેડૂતો આપઘાત કરે છે તે દેશના નેતાઓ દિવસે ભાષણો કરી રાત્રે ફાઈવસ્ટાર હોટેલ્સ જેવા લકઝુરિયસ બંગલાના વાતાનુકૂલિત શયનખંડમાં પોઢી જાય છે. ગામડાંઓમાં લોકોને સાયકલ કે સ્કૂટરનાં ફાફાં છે ત્યારે મહિનાથી નેતાઓ પ્રાઈવેટ વિમાનો અને હેલિકોપ્ટર્સમાં જ ઊડે છે. પ્રત્યેક રેલી પાછળ ૧૦થી ૨૦ કરોડ રૃપિયાનું ખર્ચ થાય છે. લોકો હવે સ્વયંભૂ આવતા નથી, લાવવા પડે છે. તેમને લાવવા ભાડાનાં હજારો વાહનો મૂકવાં પડે છે. તેમને મિનરલ વોટર અને નાસ્તાનાં પેકેટ આપવાં પડે છે. દિલ્હીમાં તો રેલીમાં આવતા માણસોને વ્યક્તિદીઠ ૧૦૦થી ૫૦૦ રૃપિયાની રકમ ચૂકવવી પડે છે. ઈલેક્ટ્રોનિક્સ ચેનલ્સ અને પ્રીન્ટ મીડિયામાં વિજ્ઞાપનો આપવાં પડે છે. દેશમાં લાખો પોસ્ટર્સ લગાડવાં પડે છે. પ્રચાર અભિયાનનો ખર્ચો અબજોમાં છે. કેટલીક બેઠક પર લોકસભાની ચૂંટણી લડવી હોય તો રૃ.૨૦થી ૨૫ કરોડ ખર્ચવા પડે છે.હાઈપ્રોફાઈલ બેઠક પર રૃ.૪૦થી ૫૦ કરોડ ખર્ચવા પડે છે.

લોકો લાવવા પડે છે

રેલીઓમાં લોકો હવે જમીન પર બેસવાની ના કહે છે તેથી તેમના માટે હજારો ખુરશીઓ લાવવી પડે છે.રાષ્ટ્રીય સ્તરના નેતાની જનસભા કરવી હોય તો મંડપ અને બેઠક વ્યવસ્થાનું બિલ રૃ.૨૦ લાખ આવે છે. ગામડાંમાં નાની સભા ગોઠવવી હોય તો સાઉન્ડ સિસ્ટમવાળો રૃ.૪૦૦૦ લે છે. લાઈટ અને જનરેટરનો ચાર્જ રૃ. ૫૦૦૦ છે એથી મોટી રેલીના મંડપનું ખર્ચ રૃ.૧૫ લાખ કરતાં વધુ આવે છે. ખુરશીવાળો એક ખુરશી દીઠ રૃ. ૧૦નું ભાડું લે છે. વેલ્વેટ રબર ફોર્મવાળી પ્રત્યેક ખુરશીનું ભાડું રૃ.૨૦ છે. એરકૂલરનું ભાડું રૃ.૪૦૦. મોટી રેલીમાં ૪૦થી ૫૦ એરકૂલર મૂકવાં પડે છે. મિનરલ વોટરવાળો એક બોટલના રૃ.૧૦ લે છે. નાની બોટલ હોય તો રૃ.૫ લે છે. મોટી રેલીમાં એક વ્યક્તિદીઠ ફૂડપેકેટનો ભાવ રૃ. ૯૦ છે. કાર્યકર્તાઓને અપાતું રોજની ટેક્સી કે જીપનું ભાડું ૨૦૦૦,આવી સેંકડો જીપો મૂકવી પડે છે. ર્હોિડગ્સ લગાડવામાં આવે તો દોઢ લાખનું ખર્ચ થાય છે.

કાર્યકારો પૈસા માંગે છે

દરેક મતવિસ્તારમાં ૪૦થી ૫૦ કાર્યકર્તાઓ એવા હોય છે કે જેમને જીપ અને રોજના ડીઝલના ખર્ચ પેટે રૃ. ૨૦૦૦ આપવા પડે છે. દરેક કાર્યકર્તાએ પરચૂરણ ખર્ચ પેટે રૃ. ૨૦થી ૨૫ હજારની રકમ અગાઉથી આપી દેવી પડે છે. કાર્યકર્તા આ રકમ ઘરમાં જ લઈ જવાનો હોય છે એ વાતની ખબર ઉમેદવારને હોય છે જ પરંતુ આ એક અનિવાર્ય અનિષ્ટ છે. વળી હવે એક નવો ટ્રેન્ડ શરૃ થયો છે. કેટલીક વાર મતદારો પોતાની વિચારધારાવાળા પક્ષના ઉમેદવારને મત આપવા માટે મતદાન મથક સુધી જવાના પૈસા માંગે છે. એક ઘરમાં પાંચ મતદારો હોય તો ૫૦૦ની નોટ આપવી પડે છે. પાંચ હજાર લોકોને મતદાન કરાવવા માટે પાંચ લાખની રકમ ખર્ચવી પડે છે. દારૃ અને અફીણને ચૂંટણી સાથે પુરાણો નાતો છે. ચૂંટણી પર્વ કેટલાંક લોકો માટે જલસો થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં કેટલાંયે લોકોને દારૃ આપ્યા સિવાય પ્રવૃત્તિ કરી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારોના કેટલાંક લોકો હવે ‘ઈંગ્લિશ’માંગે છે. દિલ્હી જેવાં શહેરોની બહારની વસ્તીની કોલોનીઓમાં ‘લાલપરી’નું ચોરીછૂપીથી વિતરણ થાય છે.

મંદિરો માટે દાન

ચાલો, આ તો શરાબ અને ડાન્સની વાત થઈ, પરંતુ ગુજરાત જેવાં રાજ્યમાં કેટલાંયે એવાં ગામડાં છે કે જ્યાં મંદિર કે દહેરું બાંધવા જે તે જ્ઞાતિ કે સમાજને દાનની રકમ જાહેર કરવાય છે અથવા તો રોકડ રકમ આપી દેવી પડે છે. એના બદલામાં જે તે ગામના લોકો કે સમાજ તે ઉમેદવારને મત આપવાની બાંહેધરી આપે છે. આ બધું ચૂંટણી પંચ કદી નિહાળી કે પકડી શકતું નથી. ઉમેદવારો ચૂંટણીપંચને જે હિસાબ આપે છે તે તો માત્ર આંકડાની કારીગરી જ હોય છે આંકડાની આ કલાબાજીના થોડાક નમૂના આ રહ્યા. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં રૃ.૧ કરોડ ૬ લાખ ૬૫ હજારના ચૂંટણી ખર્ચ (બતાવેલા)માં ચૂંટાયેલા દિલ્હીના સાત લોકસભા સાંસદે આ પ્રમાણે હિસાબ બતાવ્યો હતો.

– ઉત્તર પશ્ચિમી દિલ્હીનાં સાંસદ કૃષ્ણા તીરથનો ખર્ચ રૃ.૬ લાખ ૮૦ હજાર.

– નવી દિલ્હીના સાંસદ અજય માકનનો ખર્ચ રૃ.૨૦ લાખ ૮૮ હજાર.

– પૂર્વી દિલ્હીથી ચૂંટાયેલા સાંસદ સંદીપ દીક્ષિતનો ખર્ચ રૃ.૧૪ લાખ ૯૭ હજાર.

– ચાંદની ચોકથી ચૂંટાયેલા કપિલ સિબ્બલનો ખર્ચ રૃ.૧૨ લાખ ૧૭ હજાર.

– પશ્ચિમી દિલ્હીથી ચૂંટાયેલા મહાબત મિશ્રાનો ખર્ચ રૃ.૧૮ લાખ.

– દક્ષિણી દિલ્હીથી ચૂંટાયેલા રમેશ કુમારનો ચૂંટણી ખર્ચ રૃ. ૧૮ લાખ ૯૩ હજાર.

– ઉત્તર પૂર્વ જેપીનાં ખર્ચ રૃ.૧૫ લાખ.

બોલો, છેને આંકડાની કમાલ? રૃ.૧૫ લાખમાં તો હવે સરપંચની ચૂંટણી પણ જીતી શકાતી નથી સાહેબ! સારું છે કે આજે ગાંધીજી હયાત નથી. બાકી, આજની લક્ઝુરિયસ ચૂંટણી, આજના નેતાઓ, આજનાં ભાષણો અને કૌભાંડો જોઈને ભડકી જ જાત. દેશના કરોડો લોકો છાપરું શોધે છે ત્યારે ચૂંટણીમાં ઠાલાં વચનો આપતા કેટલાંક નેતાઓની તો લાઈફસ્ટાઈલ જ ફાઈવસ્ટાર કલ્ચર જેવી છે. 

Powered by WordPress & Theme by Anders Norén