ચીન-રશિયા-પાક. વચ્ચેનું ખતરનાક ગઠબંધન

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

રશિયા ભારતથી નારાજ કેમ?

અંગ્રેજીમાં ઉક્તિ છે કે, A Friend in need is friend indeed. મુશ્કેલીના સમયમાં સાથે રહે તે જ ખરો મિત્ર. આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં આઝાદી બાદ ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી આજ સુધી આવી જ કંઈ રહી છે, પરંતુ ભારત અને રશિયા વચ્ચેની આ પારંપરિક મૈત્રીમાં કેટલાક આંચકા લાગે તેવી ઘટનાઓ રશિયા તરફથી ઘટી રહી છે. ભારત આઝાદ થયું તે પછી ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ રશિયા સાથે મજબૂત દોસ્તી કરી હતી. રશિયાના સામ્યવાદને સીધો અપનાવવાને બદલે સમાજવાદી રચના હેઠળ કેન્દ્ર સરકારે કેટલાંક જાહેર સાહસો અને પ્રોજેક્ટ ઊભાં કર્યાં હતાં. આઝાદી પછી એ ગાળામાં બનેલી ફિલ્મો પર પણ રશિયાના સમાજવાદ અને સામ્યવાદનો પ્રભાવ હતો. રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’, ‘આવારા’ જેવી ફિલ્મોમાં પણ એ સૂર હતો. મેરા જૂતા હૈ જાપાની, યે પટલૂન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી રૃસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની જેવાં ગીતો રશિયામાં પણ ગવાતાં હતાં, પરંતુ હવે ભારત-રૃસ સંબંધોમાં પરિવર્તન આવી રહ્યું છે. જે ભારતે ચિંતા કરવા જેવી બાબત છે.

યુદ્ધ વિમાનો આપ્યાં

રશિયાએ તાજેતરમાં જ તેનાં યુદ્ધ વિમાનો સુખોઈ-૩૫ ચીનને વેચવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પરંતુ રશિયાએ ચાર’આમુર ૧૬૫૦ સબમરીન્સ’ પણ વેચવાનો નિર્ણય કર્યો છે. ચીન ભૂતકાળમાં ભારત પર હુમલો કરી ચૂક્યું છે. લાખ્ખો ચોરસ માઈલની જમીન પચાવી પાડીને બેઠું છે. અરૂણાચલમ્ પર પોતાનો દાવો કરી રહ્યું છે. પાકિસ્તાનને અણુ આયુધોથી સજ્જ કરવા માટે મિસાઈલ ટેક્નોલોજી અથવા રેડીમેઇડ મિસાઈલો આપી ચૂક્યું છે. પાકિસ્તાનમાં ગ્વાદર બંદર બાંધી તેનો વ્યૂહાત્મક લાભ ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ચીની સૈનિકો છાવણી નાખીને બેઠા છે ત્યારે ચીનને લેટેસ્ટ ફાઈટર યુદ્ધ વિમાનો અને સબમરીન્સથી સજ્જ કરવાનો રશિયાનો નિર્ણય ભારત માટે ચિંતા કરાવે તેવો છે. રશિયા ભારતને સહુથી વધુ શસ્ત્રસરંજામ આપતો દેશ છે. તેની સાથે ચીને કરેલી દોસ્તી તે ચીનની ખંધી ચાલ છે. દેશના સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ચીન રશિયા પાસેથી જે સુખોઈ ૩૫ વિમાનો ખરીદી રહ્યું છે તે વિમાનો રશિયાએ ભારતને અગાઉ આપેલાં. સુખોઈ ૩૦ એમ.કે.આઈ. અને ફ્રાન્સે આપેલાં ‘રાફેલ’ યુદ્ધ વિમાનો કરતાં વધુ લેટેસ્ટ અને વધુ શક્તિશાળી છે. એનો અર્થ એ થયો કે ફ્રાન્સનાં રાફેલ વિમાનો ચીનની સરખામણીમાં જલદીથી આઉટ ઓફ ડેટ થઈ જશે.

સબમરીન્સ પણ

ચીન રશિયા પાસેથી જે ‘આમુર ૧૬૫૦’ ક્લાસની ચાર સબમરીન્સ ખરીદી કરી રહ્યું છે તે સબમરીન્સ બેહદ આક્રમક છે. એવી જ રીતે સુખોઈ ૩૫નાં એન્જિન અને રડાર વધુ ઉન્નત વર્ગનાં છે. સુખોઈ ૩૫માં લાગેલાં રડાર રાફેલ યુદ્ધ વિમાનોનાં રડાર કરતાં બે ત્રણ ગણી વધુ રેન્જ સુધી જઈ નિશાન પર પ્રહાર કરી શકે છે. પૂરી દુનિયામાં ચીન એકમાત્ર એવો દેશ છે કે રશિયા ભારત સિવાય તેને તેનાં યુદ્ધ વિમાનો વેચી રહ્યું છે. અત્રે એ નોંધનીય છે કે ભારત અને રશિયા ભેગા મળીને પાંચમી જનરેશનનાં યુદ્ધ વિમાનો વિકસિત કરી રહ્યાં છે, પરંતુ ચીન અને રશિયાની આ નવી દોસ્તીના ઘણા અર્થ નીકળી શકે છે.

થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાનના કરાંચી બંદર પાસે ચીન, રશિયા અને અમેરિકાના નૌકા સૈનિકોએ સંયુક્ત નેવલ એક્સરસાઇઝ કરી હતી.

સમીકરણો બદલાયાં

એ વાત હવે સ્પષ્ટ છે કે કોલ્ડ વોર વખતે જે સમીકરણો હતાં તે આજે નથી. બદલાતા સમયની સાથે સાથે આંતરરાષ્ટ્રીય દોસ્તી